કેસર ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તમે કેસર ને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે કે કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે પણ ઓળખવામાં આવે છે.
કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઇના અને ભારતમાં થાય છે. આયુર્વેદના અનુસાર કેસર કામશક્તિને વધારે છે. આ મૂત્રાશય, બરોળ, યકૃત (લીવર), મગજ અને આંખોની સમસ્યામાં લાભદાયી છે. બળતરાને દુર કરવાનો ગુણ પણ કેસરમાં જ છે. કેસર મગજ અને નર્વસ સિસ્ટમ માટે કોઈ વરદાનથી ઓછું નથી.
રોજ રાત્રે સુતા પહેલા દુઘના ગ્લાસમાં કેસર નાખીને પીવાનું ન ભૂલવું. કારણકે આના ઘણા બધા ફાયદાઓ છે. ઉપરાંત આમાં કેલ્શિયમ, વિટામીન અને પ્રોટીન નો સારો એવો જથ્થો મળી આવે છે, જે આખા શરીરને સ્વસ્થ રાખે છે. વધારે તણાવ અને થાકને લીધે મોટાભાગના લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં કેસરનું દૂધ પીવાથી ફાયદો થાઈ છે. સંશોધન મુજબ કેસરમાં હાજર ક્રોસિન નિંદ્રા વધારવામાં મદદ કરે છે.
કેસરને નારિયેળના તેલમાં નાખીને ૧૦ થી ૧૫ મિનીટ સુધી માથામાં માલીશ કરવાથી ખરતા વાળ દુર થાય છે. આ ટીપ્સ ની મદદથી ખરતા વાળની સમસ્યા દુર થશે. કેસર, હળદર અને દુઘનું ફેસપેક બનાવીને અઠવાડિયામાં બે વખત મોઢે લગાવવું. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકશે. કિડની અને પિત્તાશય માટે સેફ્રોન ખૂબ ફાયદાકારક છે.
ચંદનને કેસરની સાથે ઘસીને માથા પર લેપ લગાવવાથી મગજમાં શાંતિ મળે છે અને મગજ રીલેક્સ ફિલ કરે છે. આના લેપથી મગજ તેજ બને છે. કેસર પેઢામાં આવેલ સોજો કે પેઢામાંથી નીકળતું લોહીને મટાડે છે. તથા મોઢાની અને જીભની સમસ્યા પણ દુર કરે છે. કેસર એકાગ્રતા, સ્મરણ શક્તિ અને રિકોલ ક્ષમતાને પણ વધારે છે.
કેસર ની સાથે ચંદન ભેળવીને માથા પર લગાવવાથી આંખ અને મગજને ઉર્જા પહોંચે છે. અને આ પેસ્ટનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થતો હોય તો તેમાં પણ રાહત મળી શકે છે. કેસર એવા લોકોને પણ કામ આવી શકે છે જેઓને ડિપ્રેશનની પરેશાની હોય. હકીકતમાં કેસર માં એવા તત્વો આવેલા હોય છે જે ક્યારેય ઉદાસ થવા દેતા નથી. આ તત્વોના નામ છે સેરોટિનન.
અસ્થમા એ એવી બીમારી છે જેમાં શિયાળામાં તેની સમસ્યા વધી જાય છે, પરંતુ જો થોડા દિવસો સુધી દરરોજ ત્રણથી ચાર વખત દિવસમાં કેસર વાળી ચા પીવામાં આવે તો અસ્થમાની સમસ્યા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે અને દર્દીને રાહત મળે છે. આ મૂત્રાશય અને યકૃત સંબંધી સમસ્યાથી છુટકારો આપે છે.
દિવસ દરમિયાન માત્ર 1 થી 3 ગ્રામ કેસરનું સેવન કરવું જોઈએ. તેનાથી વધારે સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આંખોની રોશની આ એક અત્યારે એવી સમસ્યા થઈ ગઈ છે જે બાળકોથી માંડીને દરેક ઉંમરના લોકોને થઈ રહી છે પરંતુ જણાવી દઈએ કે કેસરનો ઉપયોગ કરીએ તો આનાથી રાહત મળી શકે છે પરંતુ કેસરનો ઉપયોગ નિયમિત પણે કરવો જરૂરી છે.
ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે પણ કેસર ગુણકારી અને ઉપયોગમાં આવી શકે તેવું તત્વ છે. કેસરમાં ચંદન અને દૂધ ભેળવીને ફેસપેક તૈયાર કરી લો. આ પેક ને ૨૦ મિનિટ લગાવ્યા બાદ ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો, અઠવાડિયામાં એક-બે વાર લગાવવાથી ચહેરા પર ફર્ક મહેસુસ થશે.
જે લોકોના વાળ માથાના વચ્ચેના ભાગથી જતા રહ્યાં હોય, તેણે દૂધમાં થોડું જેઠીમધનો પાઉડર મિક્સ કરી તેમાં ચપટી કેસર નાખીને તેની પેસ્ટ બનાવીને સૂતા સમયે ટાલ પર લગાવવાથી ટાલ પર નવા વાળ ઉગવા લાગશે. શુદ્ધ કેસર તેજસ્વી લાલ અને નારંગી રંગના રેશા વાળું હોય છે. ચંદનને કેસરની સાથે ઘસીને માથા પર લેપ લગાવવાથી મગજમાં શાંતિ મળે છે અને મગજ રીલેક્સ ફિલ કરે છે.
પરંપરાગત રીતે માનવામાં આવે છે કે કેસર ચીકીત્સા ગુણોથી સમૃદ્ધ છે. પેટ સંબંધિત બીમારીઓના ઈલાજમાં કેસર ખુબજ ફાયદાકારક છે. અપચો, પેટમાં દુખાવો અને પેટમાં મચકોડ વગેરે જેવી સમસ્યાથી કેસર છુટકારો આપે છે. સેફ્રોનના ઉપયોગથી રૂપ અને સ્વાસ્થ્ય સુધરે છે. આ બ્લડ શુદ્ધિકરણ પણ કરે છે.