આયુર્વેદ અનુસાર અશ્વગંધાના ગુણધર્મો હંમેશાં એક અદભૂત ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, જેના કારણે હવે અશ્વગંધાનો ઉપયોગ કેન્સરની સારવાર માટે થઈ રહ્યો છે. આદુનું પાણી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. જેનાથી કેન્સર સામે લડવામાં ઘણી મદદ મળી રહે છે.
આદુમાં કેન્સર સામે લડનાર તત્વ હોય છે. તેનું પાણી ફેફસા, પ્રોસ્ટેટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કિન અને પૈનક્રિએટિક કેન્સરથી રક્ષા કરે છે. કેન્સરની માત્ર શરૂઆત હોય તો ગાયનું મૂત્ર 15 ગ્રામ સુતરાઉ કાપડથી ગાળી તેમાં 8-10 પાન કડવા લીમડાના અને 8-10 પાન તુલસીના વાટીને નાખવાં અથવા બે પાન આખાં જ ખૂબ ચાવીને ખાઈ ઉપરથી ગૌમૂત્ર પીવું. પ્રયોગ નિયમિત કરવાથી કેન્સર વધતું અટકે છે.
કાંચનારની છાલ અને ત્રિફળાનો ઉકાળો નિયમીત પીવાથી કેન્સરમાં ફાયદો થાય છે. આખું અનાજ, કઠોળ, ફળફળાદિ અને કોબી લેવાથી તેમાં રહેલા ફાઈબર કેન્સર થતું રોકે છે. રોજ ઓછામાં ઓછા બે ટામેટા ખાવાથી આંતરડાં, હોજરી અને હૃદય નું કેન્સર થતું અટકાવી શકાય છે.
દ્રાક્ષના બી માં એક ખાસ પ્રકારનું એન્ટીઓક્સીડેંટ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે. આ ખાસ પ્રકારના બ્લડ કેન્સરમાં ખૂબ અસરકારક હોય છે એક લેબોરેટરીમાં થયેલ શોધમાં જાણવા મળ્યું કે દ્રાક્ષના બી 24 કલાકમાં લગભગ 76% બ્લડ કેન્સરની કોશિકાઓને નાશ કરી શકે છે.
લીંબુમાં લગભગ 22 પ્રકારના રસાયણ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે. તેવામાં તેનો સીધો રસ ન કાઢીને તેને છોતરા સહિત પહેલા ફ્રીજમાં મૂકી દો. જયારે તે એકદમ બરફ જેવું જામી જાય તો તેના ટુકડા કરીને પાણીમાં નાખીને પીવો. છોતરા સાથે લીંબુ પાણી પીવાથી કેન્સરમાં રાહત મળે છે.
લીમડાના પાંદડાંઓ માં રહેલા ગ્લાયકોપ્રોટીન ટ્યુમરસેલ્સ નો વિકાસ અટકાવે છે. સવારે લીમડાના પાંદડાનું જ્યુસ પીવાથી ફાયદો થાય છે. કેન્સરના રોગીને સવારે ખાલી પેટ 21 લીમડાના પાંદડાની ચટણી બનાવીને રોજ આપો, તેને સદાબહારના પાંદડા સાથે પણ મિક્સ કરીને આપી શકાય છે.
પપૈયાના પાંદડાની અંદર એવું તત્વ મળી આવે છે જે કેન્સર કોશિકા પર થતા કોટિંગનો નાશ કરી દે છે. પપૈયાના પાંદડાને સુકવીને તેનો પાવડર બનાવી લો આ પાવડરને બે ગ્લાસ પાણીમાં એક ચમચી નાખીને સારી રીતે ગરમ કરો, જયારે ચોથા ભાગનું રહી જાય તો તેનું સેવન સવાર સાંજ કરો. તેમજ તેનો રસ પણ નિયમિત પીવાથી કેન્સર માં રાહત મળે છે.
હળદરમાં લિપોપોલીસેચ્ચરાઇડ નામક તત્વ હોય છે. જે આપણી રોગો સામે લડવાની શક્તિ વધારે છે. આમાં રહેલું એન્ટી બેક્ટેરિયલ તત્વ કેન્સરથી બચવા માટે રક્ષા કરે છે. શિયાળામાં દિવસોમાં રાતે હળદર વાળુ દૂધ જરૂર પીવું જોઈએ. બદામમાં વિટામીન ‘બી 17’ મળી આવે છે જે કેન્સરની કોશિકાઓનો નાશ કરી શકે છે. માટે કેન્સરના રોગીઓએ દિવસમાં 5 થી 10 બદામનું સેવન જરૂર કરવું જોઈએ.
બ્રોકોલીમાં ફાઇબર, વિટામિન-સી, વિટામિન- કે, આયર્ન અને પોટેશિયમ સહિતનાં આવશ્યક પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. અન્ય શાકભાજી કરતાં તે વધારે પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. બ્રોકોલી શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજન ભરપુર માત્રામાં ધરાવે છે, જે બ્રેસ્ટ, સર્વાઈકલ અને પ્રોસ્ટેટ કેન્સરને ઉદભવતા અટકાવવામાં મદદ કરે છે.
જામફળના ઉપયોગથી કેન્સર રોગ થી છુટકારો મેળવી શકાય છે. ટેસ્ટ ટ્યુબ અને પ્રાણીઓ પર કરવામાં આવેલ ઉપાયો માં જોવા મળ્યું છે કે જામફળ ના પાન કેન્સર કોશિકાઓની વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે. કેન્સરના રોગીએ ગાજરની સિઝનમાં ગાજરનો રસ જરૂર પીવો જોઈએ. તેમાં બીટા કેરેટીન મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરે છે.
કોબીમાં મળી આવતા ફ્લેવેનોઈડ પણ કેન્સર કોશીકાની પ્રગતિને ઓછી કરી તેનો નાશ કરી શકે છે. ડુંગળીના રસનું સેવન કેન્સરમાં રાહત મેળવવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર મેગ્નેશિયમની માત્રા કેન્સરને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મદદગાર માનવામાં આવે છે. તેથી, કેન્સર માટે ડુંગળીનો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.