કાળીજીરી તે એક ખુબ જ ઉપયોગી ઔષધ છે. એ કૃમીને મારતી નથી, પણ કૃમીને મુર્છીત કરીને મળ સાથે બહાર કાઢી નાખે છે. અને એથી કૃમી શરીરને નુકસાન કરતાં બંધ થાય છે.
કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે. આ કાળીજીરી ના ઉપાય કરવાથી ઘણી બીમારી દુર થઇ જાય છે. કાળી જીરી નું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે.
તાવ અને ચામડીના રોગ માં ફાયદાકારક :
શરીર ગરમ રહેતું હોય, અથવા જીણો તાવ રહેતો હોય, પેટમાં કૃમી થયા હોય, આમનું પાચન થતું ન હોય, તથા ખંજવાળ અને ચામડીના રોગોમાં કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થઇ જાય છે. મોટી વ્યક્તીએ પા કરતા અડધી ચમચી અને બાળકોએ ચારથી પાંચ ચોખાભાર રોજ રાતે આઠથી દસ દીવસ લેવી.
ખરજવું દુર કરવા તલના તેલમાં કાળીજીરી નો લેપ બનાવી લગાવવો જોઈએ. કાળીજીરી અડધી ચમચી અને કાળા મરી અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવાથી થોડા દીવસમાં જુનો નળ વીકાર દુર થઇ જાય છે.
કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે. કાળીજીરીનું ચુર્ણ એક ચમચી મધમાં મિક્ષ કરીને ચાટવાથી પેટની કૃમી નાશ પામે છે.
મધમાખી, ભમરી, કાનખજુરો કે જીવજંતુ કરડે તો તે સ્થાન પર કાળીજીરી પાણીમાં લસોટી લેપ કરીને લગાવવો જોઈએ. તેનાથી રાહત મળે છે. નળ ફુલી ગયા હોય તો અડધી ચમચી કાળીજીરીના ભુકાનો એક કપ પાણીમાં ઉકાળો કરીને પીવું જોઈએ.
શરીર શુધ્ધિ માટે ઉત્તમ ચૂર્ણ :
૨૫૦ ગ્રામ મેથીના દાણા, ૧૦૦ ગ્રામ અજમો અને ૫૦ ગ્રામ કાળી જીરીને લઈ, ત્રણેયને દસેક મિનીટ શેકી લેવા. શેખી ગયાં બાદ આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને ક્રશ કરીને એક એર ટાઈટ બોટલમાં ભરી લેવું.
આ ચૂર્ણને રોજ સુતા પહેલાં એક કપ નવશેકા પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને પી લેવું, માત્ર એક જ સમય ચૂર્ણ લેવું, અને એક ચમચીથી વધારે ન લેવું. ૩ મહિના સુધી નિયમિત આ ચૂર્ણના સેવનથી શરીરમાં રહેલી ગંદકી અને હાનીકારક તત્વો દુર થાય છે. અને શરીર અંદરથઈ સ્વચ્છ બને છે.
આ ચૂર્ણનું સેવન લોહીની શુદ્ધિ કરે છે. અને શરીરને કરચલીથી બચાવી રાખે છે. આંખનું તેજ વધારે છે, વાળનો ગ્રોથ વધારી તમારા વાળને હેલ્ધી રાખે છે. અને જૂની કબજિયાતને કાયમ માટે દુર કરે છે, તેથી ત્વચા પણ સુંદર રહે છે.
શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારશે, તેમ જ શરીરના કફને કાયમી માટે દુર કરે છે. તેમજ હ્રદયની કાર્યક્ષમતા પણ વધારે છે. ચૂર્ણનું સેવન યાદશક્તિ વધારે છે, તો કાનની બહેરાશની સમસ્યાથી છુટકારો મળે છે. વળી શરીરને સુડોળ બનાવવામાં પણ ચૂર્ણ મદદરૂપ થાય છે.
શરીરમાં રહેલી લોહીની નળીઓને શુદ્ધ કરે છે, તેમજ મેલેરિયા, કમળો, ટાઈફોઈડ, કોલેરા જેવા રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પડે છે. ખાસ તો ચામડીના રોગોથી મુક્તિ મળે છે વળી સિગારેટ તમાકુના કારણે થતાં રોગોની શરીર ઉપર અસર ઓછી કરે છે.
માથાના દર્દ ને દૂર કરવા ઉપયોગી :
માથા ના દર્દ ને દુર કરવામાં પણ કાળીજીરી સહાયક હોય છે. અને કાળીજીરી ખાવાથી માથા નું દર્દ તરત ભાગી જાય છે. માથા નું દર્દ થવા પર કાળીજીરી ના તેલ થી પોતાના માથા ની માલીશ કરો. કાળીજીરી નું તેલ માથા પર લગાવવાથી મગજ શાંત પણ રહે છે. અને તણાવ થી પણ રાહત મળી જાય છે.
દાંતો માં દર્દ થવા પર કાળીજીરી ના પાવડર ને પાણી માં નાંખી દો અને પછી આ પાણી થી કોગળો કરી લો. કાળીજીરી ના પાણી થી કોગળો કરવાથી દાંત નું દર્દ બરાબર થઇ જશે. અને આ દર્દ થી છુટકારો મળી જશે. કોગળો કરવાના સિવાય તમે ઈચ્છો તો કાળીજીરી ના પાવડર ને પોતાના દર્દ વાળા દાંત પર પણ લગાવી શકો છો.
કાળીજીરી ની મદદ થી વજન ને ઓછુ કરવામાં આવી શકે છે. વધારે વજન થી દુખો લોકો સતત ત્રણ મહિના સુધી કાળા જીરા નું પાણી પીવો. કાળીજીરી નું પાણી પીવાથી શરીર માં જમા નાજરૂરી ફેટ ઓછુ થવા લાગી જાય છે. અને એવું થવાથી શરીર પાતળું થઇ જાય છે. તેથી જે લોકો નું વજન વધારે છે તે લોકો કાળીજીરી નું પાણી પીવો.
કાળીજીરી ને ખાવાથી રોગ-પ્રતિરોધક ક્ષમતા સારી થઇ જાય ચેહ અને ઈમ્ય્યુંનીટી મજબુત બની રહે છે. ઈમ્યુંનીટી સીસ્ટમ સારી થવાથી શરીર ને બીમારી નથી લાગતી અને સાથે જ શરીર જલ્દી થી થાકતું પણ નથી.