ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.
દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે. બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.
તલના તેલની માથામાં માલિશ કરવાથી વાળનો જથ્થો વધે છે અને ચમકદાર પણ બને છે. આ સાથે વાળ ઓછા પણ ખરે છે. જો કે તમને ક્યારે પણ કોઇ વસ્તુ વાગી ગઇ હોય તો તલના તેલના ફૂઆ રાખી પટ્ટી બાંધવાથી લાભ થાય છે. ફાટેલી એડીઓ પર ગરમ તેલમાં સિંધણ મીઠુ અને મીણ મિક્સ કરી લગાવવાથી ફાયદો થાય છે. જો કે તલને વાટી માખણ સાથે ચહેરા પર લગાવાથી ચહેરાનો રંગ પણ નિખરે છે.
કાળા તલના તેલમાંથી પ્રાપ્ત થતું લાઇનોલિક એસિડ હૃદય અને રક્તવાહિકાઓ માટે લાભદાયક છે. તેથી પરંપરાગત રીતે તેનો ઉપયોગ શરીરની માલિશ કરવા માટે થાય છે. તેમાં ઉત્તેજના વિરોધી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ રહેલો છે.
તમને જાણીને નવાઇ લાગશે કે, 20-25 ગ્રામ કાળાતલ ચાવીને ઉપરથી ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો ઠીક થઈ જાય છે. અને જો તમને ખાંસી આવે છે તો કાળાતલનું સેવન કરો ખાંસી ઠીક થઈ જશે. જો સૂકી ખાંસી હોય તો કાળાતલ અને સાકરને પાણીમાં ઉકાળી પીવાથી સૂકી ખાંસી દૂર થઈ જાય છે.
કાળા તલના તેલમાંથી આયુર્વેદની ૪૦ દવાઓ બનતી હોય છે. કાળા તલનું તેલ ખૂબ જ ઉપયોગી છે. તે શરીરના આંતરિક અને બાહ્ય અંગો પર, નાક અને આંખ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના લાભકારી ગુણોને કારણે પંચકર્મ ચિકિત્સા મુખ્ય ઔષધિઓમાં એક છે. કાળાતલના તેલમાંથી મળતું તત્વ કેલ્શિયમ, વિટામિન ઇ, વિટામિન કે, મેગ્નેશિયમ, લોહતત્વ અને ઝિંક છે. વિટામિન 6 પણ કાળા તલના તેલમાંથી મળે છે.
વહેલી સવારે એકાદ મુઠ્ઠી તલ ચાવીને ખાવાથી દાંત મજબુત બને છે અને લાંબા સમય સુધી હલતા, દુખતા કે પડતા નથી.રોજ સવારે બે મુઠી કાળા તલ ખુબ ચાવીને ખાઈ ઉપર ઠંડુ પાણી પીવાથી શરીરની સપ્રમાણ વૃદ્ધી થાય છે, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને દાંત મરતાં સુધી પડતા નથી.
દરરોજ બે ચમચી કાળા તલને ચાવીને ખાધા બાદ ઠંડુ પાણી પીવું. આવું નિયમિત સેવન કરવાથી હઠીલા હરસ પણ સારા થઈ જાય છે.કાળા તલમાં ભરપૂર માત્રામાં ફોલિક એસિડ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જેમાથી શરીરમાં હેલ્ધી ફેટ બને છે. જેના કારણે દિલ સંબંધી બીમારીઓ સામે રક્ષણ કરે છે.
તલ બાળકો માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. તલમાં સારી માત્રામાં ડાયટરી પ્રોટીન અને એમીનો એસિડ હોય છે. આ એસિડ અને પ્રોટીન બાળકોના હાડકાને મજબૂત બનાવે છે. લગભગ 100 ગ્રામ તલના બીજ ખાવાથી 18 ગ્રામ પ્રોટીન મળે છે. જે બાળકોના વિકાસમાં પણ મદદ કરે છે. નાના બાળકોની માલિશ અનેક જાતના તેલથી કરવામાં આવે છે. તેમાંથી એક છે તલનું તેલ. આ તેલ બાળકો માટે બહુ જ ફાયદાકારક હોય છે. આ તેલ બાળકોના હાડકાને મજબૂત બનાવે છે.
કાળા તલ, સૂંઠ, મેથી, અશ્વગંધા સરખા ભાગે લઈને ચૂર્ણ બનાવી લેવું. સવાર સાંજ આ ચૂર્ણનું સેવન કરવાથી આર્થરાઈટિસની સમસ્યા દૂર થાય છે.૧૦૦ ગ્રામ તલ અને ૧૦૦ ગ્રામ તજને દળીને ભુકો બનાવી રોજ એક ચમચી ખાવાથી શરીરમાં શક્તિ આવે છે, ઉત્સાહ વધે છે.
ગર્ભવતી સ્ત્રીને તથા ધાવણા બાળકવાળી સ્ત્રીને નિયમિત રીતે કાળા તલ ચાવવા આપવાથી એને દૂધ વધારે આવે છે. એટલે બાળકને ભરપેટ દૂધ પીવડાવી શકે છે. આપણા સમાજમાં તલના આ ફાયદા જોયા પછી જ તલના લાડુ, તલ સાંકળી, તલની રેવડી વગેરે વાનગીઓ અવારનવાર ખાવાનો રિવાજ પડયા છે.
બસો ગ્રામ કાળા તલ, બસો ગ્રામ ભૃંગરાજ અને બસો ગ્રામ આમાળા. આ ત્રણેને વાટીને ગરણીમાં ગાળીને ઝીણો પાઉડર બનાવી લો. આ પાઉડર રોજ સવારે પણી સાથે એક-એક ચમચી લેવાથી વાળ સફેદ થતા અટકી જાય છે. આ ચૂર્ણમાં બસો ગ્રામ સાકર વાટીને મેળવી લેવાય અને પછી એ ભૂકી રોજ એક ચમચીના હિસાબે એક વર્ષ ખાવામાં આવે તો શરીરની તંદુરસ્તી અને રૃપરંગ લાજવાબ બની જાય છે.