Breaking News

છાતી અને ગાળામાં જામી ગયેલા કફને કાયમી માટે જડમૂળથી દૂર કરવાનો અસરકારક આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગળામાં કફ એક મોટી સમસ્યા છે. ઘણીવાર દરેક વ્યક્તિએ પોતાનું ગળું સાફ કરવાની જરૂર હોય છે. જ્યારે ગળામાં કફની રચના થાય છે ત્યારે ભારેપણું અને બળતરા અથવા ખંજવાળ થાય છે. આ ગળામાં અસ્વસ્થતા લાવે છે. ગળામાં કફ લગાડવા ઉપરાંત, તે છાતીમાં પણ વળગી રહે છે.

સામાન્ય રીતે, કંઇક વસ્તુથી એલર્જી હોય ત્યારે પણ ગળામાં કફ બનવાનું શરૂ થાય છે. ગળામાં કફનું કારણ સમયસર શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગળામાં કફની પાછળ કેટલીક ગંભીર સમસ્યાઓ પણ હોઈ શકે છે. આજે, અમે તમને ગળાના કફ વિશે વિગતવાર માહિતી આપીશું.

શરદી, દમ, ઉધરસ વગેરેમાં માટલા કે ફ્રીજનું પાણી પીવાનું બંધ કરી, દર્દીને સૂંઠનું પાણી પિવડાવવાથી રાહત થાય છે અને વાયુ અને કફના રોગો થતા નથી.  છાતીમાં જમા થયેલો કફ બહાર નીકળતો ન હોય અને ખૂબ તકલીફ થતી હોય તો દર અડધા કલાકે દ્રાક્ષ પાણીમાં ઘસી, મધમાં મેળવી, ચાટતા રહેવાથી ઊલટી થઈ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે.

200 ગ્રામ આદુ છોલી, ચટણી બનાવી, 200 ગ્રામ ઘી માં શેકવું. શેકાઈને લાલ થાય ત્યારે એમાં 400 ગ્રામ ગોળ નાખી શીરા જેવું બનાવવું. આ શીરો સવાર-સાંજ 10-10 ગ્રામ જેટલો ખાવાથી કફવૃદ્ધિ મટે છે. પ્રસૂતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે. કફ સુકાઈ જાય ત્યારે તુલસીનો રસ, ડુંગળી તથા આદુનો રસ મધ સાથે સમભાગે લઈને ચાટો. એનાથી કફ નીકળી જશે અને ફાયદો થશે.

દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. 10-15 ગ્રામ આદુના રસમાં મધ મેળવી પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે અને વાયુ મટે છે. એનાથી હૃદયરોગ, આફરો અને શૂળમાં પણ ફાયદો થાય છે, ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. એલચી, સિંધવ મીઠું , ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી પણ કફ મટે છે.

છાતીમાં કફ સુકાઈને ચોંટી જાય, વારંવાર વેગ પૂર્વક ખાંસી આવે ત્યારે સુકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોપડી મીઠા ની પોટલી તપાવી શેક કરવો. તુલસીનો રસ 3 ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. ડુંગળીના કટકા કરી, ઉકાળો કરી, પીવાથી કફ દૂર થાય છે. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.

આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મીઠું  મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે. દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે. રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ, ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.

સુંઠ, મરી, પીપર અને સિંધવ મીઠું  દરેક 10-10 ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં 400 ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી, બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી 20 ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે. આદુનો રસ અને મધ સરખા ભાગે લેવાથી કફ મટશે.

વાટેલી રાઈ એકાદ નાની ચમચી સવારસાંજ પાણીમાં લેવાથી કફ મટે છે. નાનાં બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાય તો રાઈ આપી શકાય, પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું. કફવૃદ્ધિ થઈ હોય અને ગળામાંથી કફ પડતો હોય તો કાચો કે શેકેલો અજમો આખો કે એનું ચૂર્ણ બનાવી સવાર, બપોર, સાંજ એક એક ચમચી લેવાથી લાભ થાય છે.

રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીનાં પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળાં મરી, ચણાના દાણા જેવડા આઠથી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મૂકી બીડું વાળી ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવાથી 10-15 દિવસમાં કફ મટે છે.

અરડુસી, આદુ અને લીલી હળદરનો 1-1 ચમચી રસ દિવસમાં ત્રણ વાર લેવાથી જૂના કાકડા, ઉધરસ, શ્વાસ-દમ, શરદી,વગેરે કફના રોગો મટે છે. કફ હોય અને નાક બંધ રહેતું હોય તો દૂધમાં એક ચપટી રાઈનું ચૂર્ણ અને એક ચમચી સાકર નાખી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.

સરખા ભાગે ફુલાવેલો ટંકણખાર, જવખાર, પીપર અને હરડેનું બારીક ચૂર્ણ બનાવી, એનાથી બમણા વજનનો ગોળ લઈ, પાક બનાવી, ચણીબોર જેવડી ગોળી વાળવી. દિવસમાં ત્રણ વખત બબ્બે ગોળી ધીમેધીમે ચૂસવાથી ગળામાં વારંવાર થતા કફનો નાશ થાય છે. એનાથી હેડકી, દમ, ઉધરસ, શરદી, શૂળ અને કફના રોગો પણ મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!