આજકાલની જીવનશૈલી અને ખરાબ વસ્તુ ખાવાના લીધે શરીરમાં તમામ પ્રકારના રોગ ઉત્પન થાય છે, ખોટી વસ્તુના સેવનથી પેટની સમસ્યા ઊભી થાય છે. માટે અમે એક એવી ઔષધી વીશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પેટના તમામ પ્રકારના રોગ દૂર કરે છે અને સાથે સાથે બીજા ઘણા રોગ દૂર કરે છે.
આ ઔષધી છે ઉનાબ. ઉનાબ એક ઝાડનું ફળ છે. બજારમાં ગાંધીની દુકાને તેમ જ સૂકો મેવો વેચનારની દુકાને આસાનીથી મળી આવે છે. આ ફળ અરબસ્તાન બાજુથી આવે છે. યુનાની હકીમો છૂટથી તેનો વપરાશ કરે છે. વૈઘો પણ ઘણા ઉકાળામાં ઉનાબ નો ઉપયોગ કરે છે. ઉનાબનું ઝાડ જૈતુનનાં ઝાડ જેવડું જ થાય છે.
ઉનાબ નાં પાંદડાં બોરડીના પાંદડાં કરતાં સહેજ તથા વધારે લાંબાં હોય છે. આ પાંદડા એક બાજુ થી રૂંવાટી વાળા હોય છે. તેનાં ઝાડની છાલ તથા લાકડું રાતા રંગના હોય છે. એક જાતના ઉનાબ થોડા લાંબા ખજૂર અથવા ખારેક જેવા અને પાતળી ગોટલી તથા ઉંચાઈવાળા જોવા મળે છે. દવા માં તેનાં ફળ તેમ જ તેના ઝાડની છાલ વાપરવામાં આવે છે.
ઉનાબ માં શીતળ, સારક, કફન અને સ્વેદક તથા શોધક ના ગુણ રહેલા હોય છે. ઉનાબનાં ફળ મીઠા અને સ્તંભન હોય છે. તાવ અને કફમાં ઉનાબના ફળ આપવામાં આવે છે. તે તાવની તરસને મટાડવામાં મદદરૂપ સબીત થાય છે. તેનાં મૂળની છાલના ઉકાળાથી જખમને ધોવાથી વર્ણ જલદી સાફ થઈ જાય છે.
ઉનાબ છાતી તથા આતરડાંનો બગાડ કાઢી સુંવાળા કરવા માટે વપરાય છે. તે છાતી, કંઠ તથા અવાજને સુધારે છે. બળતરા, તૃષા તથા ગરમીનો ઘટાડો કરવા તેમ જ વળી યકૃત મૂત્રપિંડ તથા મૂત્રાશય અને વ્યાધિઓ માટે ગુણકારક સાબિત થાય છે. તેનો કાઢો અથવા ઉકાળો પિત્તના ઓરી, અછબડા મટાડવા તથા લોહી મટાડવા તથા લોહી સુધારવા માટે વપરાય છે.
ઉનાબ શરાબનો કેફ મટાડે છે. ઉનાબનાં પાંદડાંને પાણીમાં ઉકાળી સાફ કરી દરરોજ અડધો રતલ જેટલું થોડી સાકર સાથે સતત પાંચ દિવસ લેવાથી શરીરમાં થતી ખૂજલીમાં રાહત આપે છે. તેનાં મૂળની છાલનો કવાથ જખમ તથા ઘા ધોવા માટે વાપરવામાં આવે છે. ઉનાબ ના તાજા પાંદડાં ચાટવાથી જીભ ચકડાઈ ગઈ હોય તથા બેસ્વાદ થઈ ગઈ હોય તેમા લાભ કરે છે. ઉનાબના વધારે ઉપયોગથી આફરો ચડે છે તેથી તેની સાથે સાકર તથા ગુલાબનો ઉપયોગ કરવો ઉત્તમ સાબિત થાય છે.
ઉનાબ બે તોલા, અંજીર બે તોલા, આલુ, કાળી દ્રાક્ષ ત્રણ તોલા, જેઠીમધ એક તોલો, કાસની એક તોલો, બનફસાં એક તોલો લઈ દરેકનું ચૂર્ણ બનાવી ચાર શેર પાણીમાં એક રાત પલાળી રાખવું. પછી સવારે તેને ઉકાળી ચોથા ભાગ જેટલું બાકી રહે ત્યારે તેને ઠંડુ કરી સાકર નાખી ચાસણી બનાવી શરબત તૈયાર કરવું. આ શરબત પીવાથી જલંદર, હ્રદયના રોગ તથા પિત્તજવરમાં સારો ફાયદો મળે છે.
ઉનાબ અઢી તોલા, ધાણા બે તોલા, કાળી દ્રાક્ષ ત્રણ તોલા, ગુલાબનાં ફૂલ પાંચ તોલા, કાસની જડ પાંચ તોલા એ બધાને ભેગું કરી રાત્રે દસ શેર પાણીમાં પલાળી રાખવું અને સવારે તેને ઉકાળવું. ચોથો ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી લેવું અને તેમાં બે શેર સાકર નાખી ચાસણી બનાવી શરબત બનાવવું. આ શરબત પીવાથી કબજિયાત, પિત્ત વિકારથી ઉત્પન્ન થઈ હોય તે કબજિયાત મટે છે.
ઉનાબ તેર તોલા, બાવળનો ગુંદર પા તોલો, કાકડી, ચીભા, દૂધી, ખરબૂચા, દરેકનો મગજ પા-પા તોલા લઈ તેને ગરમ પાણીમાં નાખી ગોળી બનાવવી. આ ગોળી ઈસબગુલ સાથે લેવાથી જખમમાં રૂઝ જલદીથી આવે છે. અને પેશાબ પણ ખુલાસીને આવે છે.
ઉસબો, ચોપચીની, ગોરખમુંડી, મજીઠ, ત્રિફળા, ગળો, કરિયાતું અને ઉનાબનો કવાથ કે રસ પીવાથી લોહી વિકારનાં અનેક રોગો મટે છે. સુકી ખાંસી માટે ઉનાબમાં બીજી દવાઓની સાથે કવાથ રૂપે અપાય છે તેથી કફ છૂટો પડે છે. સાફ થાય છે. લોહી સુધારક દવાઓમાં પણ ઉનાબનો ક્વાથ વાપરવામાં આવે છે.