અમુક સમય ના અંતરે જમીન પર સૂવુ એ શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વધુ પડતા માનસિક તણાવ થી શરીર મા રક્ત ના સંચાર પર અસર પડે છે. જેથી ઘણી વાર તમને ચક્કર આવવા જેવી સમસ્યા નો સામનો કરવો પડશે. જમીન પર સૂવા થી સંપૂર્ણ શરીર મા રક્ત નો સંચાર યોગ્ય રીતે સંચાર થશે તથા ઘણા રોગો મા થી પણ મુક્તિ મળશે. જો આપણે સીધા જમીન પર સૂઈએ તો આપણી હાઈટ મા પણ વધારો થશે.
બેડ પર સૂતા હોય તો થોડા સમય માટે ડાબા પડખે સુવું તથા થોડા સમય માટે જમણા પડખે સુવું જેથી તમારા સમગ્ર શરીર નો ભાર એક સાઈડ પર આવી જાય છે અને તણાવ નુ પ્રમાણ વધી જાય છે. જમીન પર તમે ચતા સૂવો એટલે શરીર નો ભાર બંને બાજુ સમાન હોય છે. જેથી તણાવ દૂર રહે છે.
બેડ મા નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે કુશન નો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે ડોક માટે યોગ્ય નથી. જમીન પર સૂવા થી આપણા શોલ્ડર સ્ટ્રેટ અને બોડી ફીટ રહેશે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.
જમીન પર સૂવા નો સૌથી મોટો લાભ હોય તો એ છે કે કમરદર્દ ગાયબ થઈ જશે. જ્યારે જમીન પર સૂવો છો ત્યારે તમારા કરોડરજ્જુ ના બોન્સ સીધી દિશા મા હોય છે. જેથી કમરદર્દ ની તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત મહાન તજજ્ઞો પણ કમરદર્દ માટે આ નૂસ્ખા ને અસરકારક માને છે.
જો ઘણીવાર સૂઈ ના શકતા હોય , ઊંઘ ના આવતી હોય તો તુરંત જ બેડ પર થી ઊભા થઈ ને જમીન પર સૂઈ જવુ. આમ , કરવા થી તુરંત જ ઊંઘ આવી જશે અને મા એક નવી ઉર્જા નો સંચાર થશે. આ છે જમીન પર સુવા થી થતા લાભો. જે તમને તમારી સવાર ની શરૂઆત એક નવીનતમ ઉર્જા ના સંચાર થી કરાવશે. ઊંઘ યોગ્ય રીતે થશે અને તમારો સંપૂર્ણ દિવસ આનંદમયી રહેશે.
પથારી ભલે કેટલી પણ આરામદાયક કેમ ન હોય, પણ તે હાડકાઓને એક સીધી રેખામાં નથી રાખી શકતા. ઘણી વખત એવું થાય છે કે તમને ખબર પણ નથી રહેતી કે શરીરમાં અંદરના ભાગમાં નાની મોટી ઈજા હાડકાને ક્ષતિગ્રસ્ત કરે છે. જમીન ઉપર સુવાથી એક સીધમાં રહેવાને કારણે તે યોગ્ય રીતે જોડાય છે અને જલ્દી રીકવરી કરે છે.
મોટા ગાદલા ઉપર સુવાને કારણે મોટાભાગના લોકોને પીઠના દુ:ખાવાની સમસ્યા થવા લાગે છે. તેવામાં નીચે જમીન ઉપર સુવાની ટેવથી તમને પીઠના દુ:ખાવા માંથી હંમેશા માટે છુટકારો મળી જશે. જમીન પર સુવાથી કરોડરજ્જુનું હાડકું એકદમ સીધું રહે છે. જેથી શરીરમાં લોહીનો સંચાર યોગ્ય રીતે થતો રહે છે અને ધીમે ધીમે પીઠના દુ:ખાવા માંથી આરામ મળવા લાગે છે.
શરીરનું બ્લડપ્રેશર જમીન પર સૂવાથી પણ નિયંત્રિત થાય છે, કારણ કે જમીન પર સૂતી વખતે તમારા શરીરનું કૃત્રિમ શરીર સારું અને સીધુ રહે છે, જેથી રક્ત પરિભ્રમણમાં કોઈ સમસ્યા આવતી નથી.
જમીન પર સૂતી વખતે શરીર સંપૂર્ણ અને સંતુલિત અવસ્થામાં રહે છે, જેથી થાક પણ જલ્દી ઉતરી જાય છે. જ્યારે જમીન પર સૂતા હો ત્યારે, ગળા, કમર, ખભા સાચી મુદ્રામાં રહે છે, જેથી થાક જલ્દીથી શમી જાય છે. જમીન પર ઓશિકા વગર સૂવાથી શ્વાસ લેવામાં થતી મુશ્કેલી ઓછી થઈ શકે છે.જમીન પર સૂવું એ શ્વાસના દર્દી માટે ફાયદાકારક છે.
શરીરનું ઉંચુ તાપમાન એ સૌથી સામાન્ય સમસ્યા છે જેનો વારંવાર લોકો સૂતા સમયે અનુભવે છે.આ એટલા માટે થાય છે કે કારણ કે શરીરમાંથી નીકળતી ગરમી ગાદલા અને ધાબળા વચ્ચે ફસાઈ જાય છે,જેના કારણે ગાદલાની સપાટી ગરમ થઈ શકે છે.પરિણામે ગરમીનો અનુભવ કરી શકો છો. આવી સ્થિતિમાં તમને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.તેનાથી વિપરિત જ્યારે તમે જમીન પર સૂતા હો ત્યારે શરીરમાંથી બહાર નીકળતી ગરમી જમીન દ્વારા સરળતાથી શોષાય છે.આનો અર્થ એ કે આ સમયગાળા દરમિયાન સારી ઊંઘ આવે છે.
જે લોકો જમીન પર સુવે છે તેમને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા ઓછી થાય છે.જ્યારે જમીન પર સૂતા હો ત્યારે સ્નાયુઓને આરામ કરવાનો યોગ્ય સમય મળે છે. તેમજ મગજ પણ શાંત રહે છે.આ તમારી હીલિંગ સિસ્ટમને સારી રીતે કાર્ય કરવા માટે ઉત્તેજીત કરે છે.