પેટના કૃમિ થી પરેશાન હોય તો, જરૂર અપનાવો આ ઉપાય, માત્ર 1દિવસ માં મળમાર્ગે નીકળી જાશે બહાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સહજ અથવા સ્વાભાવિક કૃમિઓ, કે જે જન્મથી જ શરીરમાં ઉત્પન્ન થાય છે. અને તે અવૈકારિક એટલે કે કોઈ વિકાર ઉત્પન્ન ન કરનારા હોય છે. તે પાચન તથા શરીરની ધાતુ પ્રક્રિયામાં સહાયક બને છે. બીજા પ્રકારના કૃમિઓ જન્મોતરકાળજ ગણાવાય છે, જે કૃમિઓ મળના, કફના, લોહીના-રક્તજ  ને પરસેવા વગેરેથી થતા બાહ્ય કૃમિઓ ગણાવાય છે. અને તેનાથી ઉત્પન્ન થતી વિકૃતિ મળની, કફની, લોહીની અને પરસેવા જેવા બહિર્મળોની ગણાવાય છે.

કૃમિ થવા પાછળ સ્વચ્છતાનો અભાવ મુખ્ય ભાગ ભજવે છે. ગંદકીમાં રહેવું. મળત્યાગ બરાબર હાથ ન ધોવા, ઉઘાડા પગે ચાલવું, ગંદા વાસણોમાં રાંધવું, માટીમાંરમવું અથવા માટી ખાવી, દુષિત પાણી પીવું, શાકભાજીનો ધોયા વગર ઉપયોગ કરવાથી પેટમાં કૃમિ ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં સફાઈ અતિ આવશ્યક છે.

જઠર, નાનુ આંતરડું, યકૃત, મોટું આંતરડું અને મળાશય માં આંત્રકૃમિને કારણે પેઢુમાં દુખાવો, નબળાઈ, ઝાડા, ભૂખ મરી જવી, વજનમાં ઘટાડો, ઉલ્ટી, એનીમીયા, વિટામિન બી 12, લોહ જેવા ખનીજો, ચરબી અને પ્રોટિનની ઉણપો સાથેનું કુપોષણ થાય છે. પિનવર્મના ચેપમાં ગુદા અને યોનિની આસપાસ ખંજવાળ, ઉંઘવામાં મુશ્કેલી, પથારીમાં પેશાબ અને પેઢુમાં દુખાવો જોવા મળે છે.

કૃમિઓને લીધે રક્તાલ્પતા ઉત્પન્ન થવાથી શરીરનો રંગ ફિક્કો પડી જાય છે. શ્યામ વર્ણી વ્યક્તિનો રંગ વધારે શ્યામ બની જાય છે. શરીરમાં ધીમો તાવ, પેટમાં ગડબડ, અવારનવાર પેટમાં ધીમો કે તીવ્ર દુખાવો, પેટ ફૂલી જવું, ગેસ, ભૂખની અનિયમિતતા, મોટા ભાગે રાતના ટાઈમે બેચેની, ઊંઘ ન આવવી, ઠંડી જગ્યાએ સૂવાની ઈચ્છા, મોઢામાંથી લાળ ટપકવી, ઊંઘમાં દાંત કચકચાવવા, ગળી ચીજો ખાવાની વધારે ઈચ્છા થવી, ખાટા ઓડકાર, અવારનવાર ઝાડા થવા, મળમાં દુર્ગંધ, ઊબકા, ઊલટીઓ, પેટ તથા છાતીમાં દાઝરો થવો વગેરે કૃમિના લક્ષણો દર્શાવ્યા છે. જ્યારે કૃમિ પેટમાં-આંતરડામાં પોતાનો પ્રકોપ દેખાડે છે.  ત્યારે પેટમાં વાયુ વધી જવો અને તેને લીધે બેચેની, હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવા, ઊબકા આવવા, ખાવાની અરુચિ થવી અને અતિસાર પણ થાય છે.

કૃમિ મટાડવાના ઉપાય:

પપૈયા બીજ અને અજમો. પપૈયાના બીજને સારી રીતે સૂકવી લેવા. ચાર થી પાંચ પપૈયાના બીજ અને એટલો જ અજમો ભેગા વાટી નાખીને સવારે ઊકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવા. રાત્રે પણ આ પ્રમાણે બીજી માત્રા લેવી. ૧૦ થી ૧૫ દિવસ આ પ્રયોગ કરવાથી પેટના કૃમિઓનો નાશ થાય છે અને પેટ હલકુફૂલ બની પાચનતંત્રને એકદમ સુધારે છે.

 

દાડમની સૂકી છાલનો ઉકાળો તલના તેલ સાથે થોડા દિવસ પીવાથી કૃમિઓના જાળા પડી જાય છે. થોડો ગોળ ખવરાવ્યા પછી, પારસીક અજવાયન ચૂર્ણને પાણીમાં નાખી પીવામાં આવે તો કૃમિઓનો નાશ થાય છે.

વાવડીંગ સૂંઠ, મરી અને પીપરનું સમભાગે કરેલું ચૂર્ણ આપવાથી કૃમિઓનો નાશ થાય છે. ઈન્દ્રજવ, પિત્તપાપડો, કાંચકા, અજમો, વાવડીંગ, દાડમની છાલ. આ બધા ઔષધો સરખા વજને લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી અડધી ચમચીની માત્રામાં સવારે અને રાત્રે લેવાથી કૃમિઓનો નાશ થાય છે. આ ઉપરાંત કૃમિઘ્ન ચૂર્ણ, કૃમિકુઠાર રસ, વિડંગારિષ્ટ, ભલ્લાતકાદિ ચૂર્ણ વગેરે તૈયાર ઔષધો પણ વાપરવાથી કૃમિનો નાશ થાય છે.

કૃમિ રોગ થયો હોય ત્યારે આહાર માં જૂના ચોખા, મગ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, સાબુદાણા, કારેલા, પરવળ, કંકોડા, દૂધી, ગુવાર, રીંગણ, ભીંડો, તાજી મોળી છાશ, દહીં, દૂધ, જાંબુ, દાડમ, લીંબુ, ચીકુ, કેળા, પપૈયુ, સફરજન, અનાનસ, કેરી વગેરે લઈ શકાય.

કૃમિ રોગ થયો હોય ત્યારે મેંદાની અને ચણાની ચીજો, તેલની બનાવટો, માવાની ચીજો, ગોળની બનાવટો, અડદ, મઠ, પાંદડાવાળી ભાજીઓ, કંદમૂળ, કાકડી, કોળું, મધ, માંસ, મચ્છી તથા વિરુદ્ધ આહાર દ્વવ્યો, ખુલ્લા, વાસી અને ઠંડા આહાર દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં.

ખુલ્લા પગે ચાલવું તથા હાથ ધોયા વગર કંઈ પણ ખાવું એ પણ કૃમિવાળા માટે અપથ્ય છે. વાવડીંગનું એક સંસ્કૃત નામ છે. કૃમિઘ્ન એટલે કે વાવડીંગ કૃમિનો નાશ કરે છે. એક થી બે ચમચી જેટલું વાવડીંગનું ચૂર્ણ એકથી બે ચમચી ગરમાળાના ગોળ સાથે એક કપ જેટલા પાણીમાં ઊકાળીને ઠંડું પાડી રોજ રાત્રે એકાદ અઠવાડિયું પીવાથી તમામ પ્રકારના કૃમિનો નાશ થાય છે.

સુંઠ, મરી, લીંડી પીપર, લસણ, ખાખરા ના બીજ, ગરમાળા નો ગર્ભ, કંપીલક ના ફળ નું ચૂર્ણ, ત્રિફલા નું ચૂર્ણ જેવા અનેક ઔષધો આયુર્વેદે કૃમિ અને તેનાથી થતા હાર્ટ એટેક જેવા ગંભીર રોગો મટાડવા માટે આપ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top