શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને?

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હિન્દૂ ધર્મમાં ઘણી એવી ચીજોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર ચીજૉમાંનું એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે.

હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર તેને ઈન્સાનોના ઉધ્ધાર માટે મોકલ્યો છે. એવું તો ભાગ્યે જ કોઈક હશે જેઓના ઘરમાં તુલસી નો છોડ ન હોય. આ છોડ એક પવિત્ર છોડ છે. જો તમે તમારા ઘરમાં તુસલીનો છોડ લગાવો છો. તો તમારા ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઇ જાશે. એવું માનવામાં આવે છે કે તુલસીના પાન પર રોજ જળ દેવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

હિન્દૂ ધર્મના આધારે તુલસીના છોડને માતા લક્ષ્મીનું રૂપ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. ક્યારેય પણ તેઓના જીવનમાં તેઓને ધનની કમી નથી આવતી. માનવામાં આવૅ છે કે તુલસીના છોડને માત્ર સ્પર્શ કરવાથી ઇન્સાન પવિત્ર થઇ જાય છે.

જે જગ્યા પર તુલસીનો છોડ રાખેલો હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. સાથે જ ઘરના આંગણામાં તુલસીના છોડને રાખવાથી દરેક નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો વાસ થાય છે. તુલસીના છોડ વિશેની અમુક મહત્વપૂર્ણ વાતો આપણા ધર્મ શાસ્ત્રોમાં બતાવામાં આવેલી છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. ઘણા લોકો આ છોડ પોતાના ઘરમાં તો લગાવી લે પણ તેની સારી રીતે સંભાળ નથી કરી શકતા.

તુલસી દરેક લોકોના ઘરમાં જોવા મળે છે. તુલસીના ઘણા સ્વાસ્થ્ય ને લગતા ફાયદા પણ રહેલા છે. તુલસી એક નેચરલ એર પ્યોરિફાયર છે. આ છોડ 24 માંથી લગભગ 12 કલાક ઓક્સિજન છોડે છે. વનસ્પતિશાસ્ત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કાર્બન મોનોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ઝેરીલા ગેસને પણ શોષી લે છે. તુલસીના છોડથી ઘરમાં શાંતિ રહે છે અને મગજ પણ શાંત રહે છે.

તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને ઓછું કરે છે. તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ છોડે છે, જેનાથી સૂર્યના નુકસાનકારક કિરણોથી બચાવ થાય છે. તુલસીમાંથી યુજેનોલ નામનો કાર્બનિક યોગિક પેદા થાય છે જે મચ્છર, માખી અને કીડા ભગાવવાનું કામ કરે છે. સમય-સમય પર તેને પાણી નથી આપતા, જેને લીધે છોડ સુકાવા લાગે છે. તુલસીના પાન કાળા પડવા લાગે છે. તુલસીના છોડ સાથે જોડાયેલા અમુક ખાસ નિયમો પણ છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ.

ગરુડ પુરાણ પ્રમાણે તુલસીનો છોડ વાવવાથી, તેને સિંચવાથી તથા ધ્યાન, સ્પર્શ અને ગુણગાન કરવાથી મનુષ્યના પૂર્વજન્મના પાપ સમાપ્ત થઈ જાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડમાં લખ્યું છે કે મૃત્યુના સમયે જે તુલસી પાનની સાથે જળ પીવે છે તે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. આયુર્વેદિક સ્વરૂપે પણ તુલસીનો છોડ ખુબ જ ઉપીયોગી છે.જેમ જે શરદી-ઉધરસ માટે,દસ્ત થાવા પર,શ્વાશની દુર્ગંધને દૂર કરવા માટે, ઇજા થાવા પર, ચેહરાની ચમક માટે,કેન્સર જેવી બીમારીના ઈલાજ વગેરેમાં તુલસીના પાન ખુબ ફાયદેમંદ રહે છે.

આ છે તુલસીના છોડના અમુક ખાસ નિયમ:

ભૂલથી પણ તુલસીને રવિવાર, એકાદશી અને સૂર્ય કે ચન્દ્ર ગ્રહણના દિવસે સ્પર્શવું ન જોઈએ. સાથે જ સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવું ન જોઈએ. તુસલીના છોડ પર હર રોજ સાંજે ઘી નો દીવો જરૂર કરવો જોઈએ.

જો કોઈ કારણોને લીધે છોડ સુકાઈ જાય છે તો તેને ફેંકવાની જગ્યાએ તેને નદીમાં પધરાવી દો. અને તેની જગ્યા પર નવો છોડ લગાવી દો. ઘરમાં સુકાયેલા તુલસીના છોડને રાખવું અશુભ માનવામાં આવે છે. આવું થવા પર ઘરમાં કોઈ મોટું સંકટ આવી શકે છે. ધર્મશાસ્ત્રો અનુસાર તુલસીના પાનને ભગવાન શિવ અને ભગવાન ગણેશને અર્પણ કરવું ન જોઈએ. તુલસીના પાનને ક્યારેય ચાવવા ન જોઈએ, એક જ વાર માં પુરા ગળે ઉતારી દેવા જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top