વર્ષો જૂના હરસ મસાની અસહનીય તકલીફને જડમૂળમાંથી દુર કરવા 100% અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હરસ-મસા એવી બીમારી છે, જેમાં મહિલાઓ હોય કે પુરુષ સંકોચ અનુભવે છે. અત્યારના ખાણી પીણીના કારણે હરસ-મસાની સમસ્યા થાય છે. પાઇલ્સ એટલે કે હરસ-મસા બે પ્રકારના હોય છે, એક લોહીયાળ અને બીજા મસ્સાવાળા છે. લોહીયાળ પાઇલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી નીકળે છે. તથા મસ્સાવાળા ભાગમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે.

હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઇ થોડી સાકર મેળવી ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસની  તકલીફમાંથી મુક્ત થવાય છે. હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે ભાગે લઈ તેમા  થોડી સાકર મેળવીને ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે.

ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખૂબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. તલ વાટી માખણમાં ભેળવીને ખાવાથી હરસ-મસા મટે છે.

બરફના શેક દ્વારા હરસના દુ:ખાવામાં તાત્કાલિક રાહત મળે છે. તેના માટે બરફનો એક ટુકડો લો અને દુ:ખાવા વળી જગ્યા ઉપર તેને થોડી વાર દબાવીને રાખો. બરફની ઠંડકને કારણે દુ:ખાવામાં આરામ મળશે. દિવસમાં ૪-૫ વખત આવી રીતે શેક કરવાથી હરસ કે મસ્સાનો સોજો ઓછો થઇ જાય છે અને તે ઠીક થવા લાગે છે.

હરસ કે મસ્સાને દુર કરવા માટે છાશ ઘણી ફાયદાકારક હોય છે. તેના માટે લગભગ બે લીટર છાશ લઇને તેમાં ૫૦ ગ્રામ વાટેલું જીરું અને સ્વાદમુજબ મીઠું ભેળવી દો. તરસ લાગે તો પાણીને બદલે છાશ પીવો. ચાર દિવસ સુધી એમ કરવાથી મસા  ઠીક થઇ જશે. તે ઉપરાંત દરરોજ દહીં ખાવાથી હરસ થવાની શક્યતા ઓછી થાય છે. અને હરસમાં ફાયદો પણ થાય છે.

કોકમનાં ફૂલનું ચૂર્ણ દહીંની મલાઈ સાથે મેળવી, જરાક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. જીરાને શેકીને તેમાં સરખે ભાગે કાળાં મરી તથા સિંધવ મેળવીને ચૂર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી હરસ-મસા મટે છે. હરસ-મસા માં રાહત મેળવવા માટે સૂકી દ્રાક્ષ લાભદાયી છે. તેને ઉપયોગમાં લેવામાં રોજ રાત્રે 100 ગ્રામ સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પાણીમાં મસળી લો અને રોજ તેનું સેવન કરો.

ઈસબગુલની ભૂકીમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધુ હોય છે એટલા માટે તે મળ નરમ બનાવે છે, જેનાથી હરસને કારણે થતો દુ:ખાવો ઓછો થઇ જાય છે. તેનાથી થોડે અંશે પેટ પણ સાફ રહે છે અને મસ્સા વધુ દુ:ખાવો પણ નથી કરતા. દિવસમાં એક કે બે ચમચી ઈસબગુલની ભૂકી ને દૂધ કે પાણી સાથે લેવામાં આવે તો આરામ મળે છે.

હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, ગાયના ઘીમાં પીસી, હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે. મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઈ જાય છે. અરીઠાના ફોફા ને વાટી આગ ઉપર સળગાવી કોલસો બનાવો પછી તેમાં કાથો ઉમેરીને તેનું ચૂરણ બનાવવું, એક ગ્રામ નો પણ ચોથો જો માખણ કે દૂધ ની તર સાથે સવારે અને સાંજે આરોગવામાં આવે તો થયેલ ઘા ની તકલીફ માંથી મુક્તિ મળે છે.

મૂળા ને અધ-વચ્ચે થી કાપી તેમાં કપૂર, રસોત, ચાક્સુ અને લીમડાના ફૂલનો દસ-દસ ગ્રામ જેટલો પાવડર બનાવીને ભરી લો પછી તેને કપડામાં બાંધી ધૂળ લગાવી શેકો. થોડી વર પછી તેને સાફ કરી છુંદી નાખો અને તેની નાની-નાની ગોળી બનાવી એક અઠવાડિયા સુધી રોજે-રોજ ભૂખ્યા પેટે પાણી સાથે આરોગવા માં આવે તો હરસ માટી જાય છે.

એક મોટા લીંબુના બે ટુકડા કરી બંને પર કાથો ભભરાવો. પછી બંને ટુકડા એકબીજા સાથે દબાવીને આખી રાત મૂકી રાખવા.  એ ટુકડા આખો દિવસ ચૂસતા રહેવું. થોડા દિવસ નિયમિન પ્રયોગ કરવાથી લોહી પડતા હરસ મટે છે. સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી હરડેનું ચૂર્ણ લેવાથી પણ હરસ મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top