ગોનોરિયા રોગ એક ગંભીર બીમારી હોય છે. આ જો કોઈને થઈ જાય, તો તે માણસ બેચેન થઈ જાય છે. આ રોગ યૌન સંબંધી સમસ્યાઓ પેદા કરે છે. માટે તેનાથી બચવાની જરૂર છે. કોઈ પણ યૌન સક્રિય વ્યક્તિમાં ગોનોરિયાની બીમારી જોવા મળી શકે છે. અસલામત સંબંધ બાંધવાથી આ યૌન રોગ થઈ શકે છે.
વેશ્યા અથવા એવી હલકી સ્ત્રીઓ સાથેનો સહચાર, દરેક પ્રકારનાં અપ્રાકૃતિક મૈથુનની કુટેવ, બેઠાડુંપણું, ઊંઘણશીપણું કે આળસપણું રાખવું, અનિયમિત ખોરાક, ઉષ્ણ ખોરાક, હોટેલ વગેરેના ખોરાક લેવાથી આ બધા કારણો ગોનોરીયાને ઉત્પન્ન કરે છે. મુખ્ય કારણ તો દોષવાળા સ્ત્રીપુરુષનું સહગમન હોય છે. બીજા કારણથી થતો ગોનોરિયા બહું ઉપદ્રવ ન કરતાં સ્વયં શમી જાય છે.
પેશાબમાં બળતરા થાય છે, પેશાબ ઓછો આવે, કબજીઆત વારંવાર થઈ જાય છે, હાથ પગનાં સાંધાઓ અકડાય છે, વૃષ્ણમાં સોજો, રક્તસ્ત્રાવ થાય છે, આંખો બગડે છે, દષ્ટિશક્તિ નિર્બળ બને છે, શરીરમાં ચાંદાં, ફોલ્લાં થાય છે, તાવ, બેચેની, દાહ, બળતરા, વગેરે લક્ષણો ગોનોરીયામાં દેખાય છે. સ્ત્રીઓને આ દર્દ થાય છે ત્યારે એના મૂત્રમાર્ગમાં આ ચેપ તીવ્ર પ્રગતિ કરી, છેક ગર્ભાશય સુધી પહોંચી જાય છે અને પરિણામે પરમાના વ્યાધિવાળી સ્ત્રીને બાળકો થતાં નથી, અને કદાચ થાય તો જીવતાં નથી.
બાળક માટે પણ ખતરનાક છે. જો આપને આ બીમારી છે, તો પ્રસૂતિ દરમિયાન બાળકને પણ લાગી શકે છે. ઘણા પુરુષોમાં ગોનોરિયાના કોઈ લક્ષણ નથી દેખાતા. કેટલાક પુરુષોમાં ચેપ બાદ બે થી પાંચ દિવસોની અંદર કેટલાક સંકેતો કે લક્ષણો જોવા મળે છે. ઓરલ સેક્સ બિલ્કુલ પણ સેફ નથી. આ આપના આરોગ્ય માટે હાનિકારક હોય છે, આપે દેશી રહીને અને દેશી સંભોગ અપનાવવો જોઇએ.
શુદ્ધ કરેલી ફટકડી, ચંદનનું ચૂર્ણ અને સોનાગેરું સરખે ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવું, સવાર-સાંજ આનીભાર ચૂર્ણ ઠંડા પાણી સાથે લેવું. શુદ્ધ શિલાજીત આ દર્દમાં સારું કામ આપે છે. રાળનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૧ થી ૩ વાલ જેટલું પાણી સાથે દિવસમાં બે વખત લેવું.
તકમરિયાં, સુરોખાર અને પાષાણભેદ સરખે ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવું. સવારસાંજ પા થી અડધો તોલો ચૂર્ણ પતાસાંવાળા પાણી સાથે ભેળવીને પીવું. આનાથી મૂત્રમાર્ગ સ્વચ્છ થશે. ઈદ્રિય ઉપર સોજો હોય તો ત્રિફળાચૂર્ણ રૂમાલપર લગાવીને તેના ગરમાગરમ પોતો મૂકવાં.
કોઈપણ પ્રકારના ગરમ ઉત્તેજક પદાર્થો શાક, હીંગ, ગોળ મરચાં, તળેલા અને બજારૂ પદાર્થો, કોફી, કોકો વગેરે પદાર્થો બિલકુલ ન લેવા. કમોદના ચોખા, રાતા ચોખા, મગ, તુવેર, કળથી, જવ, ઘઉં, કાકડી, ભાજી, કેળાં, જાંબુ, દૂધ વાળા સાત્વિક પદાર્થો હિતકારક હોય છે. તેલ કરતાં ધીનો ઉપયોગ કરવો લાભદાયી રહે છે.
શ્વેત ચંદન, વંશલોચન, સોનાગેરૂ, ધોળો કાથો, રેવંચીની લાકડી, ચણકબાબ, એલચીનાં બીજ, કમળ-કાકડી, આમળાં, રાળ, શંખજીરું, ગંધાબેરજાનું સત્ત્વ, ગળોસત્વ, જવાખાર, સુરોખાર આ સોળ વસ્તુઓ સમાન ભાગે લઈ ચૂર્ણ તૈયાર કરવું, આ ચૂર્ણ સવારસાંજ પા પા તોલો દૂધ અથવા લસ્સી સાથે ઉપયોગમાં લેવું.
કાકડીનાં બી વાટી લગભગ બે આનીભાર પાણીમાં ભેળવીને પીવા. હરડાં, બેડાં, આમળાં, ગરમાળો અને કાળી દ્રાક્ષ ને ભેળવીને ઉકાળો બનાવવો, આ ઉકાળો મધ નાખી તેને દિવસમાં બે વખત પીવો. લીંમડાની તાજી ગળો પાંચ તોલા લઈ ૨૦ તોલા પાણીમાં રાત્રે પલાળવી. ગળોના નાના કટકા કરી નાખવા. સવારે ચાળીને આ પાણીમાં પાંચ તોલા મધ મેળવવું. દાતણ-સ્નાન કર્યા પછી આ પાણી પીવું આથી પેશાબની બળતરા અવશ્ય બંધ થશે.
શિલાજીત, નાની એલચી, ધોળો કાથો, વંશલોચન, બેરજાનું સત્વ, ગળાનું સત્વ, રાળ, ગોખરું, ધોળી મુસળી, સાલમમિસરી, ચણકબાબ, પાષાણભેદ અને ચંદનનું ચૂર્ણ સરખે ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી સુખડનાં તેલમાં ગોળી વાળવા જેવું ઘટ્ટ મિશ્રણ બનાવીને તેની ગોળીઓ વાળવી. બબ્બે ગોળી સવારસાંજ સાકરવાળા ગાયના દૂધ સાથે લેવી. આનાથી નવો અથવા જૂનો બંને પ્રકારનો ગોનોરિયા મટે છે.