Breaking News

મહિલાઓ માં વધી રહેલ ગર્ભાશય માં ગાંઠ અને રસોળી ના 100% અસરકારક ઘરેલુ આયુર્વેદિક ઉપચાર, જરૂર જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી. ગર્ભાશયમાં થતી ગાંઠ જેને ફાઈબ્રોઈડ પણ કહે છે. મહિલાઓમાં આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે.

જેમાં મહિલાના ગર્ભાશયમાં કોઈ માંસપેશીમાં અસામાન્ય રૂપથી વધુ વિકસિત થઈ જાય છે અને ધીરે-ધીરે ગાંઠનું સ્વરૂપ લઈ લે છે. આ એક પ્રકારનો ટ્યૂમર છે. મહિલાના ગર્ભાશયમાં થતી આ ગાંઠ વટાણાના આકારથી લઈને ક્રિકેટના બોલ જેટલી મોટી હોઈ શકે છે. મુખ્યત્વે ગર્ભાશયમાં ગાંઠ થવાના લક્ષણ એ છે કે માસિક દરમ્યાન સામાન્યથી વધુ બ્લીડિંગ. જાતીય સંબંધ વખતે તેજ દર્દ. જાતીય સંબંધી વખતે યોનિમાંથી લોહી નીકળવું. માસિક બાદ પણ બ્લીડિંગ થવું.

ગર્ભાશયમાં બનતી ગાંઠને કારણે એગ્સ અને સ્પર્મ મળી શકતા નથી, જેના કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા થાય છે. આનુવંશિક, સ્થૂળતા, શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનની માત્રા વધવા પર અને લાંબા સમય સુધી બાળક ન લાવવાને કારણે આવું થઈ શકે છે. જે મહિલાઓના લગ્ન 35-40 ની ઉંમર બાદ થાય છે તેમને આ સમસ્યાઓ થવાનો ખતરો વધુ હોય છે.

ફાઈબ્રોઈડના ઈલાજ માટે પહેલાં સર્જરી કરવામાં આવતી હતી, જેનો ઘા રૂઝાવામાં પણ સમય લાગતો હતો પણ હવે દૂરબીનથી તેનો ઉપચાર કરવામાં સ્કિન પર કોઈ ડાઘ પણ રહેતા નથી. લેપ્રોસ્કોપી ટ્રીટમેન્ટથી ફાઈબ્રોઈડની સર્જરી માટે વરદાન છે. જોકે ફાઈબ્રોઈડની ગાંઠ કેન્સેરિયસ નથી હોતી જેથી તેનો સરળતાથી ઉપચાર સંભવ છે.

સામાન્ય રીતે ફાઈબ્રોઈડ ધરાવતી સ્ત્રીમાં જ્યાં સુધી માસિકધર્મ ચાલુ રહે છે ત્યાં સુધી તેને ગર્ભાશયમાં ધીમી ગતિથી વિક્સિત થતી રહે છે. તેની સાઈઝમાં ખુબ ભિન્નતા જોવા મળે છે, એ ખુબ નાની પણ હોઈ શકે તેમજ આખા ગર્ભાશયને સમાવી લે એટલી મોટી પણ હોઈ શકે. એટલે કે નાના વટાણાથી માંડીને મોટા ઓરેન્જ સુધીની ગમે તેટલા માપની હોઈ શકે છે.

હા એટલું જરૂર જાણી શકાયું છે કે સ્ત્રીના પ્રજનન તંત્ર માટે કાર્યક્ષમ બે અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પૈકી ઇસ્ટ્રોજન ના પ્રમાણ માં થતી વધઘટ ક્યાંક ને ક્યાંક ની વૃદ્ધિ થવા માટે કારણભૂત છે. ઘણાખરા કિસ્સામાં ફાઈબ્રોઈડ હોવાની જાણ એ સ્ત્રીને થતી હોતી નથી, કારણકે એના કોઈ ચોક્કસ લક્ષણો જોવા મળતા નથી હોતા.

અમુક કિસ્સામાં જો કોઈ સ્ત્રીને ફાઈબ્રોઈડ થયેલ હોય અને તે ગર્ભવતી થાય તો એ ફાઈબ્રોઈડની સાઈઝ માં વધારો થતો હોય છે એની ગર્ભાવસ્થા દરમિયાન, પરંતુ ફરી બાળકના જન્મ બાદ વધેલી સાઈઝ પછી ઘટતી જોવા મળે છે. એ જ રીતે મેનોપોઝ અવસ્થા દરમિયાન જયારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે એ સમયગાળામાં સામાન્ય રીતે નવી ફાઈબ્રોઈડ થતી નથી અને જે થયેલ હોય એની સાઈઝમાં પણ ઘટાડો જોવા મળે છે.

આમતો ફાઈબ્રોઈડ નો કોઈ ચોક્કસ ઈલાજ શક્ય નથી બન્યો. ઉપરાંત, ફાઈબ્રોઈડની વૃદ્ધિને કાબુમાં રાખવા માટે અપાતી અન્તઃસ્ત્રવોની દવાઓ પણ લાંબા ગાળે અલગ અલગ આડઅસરો આપી શકે છે. આવી સ્થિતિમાં સર્જરી જ એનો રહ્યોસહ્યો ઉપાય બની રહેતો હોય છે.
એવા કિસ્સામાં ગર્ભાશય ને જ કઢાવી નાખવું(જો અનુકુળ હોય તો) એવો નિર્ણય આજ કાલ ખુબ સહેલાઈથી લેવાતો થઇ ગયો છે. જે મારા મતે ઉતાવળિયો તેમજ ગેરવ્યાજબી છે. ગર્ભાશયમાં ગાંઠની લીધે અંડાય અને શુક્રાણુ નિષેચન નહિ હોવાના કારણે જોખમ વધવાનું સમસ્યા થાય છે અને આનુવંશિક મોટાપો પણ એક કારણ થઈ શકે છે.

માસિક સ્ત્રવમાં ભારે રક્તનો સ્રાવ અનિયમિત માસિક ચક્ર, પેટના નીચેના ભાગમાં દર્દ થવું. ખાનગી ભાગમાંથી રક્તસ્રાવ આવવો એનિમિયા કમજોર મહેસૂસ કરવું. અને આ ઉપરાંત જો ખાનગી ભાગમાંથી બદબુદા સ્રાવ, અથવા વારંવાર પેશાબ ધીરે ધીરે આવવો. જો શરીરમાં આવા લક્ષણો દેખાય છે તો પછી રસોલી ના ચિહ્નો છે.

પાણી પીવો અને દિવસ માં કસરતચક્ર ઉમેરો. તો મહિલા આ સમસ્યાથી બચી શકે છે. અને તેની સાથે યોગનો ખૂબ લાભ થશે. આહારમાં આ વસ્તુનું સેવન કરવાથી ગાંઠથી બચી શકીએ છીએ. આમળામાં એન્ટી ઑકિસડન્ટોથી ભરપુર પ્રમાણ હોય છે. આમળા ગર્ભાશય ની ગાંઠ માટે ખૂબજ ઉપયોગી હોય છે.અને આ માટે એક ચમચી આમળા પાવડર અને એક ચમચી મધ મિક્ષ કરીને સવારે ખાલી પેટ ખાવાથી ફાયદો થશે.

સામાન્ય રીતે 30થી 50 વર્ષની વયની મહિલાઓમાં ગર્ભાશયની ગાંઠની સમસ્યા જોવા મળે છે.સ્થૂળતા ધરાવતી મહિલાઓમાં આવી ગાંઠો બનવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે, કારણ કે તેમના શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધુ હોય છે. ક્યારેય ગર્ભવતી ન બની હોય તેવી મહિલાઓમાં પણ આવી ગાંઠો થવાની શક્યતા વધી જાય છે. ગાંઠ તેમના કદના આધારે વટાણા જેવડીથી લઈને તરબૂચ સુધી મોટી થતી હોય છે. દેખીતી રીતે જેટલી મોટી ગાંઠ, એટલી જ વધારે તકલીફદાયક હોય છે.

નિયમિત રીતે તબીબી તપાસ કરાવવાથી પ્રાથમિક તબક્કે જ નિદાન થઈ જતા ઇલાજના બધા જ ઉપાયો ઉપલબ્ધ થઈ જતા હોય છે.
ઉપચારના બે પ્રકાર હોઈ શકે છે. દવાથી અને સર્જિકલ એટલે કે ઑપરેશનથી જ્યારે મહિલાઓ વધુ રક્તસ્ત્રાવની તકલીફ ભોગવી રહી હોય ત્યારે સૌપ્રથમ એનિમિયાની સારવાર કરાવવી પડે છે. અમુક સમયે રક્તસ્ત્રાવ ઓછો થવાની દવાથી ફાયદો થઈ જતો હોય છે. પણ મોટા ભાગે હોર્મોનસ ની દવાઓ આપવાની જરૂર પડતી હોય છે.

કેટલાક દર્દીઓમાં પરિસ્થિતિ અનુસાર હોર્મોનની દવા આપી શકાતી નથી. આવા સમયે ઑપરેશન એકમાત્ર ઉપાય હોય છે. જ્યારે ઑપરેશન કરવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે માત્ર ગાંઠ કાઢી નાખવી અથવા આખું ગર્ભાશય કાઢી નાખવું એમ બે વિકલ્પો હોય છે. જ્યારે મહિલાને હજુ ગર્ભધારણ કરવાની ઇચ્છા હોય તો માત્ર ગાંઠ કાઢી નાખવાનો વિકલ્પ રહે છે.

ગર્ભાશયની ગાંઠોને લગતી તકલીફ ખૂબ સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળતી હોય છે અને નિયમિત તપાસ કરાવતા રહી, સમયસર નિદાન કરાવી લઈ તેનું નિવારણ આસાનીથી કરી શકાય છે જેના માટે વિકલ્પો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!