કોઈ પણ રીતે દાજી જવાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર, ડાઘ પડ્યા વગર 5 મિનિટ માં મળી જશે રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતીય ઘરોમાં સામાન્ય રીતે મહિલાઓ જ રસોડામાં જમવાનું બનાવે છે. તેવામાં અનેક પ્રસંગે રસોઈ કરતી વખતે કઢાઈનું તેલ ઉડીને તેમના હાથ ઉપર પડે છે કે પછી ગરમ કૂકર ભૂલથી સ્પર્શી જાય છે. તેવામાં હાથ દાઝી જાય છે અને દાઝવાનાં નિશાન બહુ વધારે પડી જાય છે.

દાઝવાથી ચામડીને કેટલું નુકશાન થયું છે તેના ઉપર ઇલાજનો આધાર છે. જો ફક્ત ઉપરની ચામડી ઉપર થોડું જ દાઝેલ છે તો બે ત્રણ દિવસ બળતરા થઈને સારું થઇ જાય છે. થોડું વધુ દાઝેલ હોય તો ફરફોલા થઇ જાય છે જે દુખાવો કરે છે. સારું થવામાં એક બે અઢવાડિયા થઇ શકે છે દાઝવાનું નિશાન પણ થઇ શકે છે.

દાઝવા ઉપર ઘરેલુ ઉપચાર કરવાથી બળતરા, દુખાવો, ફરફોલા બનવા અને નિશાન બનવા થી બચી શકાય છે. જો તમારા ઘરમાં કોઈ માણસ દાઝી જાય ભલે દૂધથી દાઝી ગયું હોય કે રસોઈ ગેસથી, તો સૌથી પહેલા તેને ફરફોલા ન પડે તેનું ધ્યાન રાખવાનું. કેમ કે ફરફોલા પડી ગયા પછી કોમ્પલીકેશન ખૂબ જ વધારે વધી જાય છે.

વ્યક્તિ જ્યારે દાઝી જાય ત્યારે તેને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. જેમકે દાઝ્યાની જગ્યા પર ફોલ્લા થવા કે ત્વચા પર ડાઘ પડી જવા. દાઝવાની દુર્ઘટના બને ત્યારે સૌથી પહેલા સારવાર કરાવવી જરૂરી હોય છે. પરંતુ નાના-મોટા ઘા કે દાઝ્યાની ઘટના બને ત્યારે ઘરે પ્રાથમિક ઈલાજ કરીને પણ દાઝ્યાના ડાઘ દૂર કરી શકાય છે. આ ઉપાયોથી ત્વચાની બળતરા પણ ઝડપથી દૂર થઈ જાય છે.

પાણીમાં બરફના ટુકડા રાખી તેમાં દાઝેલા ભાગને રાખી દેવો. આમ કરવાથી ત્વચા પર નિશાન નહીં પડે. મીઠાંમાં પાણી ઉમેરી અને પેસ્ટ બનાવો, તેને ઘા પર લગાવી દો. આ ઉપાયથી ફોલ્લા નથી પડતાં. બટેટું કાપી અને દાઝેલા ભાગ પર લગાવી દેવું. ડુંગળીનો રસ લગાવવાથી પણ ત્વચા પર ફોલ્લા પડતાં નથી. હળદરની પેસ્ટ પણ દાઝેલી ત્વચા પર લગાવવાથી બળતરા ઝડપથી દૂર થાય છે.

બદામના તેલથી નિયમિત રીતે દાઝેલી ત્વચા પર માલિસ કરવી. આ ત્વચા પર બટેટાનો રસ લગાવવાથી લાભ થાય છે. નાળિયેરના તેલથી દાઝેલી ત્વચા પર માલિસ કરવાથી લાભ થાય છે. દાઝેલા ઘા ઉપર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે. દાઝેલા ઘા પર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.

દાઝેલા ઘા ઉપર પાકા કેળાંને બરાબર મસળી, ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ રાહત અને આરામ થાય છે. દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે તથા ફોલ્‍લા જખમ ઝડપથી રુઝાઈ જાય.ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે.

જખમ, ઘા, ગૂમડાં, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ-પાઉડરની જેમ ચાંદા પર લગાડવાથી દાહ, બળતરા મટે છે. દાઝેલા ઘા પર છૂંદેલો કાંદો તરત જ લગાડવાથી ઝડપથી રાહત થાય છે. ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝ્યા ઉપર સારું કામ કરે છે. દાઝ્યા ઉપર ફોલ્‍લા પડ્યા પહેલાં કાચા બટાટા લઈ પથ્‍થર પર લસોટી તેનો લેપ લગાવી દેવો. આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સમી જાય છે અને ફોલ્‍લા થતા નથી ને ડાઘ પડતા નથી. દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો.

વડનાં પાનને ગાયના ઘીમાં વાટીને બળેલા ભાગ ઉપર તેનો લેપ કરવાથી તરત બળતરા મટે છે. દાઝ્યા ઉપર કેરોસીન લગાડવાથી ઘણી રાહત થાય છે તથા જલદી રૂઝ આવે છે. દાઝ્યા ના ફોલ્લા ઉપર પ્રથમ છાશ રેડવી અથવા ઠંડું પણી રેડવું. કુંવારપઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા ઉપર લગાડતા રહેવો. આનાથી બળતરા ઓછી થાય છે અને જલદી રૂઝ આવે છે.

ટામેટામાં પ્રાકૃતિક બ્લીચિંગ ધરાવતા ગુણો હોય છે કે ડેડ સ્કિનને કાઢી સાફ ત્વચાને ઉપર લાવે છે. દાઝેલા સ્થાને ટામેટાનું જ્યૂસ લગાવો અને 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને ધોઈ નાંખો. એવું દિવસમાં બે વખત કરો તેનાથી વધારે ફાયદો જોવા મળશે. દિવસમાં અનેક વખત પોતાનાં નિશાન પર નાળિયેરનું તેલ લગાવો. તેનાથી પણ ડાઘા મટી જાય છે. માત્ર એક અઠવાડિયામાં આપને પોતાની જૂની ત્વચા પરત મળી જશે. દૂધમાં પ્રોટીન તેમજ કૅલ્શિયમ હોય છે કે જે દાઝેલી ત્વચાને તરત જ સાજી કરી દે છે. ઠંડા દૂધમાં કૉટન બૉલ નાંખી તેને અસરગ્રસ્ત સ્થાને લગાવો. 5 મિનિટ પછી ધોઈ નાંખો. આવુ દિવસમાં ત્રણ વખત કરો.

દાઝેલી ત્વચા પર એલોવેરા લગાવવાથી ઠંડક પહોંચે છે અને ડાઘા પણ હળવા પડે છે. એલોવેરાને સીધું જ દાઝેલી ત્વચા પર લગાવો. પછી તેને સૂકાવા દો અને પછી તેને ધોઈ નાંખો. આ વિધિ દિવસમાં ત્રણ વાર કરો. બેકિંગ સોડાથી ઇન્ફેક્શન દૂર થાય છે. તેમજ ડેડ સ્કિન દૂર થઈ સાફ ત્વચા ઉપસી આવે છે. 1 ચમચી બેકિંગ સોડામાં થોડુંક પાણી મેળવી પેસ્ટ બનાવો અને દાઝેલી ત્વચા પર લગાવો. સૂક્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો.

બળતરા કે ઘા માટે ટુથપેસ્ટ ઘણી અસરકારક છે. તેથી જયારે તમારો હાથ દાઝી જાય તો તરત ઘરના બાથરૂમમાં જાવ અને ટુથપેસ્ટને તે ઘા ઉપર લગાવી દેવી. તેનાથી તમને બળતરાની જગ્યાએ ઠંડકનો અનુભવ થવા લાગશે.

દાડમના બે ચાર પાંદડા લો અને તેને પથ્થરથી વાટી લો. પેસ્ટને દાઝેલા ભાગ ઉપર લગાવશો તો તમને ઘણો આરામ મળશે. દિવસમાં સતત બે થી ત્રણ વખત આમ કરવાથી તમારો ઘા જલ્દી સારો થઇ જશે. દાઝ્યાનો ઘા થઇ જાય તો ફુદીનાના પાંદડા વાટીને પેસ્ટ બનાવીને તમારા ઘા ઉપર લગાવી દેવી. તેનાથી થોડા જ દિવસમાં તમારો ઘા ઠીક થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top