ઉનાળામાં ઓઈલી સ્કીનને લીધે ખીલ થવાની સંભાવના ઘણી હોય છે. આવી સ્થિતિમાં તાડફળી(ગલેલી) નો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળવું એ ત્વચા માટે સૌથી મોટી સમસ્યાનું કારણ બને છે. તડકામાં જતાં જ ત્વચા પર બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ થવા લાગે છે.
અંગ્રેજીમાં ગલેલીને આઇસ એપલ કહે છે. એ ખૂબ જ ઠંડક આપનારું ગુણકારી ફળ છે એટલે જ કદાચ એને આ નામ આપ્યું હશે. એનું બીજું નામ પામ ફ્રૂટ છે. પહેલાંના સમયમાં જે વ્યક્તિને ચિકનપોક્સ એટલે કે અછબડા કે ઓરીનો પ્રોબ્લેમ હોય એ લોકો ગલેલી ખાતા અને તેમને આ રોગમાં ઘણો ફાયદો થતો. ગલેલી શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. વળી આ ઠંડક નેચરલ ઠંડક છે જે શરીરને ફાયદો કરે છે.
ગલેલી ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખે છે. ઉનાળાની ઋતુમાં આવા ઘણા બધાં ફળ જોવા મળે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે, અને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તે પારદર્શક અને વ્હાઇટ જેલી જેવી લાગે છે. ગલેલી સ્વાદમાં થોડી મીઠી હોય છે. ગલેલીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં પાણીની ઉણપને દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે.
ગલેલીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. ગલેલી ખાવાથી શરીરમાં પાણી ઘટતું નથી. ગલેલીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ગલેલી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. ગલેલી ખાવના ફાયદા જાણશો તમે દંગ રહી જશો.
ગલેલીમાં ઘણું પાણી સમાયેલું છે. આ પાણી તમારા પેટને ભરેલું રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. ગલેલી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગવાથી બચાવે છે. ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની તકલીફ ઉભી થાય છે.
આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગલેલી શરીરને ઠંડક આપીને તાજગી પૂરી પાડે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે ગલેલીના રસમાં ચંદન પાવડર નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો. ત્વચા પરથી બળતરાની સમસ્યા દૂર થશે.
ગલેલીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમના ગુણ મળી આવે છે જે શરીરની અંદરના કચરાને સાફ કરીને લીવરને સુરક્ષિત રાખે છે. ગર્ભવતી મહિલાને હંમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલીને આહારમાં ઉમેરવાથી રાહત મળે છે.
ગલેલી થી પેટનો દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે આ તકલીફને દુર કરવામાં ગલેલી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ગલેલીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે સમસ્યામાંથી મુક્તિ મળે છે. ગલેલીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું બની રહે છે.
ગલેલીના રસમાં ખાંડ મિક્ષ કરીને દર્દીને આપવાથી પેશાબની સમસ્યા, બળતરા થવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો જેવી સમસ્યામાં રાહત થાય છે. હરસ, મસા અને ફિશરના રોગોમાં અકસીર ગણાતી ગલેલી પેશાબની બળતરા પણ દૂર કરે છે. ખરતાવાળની સમસ્યા દૂર કરી વાળ લિસ્સા અને ચમકદાર બનાવવામાં ગલેલી નો ઉપયોગ કરવો ખૂબ જ યોગ્ય ગણાય છે.