કોઈપણ પ્રકારના ખર્ચ વગર ઘરે જ કરો ઘૂંટણના દુખાવા માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘૂંટણના દુખાવાના ના દર્દી એ ખોરાક, કસરત વગેરેને વધારે મહત્વ આપવું જોઈએ. ઘૂંટણના દુખાવો એ આજકાલની સામાન્ય સમસ્યા થઈ ગઈ છે, પરંતુ તેની સારવાર જરૂરી છે. માટે અમે તમને તેના ઘરેલુ ઉપચાર બતાવવાના છીએ. જાણવા માટે આ લેખ વાંચો.

દર્દીઓએ તેમના આહારમાં આલ્કલાઇન ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તેમા પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉર્જાથી ભરપૂર ફળો અને શાકભાજી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. રોજના આહારમાં ઓછામાં ઓછી બે બાફેલી શાકભાજી અને બે તાજી કાચી શાકભાજી શામેલ કરવી જોઈએ.

ઘૂંટણના દુખાવાની ગંભીર સ્થિતિમાં, સલાહ આપવામાં આવે છે કે દર્દીઓએ કાચા શાકભાજીનો રસ લગભગ એક અઠવાડિયા સુધી પીવો જોઈએ, તેમાં પણ લીલા શાકભાજીનો રસ વધારે અસરકારક બને છે, કોઈપણ લીલા શાકભાજીનો રસ ગાજરના રસમાં ભેળવીને, તથા સેલેરીના પાન અને બીટ પણ ઘૂંટણના દુખાવામાં ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરે છે.

કાચા શાકભાજીની આલ્કલાઇન ક્રિયાના પરિણામે સાંધા અને પેશીઓની આસપાસ એકત્રિત ખરાબ તત્વો ઓગળી જાય છે. તાજા અનાનસનો રસ અસ્થિવા અને સંધિવા માં બળતરા અથવા ઘૂંટણના દુખાવા માટે ફાયદાકારક સાબીત થાય છે. આ ઉપરાંત કોબી, ગાજર, કાકડી, પાલક, ડુંગળી, મૂળા અને ટામેટાં કાચા ફળના સલાડ મા વાપરી શકાય છે. બીટ, કોબી, રીંગણ, ડુંગળી, વટાણા, ટામેટાં, સલગમ, વગેરે રાંધેલા શાકભાજીમાં ઉપયોગમાં લઈ શકાય છે.

કાચા બટાકાના રસની સારવાર એ સૌથી સફળ જૈવિક ઉપચાર માનવામાં આવે છે. સેંકડો વર્ષોથી, માનવ જાતિઓ તેનો ઉપયોગ દવા તરીકે કરે છે. આનું સેવન કરવા માટે, બટાકાનો તાજો રસ કાઢીને તેને પાણીમાં ભેળવવો અને એ પાણી પીવાથી લાભ મળે છે. જો સવારના સમયે નરણા કોઠે આ મિશ્રણ નું સેવન કરવામાં આવે તો વધારે અસર કરે છે.

ઘૂંટણના દુખાવા માટે મીઠાવાળા પાણીથી  સ્નાન કરવું એ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ઘૂંટણના દુખાવા દૂર કરવામાં મીઠાવાળા પાણીમાં સમાયેલ કુદરતી આયોડિન અત્યંત ફાયદાકારક હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે આયોડિન લોહી અને પેશીઓમાં એસિડ અને આલ્કલી સંતુલન જાળવે છે.

મીઠાવાળા પાણીમાં રહેલું આયોડિન ક્ષતિગ્રસ્ત પેશીઓને સાજા કરે છે અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. તે થાઇરોઇડ ગ્રંથિમાં પ્રવેશ કરે છે. આ આયોડિન લોહીના પ્રવાહમાં રહેલા જંતુઓનો નાશ કરે છે અને શરીરના આંતરિક ઝેરને દૂર કરે છે. જો સમુદ્ર સ્નાન કરવું શક્ય ન હોય, તો પછી દરરોજ ત્રીસ મિનિટ ગરમ પાણીથી ભરેલા મોટા ટબમાં બેસવું જોઈએ અને પાણીમાં થોડું મીઠું ઉમેરવું જોઇએ.

સમુદ્ર મીઠામાં હાજર ખનિજો, ખાસ કરીને આયોડિન, ત્વચાના છિદ્રો દ્વારા શોષાય છે માટે આંતરિક અસંતુલનને સુધારવામાં મદદ મળે છે. ઘૂંટણના દુખાવા માટે આ ઉપાય સારો માનવામાં આવે છે. શરીરને હંમેશાં ગરમ ​​રાખવું જોઈએ, ઘૂંટણ ને કડક રીતે બાંધી ન લેવા જોઈએ. કારણ કે આમ કરવાથી, સ્નાયુઓની ગતિ ઓછી થઈ જાય છે. ઓરડામાં હવાની અવરજવર હોવી જોઈએ. ઘૂંટણના દુખાવાના દર્દીઓને આરામ કરવો જોઈએ અને તેમને વધારે કામ કરવાની છૂટ આપવી નહીં. હળવી કસરત, જેમ કે ચાલવું, તરવું એ ખૂબ ફાયદાકારક કસરત સાબિત થાય છે.

એથેરિટિસથી બચવા માટે શરીરના વજનને નિયંત્રણમાં રાખવું એક મહત્વપૂર્ણ ઘટક છે. મેદસ્વીપણુ ઘૂંટણના સાંધા પર વધુ દબાણ ઉત્પન કરે છે. અને તે મગજ, અસ્થિબંધન અને સ્નાયુઓને યોગ્ય રીતે કાર્ય કરવા દેતા નથી. ઘૂંટણના દુખાવાને દૂર કરવા યોગ્ય આસનો, જેમ કે ત્રિકોનાસન, ભુજંગાસન, શાલભાસન, વક્રાસન, શવાસન, વગેરે પણ ઘૂંટણના દુખાવો દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

ઘૂંટણના દુખાવાના દર્દીએ આ આસનો નિયમિત કરવા જોઈએ. દર્દીને હળવા પાણીનો એનિમા આપવો જોઈએ, જે પેટને શુદ્ધ કરે છે. હળવા ગરમ પાણીમાં પગ પલાળીને અને અલ્ટ્રાસોનિક ડાયથેરમીનો આશરો લેવો વગેરે ઉપચાર રાહત આપે છે. તમારે રાત્રે માટી ના પેકને ઘૂંટણ પર લગાવીને તેમજ છોડી દેવું જોઈએ. અઠવાડિયામાં એકવાર ઘૂંટણ પર મસાજ કરવું ખૂબ અસરકારક સાબિત થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top