ઘૂંટણના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ નાના લોકો પણ પરેશાન છે. આ દર્દથી રાહત મેળવવા માટે આયુર્વેદના ઉપચાર ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં ઘૂંટણનો દુખાવો વધુ વધે છે. આ દુખાવામાંથી રાહત મેળવવા તમે ઘરેલું ઉપચાર અપનાવીને ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. ઘૂંટણના દુખાવાની બીમારીને આર્થરાઇટિસ ડિસીઝ પણ કહેવામાં આવે છે. દુખાવાથી રાહત મેળવવા માટે છે કેટલાક ઘરેલુ ઉપાય, આ જાણવા માટે વાંચો આર્ટીકલ
ઘૂંટણના દુખાવાથી બચવાના ઉપાય:
દુખાવો ઘૂંટણમાં હોય કે શરીરના અન્ય કોઈ સાંધામાં હોય તુલસીના રસનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. આ માટે તુલસીના પાનનો એક ચમચી રસ કાઢીને એક ગ્લાસ નવશેકું પાણીમાં મિક્સ કરીને પીવો. આવું રોજ કરવાથી દુખાવામાં રાહત મળશે.
શિયાળામાં સાંધાનો દુઃખાવો ઊપડે ત્યારે સવાર- સાંજ જમ્યા પહેલાં અર્ધા કલાકે એક-એક ચમચી સૂંઠ પાણી સાથે ફાકવી અથવા સૂંઠ સાથે ગોળ અને ઘી મેળવી તેનું સેવન કરવાથી દુઃખાવો મટી જશે.
મધ સાથે ત્રિફળા પાવડરનો ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. અડધી ચમચી ત્રિફળા પાવડરને એક ચમચી મધ સાથે મિક્સ કરો અને તેમાં અડધી ચમચી દેશી ઘી પણ ઉમેરો. તેને રોજ સવારે ખાવાથી દુખાવામાં રાહત મળે છે. એલોવેરા ઘૂંટણના દુખાવા અને અન્ય સાંધાના દુખાવામાં રાહત આપે છે. દુખાવો થતો હોય તો એલોવેરાનો પલ્પ કાઢીને તેમાં હળદર પાવડર મિક્સ કરી ગરમ કરી દર્દનાક જગ્યા પર બાંધી દો. તે પીડા અને સોજામાં ઝડપી લાભ પ્રદાન કરે છે.
આદુના ઉપયોગથી ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે. શિયાળામાં તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આદુનું સેવન રોજ શાક, ચટણી, ચા, અથાણાં દ્વારા કરવું જોઈએ. તે માત્ર ઘૂંટણના દુખાવા માટે જ ફાયદાકારક નથી, પરંતુ સાંધાના અન્ય દુખાવા અને સોજા તેમજ ખાંસી-શરદીના રોગોમાં પણ રાહત આપે છે.
ઘૂંટણ કે અન્ય સાંધાના દુખાવામાં પણ હળદરના દૂધનો ઉપયોગ ફાયદાકારક છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરી રાત્રે સૂતા પહેલા પીવો જેથી દુખાવો દૂર થાય. હળદરના પાવડરને બદલે કાચી હળદરને પીસીને દૂધમાં મિક્સ કરો તો વધુ ઝડપથી રાહત મળશે.
દુખાવાથી રાહત મેળવવા માટે મેથીના દાણાનું સેવન ફાયદાકારક છે. આ માટે અડધી ચમચી મેથીનો પાવડર સવાર-સાંજ જમ્યા બાદ ગરમ પાણી સાથે લો અથવા અડધી ચમચી મેથીના દાણાને રાત્રે અડધા ગ્લાસ પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ચાવીને પાણી પીવો.