દર વર્ષે 17 નવેમ્બરે પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલા જન્મ લઈ લેતા બાળકો અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર દુનિયામાં વર્લ્ડ પ્રિમેચ્યોરિટી ડે મનાવવામાં આવે છે. રિપોર્ટ્સનું માનીએ તો આખી દુનિયામાં જન્મ લેતા પ્રત્યેક 10 બાળક પૈકી એક પ્રિમેચ્યોર બાળક જન્મે છે.
જ્યારે બાળક પ્રેગ્નેન્સીના 37 સપ્તાહ પૂર્ણ થયા પહેલા જ જન્મ લઈ લે છે. મિત્રો તે બાળક ને પણ ખુબ દુઃખ પડે છે કે તે સમય પેહલા આ વાતાવરણ માં આવી જાય છે, બાળક જેટલું વધુ સમય ગર્ભમાં રહે છે તેના શરીરનો યોગ્ય વિકાસ તેટલો વધુ થાય છે.તમને જણાવીએ કે તે પ્રીમેચ્યોર જન્મ લેતા બાળકો પૈકી ઘણા જન્મ બાદ થોડાક જ સમયમાં મૃત્યુ પામે છે.તેમજ જે જીવિત રહે છે તેમનામાં શરીર સાથે સાથે માનસિક સમસ્યાઓની શક્યતા પણ વધે છે.
જોકે વધુ ચિંતા કરવાની જરુર નથી કેમ કે પ્રિમેચ્યોર અને નોર્મલ બેબી કેર વચ્ચે ખાસ કંઈ મોટો ફરક નથી. પ્રીમેચ્યોર બાળકને આરામદાયક અને યોગ્ય ટેમ્પરેચરવાળા એન્વાયોરેન્ટમાં રાખો જેથી તે આ વાતાવરણ માં સરખી રીતે સેટ થાય છે, જે માટે સૌથી સારો વિકલ્પ છે જરુરિયાત પ્રમાણે ચાદર વગેરેથી તેને ઢાંકતા રહો.
ડિજિટલ થર્મોમીટર ખરીદી લો.જે થી તમે ગમે ત્યારે બાળક નું તાપમાન માપી શકો છો. બાળકનું ટેમ્પરેચર 97.6-99.1 વચ્ચે રાખો અને રુમ ટેમ્પરેચર 20-23 સેલ્સિયસ રાખો. બાળકના સુવડાવવાના રુમમાં એકમદ સ્વચ્છ સાથે રુમમાં બિલકુલ શાંતિ રહે.મીડિયમ ઠંકર રાખો અને લાઇટ ડિમ રાખો.વધુ માં તે સાથે જે પ્રિમેચ્યોર બેબીને ભૂખ પણ વધુ લાગે છે.અને તેમણે જ્નાવીયે કે તે તેનું ધ્યાન રાખીને નિયમિત થોડા થોડા સમયના અંતરે ફીડ કરાવતા રહો.
બાળકને નવડાવવામાં ખાસ ધ્યાન રાખો, પાણી ન ગરમ ન ઠંડુ પરંતુ નવશેકુ રાખો.જે થી બાળક ને ન તો ઠંડુ લાગે કે ન તો ગરમ લાગે. નહાવાના પાણીમાં કોઈપણ પ્રકારના બેબી શોપ કે લિક્વિડ ક્લીંઝર ન એડ કરો.તમને જણાવીએ કે તે જ્યાં સુધી બાળક 2.5 કિલોનું ન થાય ત્યાં સુધી તેને સ્પોન્જ વડે સાફ કરો.
જ્યાં સુધી પ્રિમેચ્યોર બેબી 1 મહિનાનું ન થઈ જાય ત્યાં સુધી કોઈ લોશન કે તેલ ન લગાવો.અને તે હાનીકારક થઇ શકે છે તે, પ્રિમેચ્યોર બેબીને ઇન્ફેક્શન વધુ લાગે છે.પ્રિમેચ્યોર બેબીને સ્પર્શતા પહેલા દરેક વ્યક્તિએ દર વખતે પહેલા હાથ ધોવા જોઈએ.
બાળક થોડું મોટું થાય એટલે કે એક કે બે માસનું થાય ત્યારે બાળકને અવાજ સાંભળવો ગમે છે. તમે તેની સાથે વાતો કરો અથવા ધીમું મ્યુઝિક વાગતું હોય અથવા શાંત સ્વરમાં ગીત વાગતું હોય તે બાળકને ગમે છે.
જન્મ પછી તુરંત નવડાવવા સાથે શિશુને ઘણુ નુક્શાન થવા સંભવ છે. જેમકે સૌથી મોટુ જોખમ શિશુનું ઠંડુ પડવા વિશે છે અને ઠંડુ પડવાથી શિશુને ગંભીર તકલીફ સર્જાઈ શકે છે તેનુ મૃત્યુ પણ થઈ શકે છે. વળી નાળ પલળે તો ચેપ લાગવાનું પણ જોખમ છે.
અધૂરા મહિને અવતરેલા ઓછા વજન ના નવજાત શિશુઓને જન્મ પછી તેમનું શારીરીક તાપમાન જાળવવામાં અનેક તકલીફો પડે છે. જો તાપમાન ન જળવાય તો તેમનો વૃધ્ધિ અને વિકાસ અટકી જાય છે અને ઘણા કિસ્સામાં ઠંડીને લીધે ચયાપચયની ક્રિયા મંદ પડી જવાથી અનેક ગંભીર અસરો જોવામળે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
નવજાત શિશુઓમાં જોવા મળતો સામાન્ય કમળો 70% થી વધુ શિશુઓમાં જોવા મળે છે. મહદ અંશે શિશુઓ પોતાની શારીરીક ક્રિયાઓ દ્વારા જ આ કમળા પર કાબુ મેળવી લેતા હોય છે.પરંતુ આમાંથી ફોટો થેરાપી કે લોહી બદલવા જેવી સારવાર માત્ર 30% શિશુઓમાં જરુરી બને છે. આ શિશુઓમાં કમળાનું પ્રમાણ જોખમી બને તે પહેલા કાબુમાં લેવુ જરુરી છે.