આયુર્વેદના મહત્વને વધુ સમજાવવાની જરૂર નથી. આજે એલોપથીથી કંટાળીને અમેરિકનો પણ આયુર્વેદ તરફ વળ્યા છે. આપણે માલકાંકણીના છોડનું મહત્ત્વ સમજીએ. માનવીના બુદ્ધિ વધારવાના કામ સાથે માલકાંકણી તમારા આયુષ્યને વધારે છે અને લાંબુ રોગમુક્ત આયુષ્ય આપે છે.
માલકાંકણી નાં મોટા વેલાઓ થાય છે. શાખાઓ લાંબી અને કોમળ હોય છે. ફુલ પીળાશ પડતા લીલા રંગનાં અને મધુર સુગંધવાળાં હોય છે, જે વૈશાખ-જેઠ માસમાં આવે છે, અને ફળ અષાઢ-શ્રાવણ માસમાં પાકે છે. તે ફાટીને અંદરથી કેસરી રંગનાં સરસ બીજ બહાર આવે છે. મોટે ભાગે આ બીજ જ ઔષધમાં વપરાય છે.
માલકાંકણી સ્વાદમાં તીખી અને કડવી છે. તે મળને સરકારવનાર, કફ અને વાયુને જીતનાર, અતી ઉષ્ણ, તીક્ષ્ણ, મંદ જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર તથા બુદ્ધી અને સ્મૃતી વધારનાર છે.
યાદશક્તિ વધારનાર ઔષધિ માં ઉત્તમ :
ભગવદગોમંડળમા માલકાંકણીનું ઔષધીય મહત્ત્વ જણાવ્યું છે કે તેના છોડમાંથી બનતા તેલ કે ચૂર્ણને અજીર્ણ, સંધિ-વા, પક્ષઘાત, વાયુના રોગ તેમજ મગજના રોગ માટે વપરાય છે જે બાળકોની યાદશક્તિ નબળી હોય તેને માલકાંકણી અદ્ભુત યાદશક્તિ આપે છે. પણ, તેનું સેવન કરતાં પહેલાં વૈદ્યોની સલાહ અચૂક લેવી.
ગુજરાતમા તેનાં જ્યોતિષ્મતી, કંગની, સ્વર્ણલતા વગેરે અનેક નામો છે. આજની આધુનિક સ્ત્રીને માસિક સ્ત્રાવની તકલીફ રહે છે તેને માટે માલકાંકણી રામબાણ ઔષધ છે. તેલનો સ્વાભાવિક ગુણ ગરમ છે તેથી સંધિવા- પેરેલીસીસમાં શરીરે ચોળવા માટે ખાસ વપરાય છે.
માલકાંકણીનો રસ ઉકાળેલા પાણીમાં મધ અને દૂધ સાથે પીવાથી અપચો મટાડીને ભૂખ વધારે છે. તે બ્રેઈન ટોનિક છે.સ્મૃતિ અને બુદ્ધિ વધારનારું એક ત્રીજું ઔષધ છે જ્યોતિષ્મતિ. ગુજરાતીમાં આને માલકાંકણી કહે છે. જ્યોતિષ્મતિ ગુણમાં ગરમ અને તીક્ષ્ણ છે.
વૈદ્યની સલાહ લઈને મસાલાવાળા દૂધમાં અમુક ટીપા માલકાંકણીના તેલના આપી શકાય છે. તેલની કોઈ આડઅસર નથી.
અફીણ નું જેર ઉતારવામાં ઉપયોગી :
પહેલાંના વખતમાં લોકો અફીણથી આપઘાત કરતા, પણ જો વહેલાસર ખબર પડે તો અફીણનું ઝેર માલકાંકણીનાં પાંદડાંનો રસ પીવડાવીને ઝેર ઉતારી શકાય છે. જીભનો લકવો થાય અને સ્પષ્ટ બોલી શકતા હોય, તેમણે વૈદ્યની સલાહ પછી માલકાંકણીનું સેવન કરવું જોઇએ.
વાત્ત-કફ ને સંતુલિત રાખવામા ઉપયોગી :
તે મગજમાં ભરાયેલા કફ-વાત વગેરે દોષોને બહાર કાઢી નાખે છે. ઘણીવાર માથામાં ભરાઇ જવાથી જડતા આવી જાય છે. વાંચેલું યાદ રહેતું નથી. માથું ભારે રહે છે અને વ્યક્તિ નિરુત્સાહી બની જાય છે.
માલકાંગની લકવો, સંધિવા, વાના રોગ, બેરી-બારી, ઉધરસ, દમની બિમારી, મૂત્ર રોગ, અપચો, ખજવાળ, હરસમસા, નપુંસકતા, ખરજવું, વ્રણ, સફેદ ડાઘા, સોજા, યાદશક્તિ ઓછી હોવી આ બધી જ તકલીફોમાં ગુણકારી છે. માલકાંગની અફીણ ખાવાની આદતને છોડાવવાની એક ઉત્તમ દવા છે. માથાના વાળમાં ખોડો થાય, વાળ ખરવા માંડે, માલકાંકણી ખોડાને મટાડીને વાળ ખરતા અટકાવે છે. પણ સૌથી કીમતી અસર માનવીના મગજ ઉપર કરે છે.
માલકાંકણી (જ્યોતિષ્મતિ)નું ચોખ્ખું તેલ મળે તો તેના પાંચથી સાત ટીપાં પતાસામાં અથવા દૂધ સાથે લેવા. તેના સેવન વખતે પરસેવો તથા મૂત્ર પ્રવૃત્તિ વધશે. આ પ્રયોગ દરમિયાન પણ ગાયના ઘી દૂધનું સેવન, અનિવાર્ય છે.
ગમેતેવા દુખાવા ને મટાડનાર :
યુનાનની ઉપચાર પદ્ધતિ પ્રમાણે માલકાંગની ત્રીજા સ્તરની ગરમ અને રુક્ષ હોય છે. માલકાંગનીનું તેલ પાંસળીઓની પીડા, લકવો, સાંધાના દુખાવા (સંધિવા), સ્નાયુ (નર્વસ સિસ્ટમ)ના રોગમાં લાભપ્રદ રહે છે.
પોતાની પિત્ત પ્રકૃતિ હોય તેવી વ્યક્તિઓએ આ પ્રયોગ નિષ્ણાતની સલાહ વિના ન કરવો. મંદ બુદ્ધિવાળા વિદ્યાર્થીઓએ તો આ ઔષધનો પ્રયોગ ખાસ કરવા જેવો છે. માલકાંકણીનું તેલ ખાલી કેપસૂલમાં ભરીને પણ ગળી શકાય.
જલોદર ના દર્દી માટે ફાયદાકારક :
જળોદરના દર્દીને ૨૫થી ૩૦ ટીપાં માલકાંકણીનું તેલ આપવાથી મુત્ર ખુબ છુટથી થાય છે અને સોજો ઉતરે છે, પેટમાં ભરાયેલું પાણી નીકળી જાય છે.માલકાંગનીના પાંદડાને કાળા મરી સાથે વાટી તેનો લેપ એક્ઝિમા પર લગાવવાથી તે મટી જાય છે. માલકાંગનીના બીજને ગૌમુત્રમાં પીસી ખજવાળ વાળા અંગ પર નિયમિત લગાવવાથી ખજવાળ મટે છે.
માલકાંકણીનું તેલ પરસેવો વધારનાર છે. ૫થી ૧૫ ટીપાં દુધમાં લેવાથી પરસેવો ખુબ જ થાય છે અને સોજા ઉતરે છે.વાયુને લીધે ઉદ્વેગ, ચીત્તભ્રમ જેવું રહેતું હોય તેમાં, તથા વાયુના અન્ય રોગોમાં પણ ફાયદો થાય છે.માલકાંકણી વાયુના રોગો, ઉદરના રોગો, સોજો, મુત્રાવરોધ, મંદબુદ્ધીમાં વપરાય છે.
માથાના દુખવામાં ફાયદાકારક :
માલકાંગનીનું તેલ અને બદામનું તેલ બન્નેના 2-2 ટીપાં સવારે ખાલી પેટે એક પતાશામાં નાખી ખાઈ લેવું અને તેના પર એક કપ દૂધ પી જવું. માલકાંગનીનું નિયમિતસેવન કરવાથી જુનો માથાનો દુઃખાવો અને માઇગ્રેનમાં પણ આરામ મળે છે. માલકાંગલીના બીજ, સર્પગંધા, જટામાંસી અને સાકરને સરખા પ્રમાણમાં મિક્સ કરી વાટી લેવાં. તેની એક ચમચી રોજ મધ સાથે ખાવાથી અનિંદ્રામાં રાહત મળે છે.
શેકેલા ટંકણખારને વાટી માલકાંગલીના તેલમાં મિક્સ કરવાથી લિંગનું કડકપણું અને જાડાઈ વધે છે.રોજ 1-1 ગોળી સવાર-સાંજ ગાયના દૂધની સાથે ખાઓ. તેનાથી નપુંસકતા દૂર થાય છે. માલકાંગનીના બીજને ખીરમાં મિક્સ કરી ખાવાથી નપુંસકતા દૂર થાય છે..
જે લોક ખુબ જલદી થાકી જતા હોય માત્ર અરધો દિવસ કામ કર્યા બાદ શરીરમાં પીડા થવા લાગે છે, જે વારંવાર ચા પીને થાક દૂર કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે આ આયુર્વેદની સંજીવની બૂટી છે. માત્ર 10 દિવસ આ પ્રયોગ કરવાથી શરીરનો બધો જ થાક દૂર થઈ જશે.
એક ચમચી માલકાંગનીના પાંદડાનો રસ પાણીસાથે દિવસમાં 3 વાર દર્દીને પીવડાવવાથી અફીણની ખરાબ આદત છૂટી જાય છે.જ્યોતિષમિતિના બીજને વાટી નખ પર તેનો લેપ કરવાથી નખ પરના ઘા ઠીક થઈ જાય છે. માલકાંગલી ગરમ પ્રકૃતિની હોવાથી તેનું સેવન કરતી વખતે તેની સાથે ઘી અને દૂધનો ખુબ ઉપયોગ કરવો જોઈએ.