Breaking News

માત્ર આ શક્તિશાળી ફળના સેવનથી હિમોકલોબીનની ઉણપ, અસ્થમા અને હાડકાના દુખાવાથી 15 દિવસમાં મળી જશે રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગુજરાત સરકારનું કહેવું છે કે આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. આ ફળ ચીન સાથે સંકળાયેલું છે. સંસ્કૃત ભાષામાં કમલમ એટલે કમળનું ફૂલ. તાજેતરમાં ભારતમાં આ ફળ ઝડપથી લોકપ્રિય થયું છે. ભારતમાં એવા ઘણા પ્રકારના ફળોનું સેવન કરવામાં આવે છે અને તેના વિવિધ ફાયદાઓ છે. આમ તો આ ડ્રેગન ફ્રૂટ ભારતનું ફળ નથી, પણ એના વિવિધ ફાયદાઓ છે અને એનો સ્વાદ પણ લાજવાબ છે. સાથે જ ફાયદાઓના કારણે જ આ ફળની માંગ સતત વધી રહી છે.

ડ્રેગન ફ્રુટમાં જે સૌથી કોમન પ્રકાર જોવા મળે છે તેની છાલ એકદમ ચમકદાર લાલ હોય છે અને તેની પર લીલા ભીંગડા હોય છે અને માટે જ તેને ડ્રેગન ફ્રુટ કહેવાય છે. ભારતમાં જો તેના આ દેખાવને આપણે કશા સાથે સરખાવીએ તો તે છે કમળ અને માટે જ ગુજરાત સરકારે તેને કમલમ નામ આપવાની વાત કરી છે.

કમળએ ભાગ્યે જ વપરાતું ફુલ છે અને તે જ રીતે ડ્રેગન ફ્રુટને પણ ભારતમાં ઓછું અટેન્શન મળે છે અને તે બહુ વપરાશમાં નથી લેવાતું. નવા ટ્રેન્ડ અને લોકોમાં આવેલી જાગૃતિને પગલે, લોકોને તેના લાભ ખબર હોવાથી હવે ડ્રેગન ફ્રુટને આવકાર મળતો થયો છે અને તેનું વેચાણ વધ્યું છે. કાળા બી અને સફેદ ગર વાળું ડ્રેગન ફ્રૂટ સૌથી વધુ વેચાય છે અને તેના ઓછા વેચાતા પ્રકારમાં લાલ ગર અને કાળા બી વાળું ડ્રેગન ફ્રુટ સમાવિષ્ટ છે.

ડ્રેગન ફ્રૂટમાં મોટા પ્રમાણમાં ફાઇબર અને મેગ્નેઝિયમ હોય છે અને તેની કેલરીઝ એકદમ લૉ હોવાથી તે પોષણક્ષમ અને પાણીથી ભરપુર ફળ કહી શકાય. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અટકાવે અને ફેટ્ટી લિવરની સ્થિતિ ઘટાડે છે,પ્રિબાયોટિક ફાઇબર હોવાથી તે ગટમાં ફાયદાકારક બેક્ટેરિયાનો વિકાસ કરવામાં મદદ કરે છે અને ચયાપચયની ક્ષમતા વધે છે.તેની પોષણક્ષમતા આ ફળને કોવિડ-19ની રિકવરી અને તેને અટકાવવા માટે ફાયદાકારક છે.

વિટામીન સીને કારણે કોષની રોગપ્રતિકારક શક્તિ વધે છે.એન્ટિઑક્સિડન્ટ્સને કારણે હિમોગ્લોબિન વધે છે અને હાડકાં મજબુત બને છે.માત્ર સાજા થવામાં નહીં તે પછી પણ ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક રહે છે. ફાઇબરને કારણે ડેન્ગીના પેશન્ટ્સને લાભ થાય છે. ડ્રેગન ફ્રૂટ પાચનને તંદુરસ્ત રાખે છે. તેઓ પેટ અને આંતરડાના સારા માઇક્રોબાયોમને પ્રોત્સાહન આપે છે. આ પેટ અને આંતરડાને લગતા વિકારોને દૂર રાખવામાં અને પેટ અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટ ફાઇબર અને ઘણા બધા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.

આમ તો આ ફળ ધીરે ધીરે ભારતમાં પૉપ્યુલર થઇ રહ્યું છે અને તેના ભાવ ઘટી રહ્યા છે પણ તેના વિકલ્પ તરીકે કિવી કે પેર ચાલી શકે અને તેમાંથી એટલું જ વિટામિન સી અને એટલાં જ એન્ટિઑક્સિડન્ટ્સ મળશે પણ આયર્ન અને મેગ્નેઝિયમ આ ફળોમાંથી નહીં મળે.
તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ ઉર્જા સંગ્રહ માટે પ્રેગનેન્ટ સ્ત્રીઓ માટે મદદરૂપ થાય છે.તેમાં ફેટ્સ સારા પ્રમાણમાં હોય છે જે મોટે ભાગે મોનોસેચ્યુરેટેડ હોય છે.વિટામીન્સ અને એન્ટિ ઑક્સિડન્ટ્સ માતા અને બાળકને ઇન્ફેક્શન્સથી બચાવે છે.

ફાઇબરને કારણે પ્રેગનેન્ટ સ્ત્રીઓનો કબજિયાતનો પ્રોબ્લેમ ઉકેલાઇ શકે છે.આયર્ન હોવાને કારણે શરીરની હિમોગ્લોબિનની વધતી માંગને પહોંચી વળે છે.વિટામિન્સ ઑફ બી કોમ્પલેક્સ ગ્રૂપ જેવા કે ફોલિક એસિડ અને રિબોફ્લેવિન વગેરેને કારણે જન્મજાત ખોડ ટાળી શકાય છે. ડ્રેગન ફ્રૂટ ટોટલ કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને નીચા ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તો, તે સારા કોલેસ્ટરોલને વધારવામાં પણ મદદ કરી શકે છે.

અસ્થમામાં ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરી શકાય છે. એક સંશોધન સૂચવે છે કે ડ્રેગન ફ્રૂટનો નિયમિત ઉપયોગ કરવાથી અસ્થમા અને કફ દૂર થાય છે. ડ્રેગન ફ્રૂટ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો સારો સ્રોત હોવાથી તેનો ઉપયોગ હાડકાં અને દાંત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર મેગ્નેશિયમ હાડકા અને દાંત માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!