વગર દવાએ માત્ર આનું સેવન કફ-ઉધરસ, કમરના દુખાવા અને છાતીના કફને 1 દિવસમાં કરી દેશે 100% ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આદુની ચા આદુની એક ગાંઠ ૧૦ ગ્રામ જેટલી લઈ તેના નાનાં નાનાં ટુકડા કરવા. એક કપ પાણીમાં એને પકાવવા. અડધો કપ પાણી બચે એટલે તેને ઉતારી ગાળીને તેમાં તેટલું જ દૂધ, ચમચી ખાંડ મેળવી હલાવીને ઠંડું થાય એટલે પીવું. આ થઈ આદુની ચા. આ થઇ આયુર્વેદિક ઉત્તમ રોગહર ચા. આ ચા કફ, ઉધરસ, શરદી, છાતીનો દુઃખાવો, કમરનો દુઃખાવો, માથાનો દુખાવો પણ મટાડે છે. તેના સેવનથી પરસેવો વળે છે.

શરીરનાં સ્ત્રોતોને ખોલી શરીર શુદ્ધિ અને રોગોને દૂર કરનારી આ ચા ધીરે ધીરે પીવાથી સ્વાદિષ્ટ લાગે છે. તે તાજગી આપે છે. ચાના કટ્ટર વ્યસનીઓ તેમાં થોડી ચા ભૂકી નાખીને પીવે તો પણ ચાલે આદુની ચા રોગહર છે.

આદુનું અથાણું: આદુને છોલી તેના નાનાં નાનાં ટુકડા કરો. તેમાં કીમિસ, ધાણા, જીરું, ઇલાયચી, ફુદીનો સિંધવ અને મરી મેળવીને પાણીમાં ડૂબી જાય તેટલું પાણી નાંખી માટીના પાત્રમાં ભરી, તેને લીંબુના રસમાં ડુબાડી દો. મતલબ કે બરણીમાં લીંબુનો રસ એટલો બધો ભરો કે તે ડૂબી જાય. આ થયો આદુનો આચાર. તે ખાવામાં સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે. તે પાચક, ભૂખ લગાડનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે. ભોજન સાથે તેનું પ્રમાણસર નિત્ય સેવન કરવાથી અનેક રોગોના ભોગ થતા બચી જવાય છે. ઘણા એમાં રાઇના કુરિયા, લાલ મરચું, હીંગ, મીઠું મેળવીને પણ તૈયાર કરે છે.

આદુની ચટણી: સીરકામાં નાંખીને આદુની ચટણી પણ બનાવાય છે. તેના સેવનથી દાહ થાય છે. પિત્ત પણ વધે છે. એટલે પોતાની પ્રકૃત્તિનો વિચાર કરીને સેવન કરવું.

આદુનો નાસ: આદુના સ્વરસમાં થોડો સિંધવ અને ત્રિકૂટ ચૂર્ણ મેળવીને તેનો ધુમાડો ગ્રહણ કરવો. મોં અને નાક વાટે તેની વરાળ લેવી. મોઢામાં થૂંક આવે તો વારંવાર થૂકતા જાવ. એવું કરવાથી ગળા અને કંઠનો કફ નીકળી જશે. વરાળને કારણે નાક, ફેફસાં, ગળું વગેરેનો કફ ખેંચાઇને નીકળી જશે. જેથી હળવાશ અને સ્ફૂર્તિ લાગશે. તેનાથી શરીરના છિદ્રો ખૂલી જશે. રોગો પર વિજય પ્રાપ્ત કરતી રોગપ્રતિકારક શક્તિ વધશે. આ પ્રયોગ બે- ત્રણથી વધુ વાર ન કરવો. અનુકુળ ન લાગે તેણે ક્યારેય ન કરવો.

આદુનું સત્વ: આદુને પાણીમાં ઝીણું વાટી લેવું. પછી તેનો પાણીમાં ઘોળ કરી રાખી મૂકવું. બીજા દિવસે ગાળીને તેનું પાણી ઉચારતાં જવું એટલે કે પાણી નિતારતા જવું. તેની નીચે બિલકુલ ગળો સત્વ જેવું આદુનું સત્વ રહેશે. સત્વ એક શેર આદુમાંથી ત્રણેક તોલા જેટલું મળતું હોય છે. આ સત્વને પાણીમાં ઘોળીને અથવા આદુના રસમાં ઘૂંટીને ભાવના આપવી. આ સત્વમાં થોડો ગોળ મેળવીને ચણોઠી જેવી ગોળીઓ બનાવી લેવી. તે શરદીની રામબાણ દવા છે.

ન્યૂમોનિયામાં પણ આ ગોળી લાભપ્રદ છે. તે પાચક અને લોહીને વધારનારી છે. તેની માત્રા ૧થી ૩ ગોળીની છે. આ રીતે આદુમાંથી બનતાં ઘરગથ્થુ ઔષધો અનેક રોગોમાં ઉપકારક હોવા છતાં આપણે એલોપથી દવા તરફ દિનપ્રતિદિન વધુ ને વધુ ઢળતાં જઈએ છીએ. આપણને આપણી અનુભવેલી- આચરેલી બાબતો પર પણ શ્રદ્ધા નથી.

ભારતીય આયુર્વેદ રીસર્ચ કાઉન્સીલે આ અંગે ઊંડા ઊતરી હજી પણ ઘણાં સંશોધનો કરવાનાં બાકી છે. આપણે આપણા ઉપરછલા, જ્ઞાનત્વને આધારે આપણી વનસ્પતિના ગુણધર્મોનો પૂરો લાભ લઇ શકતા નથી. જ્યારે વિદેશો આપણી જ બ્રાન્ડને એમનું લેબલ લગાવી અતિ મોંઘી વેચે છે. તેને આપણે હર્ષભેર આપનાવીએ છીએ.

પણ આપણી વનસ્પતિની અવહેલના કરીએ છીએ. પેકીંગ, લેબલ, બ્રાન્ડ, એક્સપાયરી ડેટ એ બધું જોઇ આપણે દવા લઇએ છીએ. પણ તરત અને તાજી મળતી આપણી વનસ્પતિ દવાને સમજતાં નથી. આપણે હવે આપણા આયુર્વેદ સંશોધનોને ન્યાય આપવો જ રહ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top