Breaking News

માત્ર 48 કલાક માં જોવા મળશે પરિણામ, કેન્સર સહિત અનેક રોગો માં ફાયદાકારક છે આ ફળ ના બીજ, જરૂર જાણો અને શેર કરો જેથી કોઈ ને કામમાં આવી શકે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે.

દ્રાક્ષને સીધી ખાઈ શકાય છે. ઉપરાંત જામ, રસ, જેલી, વિનેગર, વાઇન, બીજ અર્ક, સૂકી દ્રાક્ષ (કિસમિસ), ગોળની રસી/ કાકવી(મોલાસીસ), દ્રાક્ષ બીજનું તેલ વગેરે પદાર્થો બનાવવા માટે દ્રાક્ષનો ઉપયોગ થાય છે.

દ્રાક્ષના બીજમાં ઘણાં પોષક તત્વો હોય છે તેમ છતાં ઘણાં લોકો બીજ વગરની દ્રાક્ષ ખાવાનું પસંદ કરે છે. આજકાલ ખાદ્ય દ્રાક્ષના વાવેતરોમાં મોટે ભાગે બીજરહિત દ્રાક્ષનું જ વાવેતર થાય છે. દ્રાક્ષના વેલાની શાખાના કટકાને રોપીને નવો વેલો પ્રાપ્ત કરી શકાતો હોવાથી બીજરહિત દ્રાક્ષ વાવવામાં કોઈ જોખમ રહેતું નથી. એ તો વાવેતર કરનારની પસંદગી પર છે કે તેઓ જનેતા વૃક્ષ તરીકે બીજ વાપરીને વાવેતર કરે છે કે ટીશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા.

દ્રાક્ષના બીજના અભ્યાસમાંથી જણાયું છે કે તેઓ ઘણાં એન્ટીઓક્સિડેન્ટ ધરાવે છે. અમુક પ્રકારના ટેનીન, પોલીફીનોલમ્ અસંતૃપ્ત પોલી ફેટીએસીડ જેવા તત્વો સાથે દ્રાક્ષના બીયાં પ્રાયોગિક ધોરણે અમુક રોગ, જેમ કે કેન્સર, હૃદય વિકાર, અને ઓક્સિડેટીવ તાણ સંબંધીત, સામે ફાયદાકારક સાબિત થઈ છે.

ત્વચાના રોગો માં ઉપયોગી :

દ્રાક્ષના બીયાંમાંથી મેળવાતા દ્રાક્ષ બીજ તેલનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને ત્વચા સંબંધીત પ્રસાધનો બનાવવા વપરાય છે અને તેઓ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક મનાય છે. દ્રાક્ષ બીજ ના તેલ તેમાં રહેલા ઉચ્ચ વિટામીન ઈ ફાયટોસ્ટેરોલ અને અસંતૃપ્ત પોલી ફેટીએસિડ જેમકે લીનોલીઈક એસીડ, ઓલેઈક એસીડ, આલ્ફા લીનોલીઈક એસીડ માટે જાણીતું છે.

 

મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે.આ સિવાય અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે.

દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે, તેમજ તેમાં હાઈ ફાઈબર અને હાઈ આયર્નની સાથે સાથે વિટામિન પણ સારા પ્રમાણમાં મળે છે , દ્રાક્ષ ખાવાથી શરીરમાં કોઈ પ્રકારની ખોટ નથી પડતી.

પાચન સંબંધિત રોગો માં ઉપયોગી :

દ્રાક્ષનો દ્રાક્ષાસવ ખોરાકનું પાચન કરવા અને ભૂખ લગાડવામાં ખૂબ પ્રચલિત છે. તે ઉધરસ, દમ, ટી. બી. વગેરેમાં સારો છે અને શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક છે.
લીલી દ્રાક્ષનો રસ સાકર સાથે મેળવીને લેવાથી શરીરની બળતરા મટે છે અને ગરમાળાનો ગોળ અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી તાવમાં રાહત થાય છે.બ્રેસ્ટ કેન્સરમાં દ્રાક્ષ ફાયદાકારક રહે છે.દ્રાક્ષ શરીરનો કચરો બહાર કાઢવામાં પણ મદદરૂપ છે અને સ્કીન માટે પણ તે ઘણી સારી છે.

દ્રાક્ષમાં તેની જાત અનુસાર રીસર્વેટ્રોલનું પ્રમાણ બદલાતું રહે છે. આ તત્વ મૂળ રીતે તેની છાલ અને બીજમાં મળે છે. તેના ગર (માવો) કરતાં છાલમાં આનું પ્રમાણ ૧૦૦ ગણું વધુ હોય છે. તાજી દ્રાક્ષની છાલના પ્રતિ એક ગ્રામમાં ૫૦ થી ૧૦૦ માઈક્રોગ્રામ રીસર્વેટ્રોલ હોય છે.

બ્રેસ્ટ કેન્સરમાં દ્રાક્ષ ફાયદાકારક રહે છે. દ્રાક્ષ શરીરનો કચરો બહાર કાઢવામાં પણ મદદરૂપ છે અને સ્કીન માટે પણ તે ઘણી સારી છે.લીલી દ્રાક્ષનો રસ સાકર સાથે મેળવીને લેવાથી શરીરની બળતરા મટે છે અને ગરમાળો અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી તાવમાં રાહત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!