ઘરગથ્થુ ઇલાજમાં આ રીતે કરો એરંડિયા નો ઉપયોગ અને પછી જુઓ કઈ રીતે બીમારી ભાગે છે દૂર…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એરંડિયા નો પાક વર્ષાઋતુ માં લેવામાં આવે છે. એરંડા ના મૂળ , તેની  છાલ, તેના પાંદડા, અને બી તેમજ તેનું તેલ એટલે કે દિવેલ પણ ઉપયોગી છે. આ સઘળી વસ્તુઓ વિવિધ પ્રકાર ની ઔષધિ બનવામાં ઉપયોગ માં લેવા માં આવે છે. ઘણા રોગો ને ઘરગથ્થું રીતે મટાડવા માટે આ વસ્તુ ઓ નો ઉપયોગ થાય છે. એરંડા ની ખેતી સમગ્ર ભારત માં થાય છે.

તેના મુખ્યત્વે  બે પ્રકાર હોય છે : સફેદએરંડા  અને લાલ એરંડા. સફેદ એરંડા સ્વાદ માં તીખા, તીક્ષ્ણ, મધુર, કટુ, ગરમ, જડ તથા સ્વાદુ છે.  કોઢ, બદ, ગુલ્મ, બરોળ, આમપિત્ત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃધ્ધિ વગેરે રોગો ને નાથવા માટે તેનો ઉપયોગ થાય છે.

લાલ એરંડાં સ્વાદે તૂરા , રસકાળે તીખા , લઘુ અને કડવા હોય છે. તથા વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ, પાંડુ, અરૃચિનો નાશ કરે છે.વળી રક્તદોષ તથા પિત્તને વધારે છે. એરંડા ના બી ના ગોળા અગ્નિદીપક, અતિ ઉષ્ણ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, મલભેદક અને લઘુ છે. તથા ગુલ્મ, શૂળ, કફ, યકૃત, વાતોદરનો નાશ કરે છે.

એરંડા નું તેલ એટલે કે દિવેલ મધુર, ઉષ્ણ, ગુરુ, રૃચિકર, સ્નિગ્ધ અને કડવું છે તથા બદ, ઉદરરોગ, ગુલ્મ, વાયુ, કફ, સોજો, વિષમજવર અને કમર, પીઠ, પેટ ગુદાના શૂળનો નાશ કરે છે.દિવેલ એ એન્ટિઈમફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતા પદાર્થ તરીકે ઓળખાય છે. ઘણા વર્ષોથી લોકો ઘર માં અનેક સમસ્યા ઓ ના નિવારણ માટે દિવેલ નો ઉપયોગ કરતાં આવ્યા છે. આથી દિવેલ ને આપણે બધા રોગો ની એક દવા એમ પણ બહુનામ આપી શકીએ.

દિવેલ ચામડી માટે ખૂબ અસરકારક છે તેમજ સ્વાસ્થ્ય વર્ધક પણ છે . દિવેલ આપણા શરીર માટે  ગરમ, પચવામાં ભારે, ચીકણું, રોચક, વાત-પિત્તનાશક અને કફકર છે. દિવેલ માંથી દૂરગંધ આવતી હોવાથી લોકો એ પીવા માટે બોવ અકર્ષતા નથી. ઘઉ અને ચોખા જેવા અનાજો ને લાંબા સમય સુધી સારા રાખવા માટે દિવેલ દઈ ને તેની જાળવણી કરવામાં આવે છે.

હવે આપણે દિવેલ કયા રોગો માં કઈ  રીતે ઉપયોગી છે એ જોઈએ.પગ ના તળિયે દિવેલ ની માલિશ કરવાથી ચસમાં ના નંબર ઉતારવા માં મદદ મળે છે અને મગજ ની ગરમી ઓછી થાય છે. આંખ નું તેજ વધારવા તેમજ નંબર ઘટાડવા નિયમિત આંખ માં દિવેલ આંજવું જોઈએ.જો તમે કબજિયાત દૂર કરવા માટે દવા શોધી રહ્યા છો તો દિવેલ તમને ખૂબ મદદ કરશે.કબજિયાત દૂર કરવા માટે દિવેલ શ્રેષ્‍ઠ છે.

બાળકો, વૃદ્ધો અને સગર્ભા માટે દિવેલનો જુલાબ ઉત્તમ છે. તે આંતરડાં એકદમ સ્વસ્થ અને મુલાયમ રાખે છે. પ્રસુતિ વખતે સગર્ભાને દિવેલ પાવાથી મળના વેગ સાથે ગર્ભાશય પણ વેગીલું બની પ્રસવ જલદી થાય છે. જો તમે રાતે સુતા પહેલા એક ચમચી દિવેલ પીશો તો તેનાથી મળ આવવામાં સરળતા રહે છે. માથા ના દુખાવા અને શરદી માટે દિવેલ ઉપયોગ માં લેવામાં આવે છે.આ માટે નાક માં દેવેલ ના ટીપા નાખવાથી રાહત થાય છે.

મરડા ના દર્દી માટે તો દિવેલ અમૃત સમાન છે. મરડાના દર્દી રોજ દિવેલ પીવે તો તેનાથી મરડો મટે છે. જો તમને કોઈ કારણોસર પગ માં ચીરા પડ્યા હોય તો તે ભાગ માં દિવેલ થી માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. ચુસ્ત કપડાં, ગરમી, પરસેવાને પરિણામે ચામડીમાં ફુગનું સંક્રમણ, લાલાશ-ખંજવાળ જેવી ત્વચા સબંધિત સમસ્યામાં દિવેલ કુદરતી-અસરકારક એન્ટીફંગલ એપ્લીકેશન છે.માથા ના વાળ માટે દિવેલ સારું અસરકારક છે.

વાળ માટે નું તેલ ઘરે બંનવતા હોવ તો તેલ બનાવવામાં દિવેલ પણ ઉમેરવું. જેથી વાળ લાંબા, કાળા થશે અને મગજને શક્તિ મળશે. જો દર્દી ને સૂકી ઉધરસ આવતી હોય તો તેને માં દિવેલમાં સહેજ સંચળ નાખી રોજ રાત્રે લેવું. આઈબ્રો ને કાળા ભમ્મર કરવા માટે જો રોજ તમે આઈબ્રો પર દિવેલ લગાવશો તો તે ખૂબ સરસ લાગશેઅને કોઈ આડઅસર  થશે નહીં.  તમારી સ્કીન ને એકદમ સોફ્ટ રાખવા માં દિવેલ તમને ખૂબ મદદ કરશે.

સવારે સ્નાન કરતાં અડધોં કલાક પેલા શરીર પર દિવેલ ની માલિશ કરવી. ચામડી ને એકદમ મુલાયમ બનાવી દેશે. શરીર પર એરંડિયા ની માલિશ થી ચામડી ની રૂક્ષતા, ઉઝરડા, ત્વચામાં ચીરા પડવા જેવી તકલીફ મટાડી શકાય છે.સ્તનપાન કરાવતી માતાઓના સ્તન પર  ચીરા પડી ગયા હોય , સોજો કે દુઃખાવો-પાક થતો હોય તેઓ દિવેલ લગાવી રાહત મેળવી શકે છે.

સ્તનમાં દુધનો ભરાવો થઇ થતી ગાંઠ અને દુઃખાવામાં એરંડાનાં પાનને તવી પર ગરમ કરી શેક કરવાથી ફાયદો થાય છે.ઉંદરી-એલોપેસિયા કે અન્ય કોઈ ઈન્ફેકશન, નબળાઈ જેવા કારણસર માથામાં ટાલ પડી હોય તેવી ત્વચામાં વાળના છિદ્રો ખોલી અને વાળ ઉગવા માટે જરૂરી એન્ટીઇન્ફ્લેમેટરી અને ન્યુટ્રીટીવ ગુણો ધરાવતા દિવેલને થોડું ગરમ કરી લગાવવાથી ફાયદો થાય છે.

જો તમને નખ વારંવાર તૂટી જવાની સમસ્યા સતાવતી હોય ,નખ સૂકા પડી જતાં હોય , નખ માં ફૂગ ને લીધે  ઈન્ફેકશન હોય તેવા કિસ્સામાં પણ એરંડિયા થી મસાજ કરવાથી ફાયદો થાય છે. હાથની હથેળી, પગના તળીયા લુખ્ખા થઇ, ચામડી ઉતરવી, ચીરા પડવા જેવી તકલીફ શિયાળામાં જ નહીં તજા ગરમીને લીધે ઉનાળામાં પણ થતી હોય છે. તેઓ હાથ-પગમાં દિવેલનું માલિશ કરી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top