આ છે એપેન્ડિક્સ થવાના કારણો ને તેના લક્ષણો, તેનાથી છુટકારો મેળવવા અપનાવો આ રામબાણ ઇલાજ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એપેન્ડિક્સ ને ગુજરાતી મા આંત્રપુચ્છ પણ કહેવાય છે અને તે દરેક માનવી મા જન્મથી જ હોય છે. એટલે એપેન્ડિક્સ ઉગ્યુ કે થયુ એ માન્યતા ખોટી છે. આપણા પાચનતંત્ર ની અંદર જે જગ્યાએ નાનું આંતરડું અને મોટું આંતરડું એકબીજા સાથે મળે છે તે જગ્યાએ એક ત્રણથી નવ ઇંચ લાંબો છેડાનો ભાગ હોય છે. જેને આંતર પૂછ કહેવામાં આવે છે, અને જ્યારે પાચનતંત્ર ના આ ભાગ ની અંદર દુખાવો, સોજો અથવા તો બળતરા ઉત્પન્ન થાય તેને એપેન્ડિસાઈટિસ સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે.

એપેન્ડિક્સ મા કોઇ પણ કારણોસર જ્યારે ચેપ લાગે ત્યારે તેને એપેંડીસાયટીસ થયુ કહેવાય. એટલે કે રોગ નુ નામ એપેન્ડિક્સ નહી પણ એપેન્ડિસાઈટિસ છે. એપેન્ડિસાઈટિસ નાના બાળકોથી લઈ ને વૃધ્ધ બધા ને થઈ શકે છે. અને તે સામાન્ય ચેપ થી લઈ ને આખા પેટ મા રસી ફેલાય જવા સુધી જિવલેણ સેપ્ટીક સુધી થતો રોગ છે. આ રોગ ના લક્ષણો શરૂઆતમાં ખૂબ ઓછા હોય છે. પરંતુ ધીમે ધીમે કરીને તેના લક્ષણો વધતા જાય છે. એપેન્ડિસાઈટિસ થવા ના કારણો મા મુખ્યત્વે ખોરાક નો ચેપ, વાયરલ ઇંફેક્શન વગેરે છે.

આ રોગની અંદર સૌથી પહેલા નાભિની આસપાસ ની જગ્યામાં ખૂબ વધુ દુખાવો થાય છે, અને સમયે સમયે આ દુખાવાનું સ્થાન બદલાતું રહે છે. આ સમસ્યામાં દુખાવો એટલો બધો વધારે હોય છે કે વ્યક્તિ હલી પણ શકતો નથી, અને હાલવા ચાલવામાં તથા હાથ પગ હલાવવા માં પણ ઘણો બધો દુખાવો થતો હોય છે. દુખાવા સાથે ઉલ્ટી થવી, તાવ આવવો પણ મોટા ભાગે જોવા મળતુ હોય છે.

એપેન્ડિસાઈટિસ નુ નિદાન જેટલુ વહેલુ થાય એટલા લક્ષણો હળવા અને જેટલુ નિદાન મોડુ એટલા જ લક્ષણો ઉગ્ર સ્વરુપે જોવા મળતા હોય છે. જો એપેંડિક્ષ ફાટી જાય કે તેના રસી આજુબાજુ ફેલાય તો આખા પેટમા દુખાવો, ખુબ જ તાવ આવવો, બ્લડપ્રેશર ઓછુ થઈ જવુ (સેપ્ટીક શોક), ખુબ જ ઉલ્ટી ઓ થવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. અપેન્ડિક્સ થવાના કારણો માં શરીરમાં ફાઈબરની કમી, પેટના આંતરડામાં ખોરાક જામી જવો, ફળોના બીજ પેટમાં એકત્ર થવા, વધુ સમય  સુધી કબજિયાત પણ હોય શકે.

એપેન્ડિક્સની સમસ્યાના કારણે પેટની માસપેશીઓ એકદમ સખત બની જતી હોય છે. સાથે સાથે રોગીને કબજીયાત અથવા તો જાડા ની સમસ્યા પણ થવા લાગે છે. આ સમસ્યાના કારણે શરીરમાં સ્વેતકણો ની સંખ્યા ખૂબ વધુ માત્રામાં વધી જતી હોય છે, અને સાથે સાથે આ સમસ્યાના કારણે ઉત્પન્ન થતો દુખાવો ઘણા કલાકો સુધી રહી શકે છે. જો જરૂર જણાય તો ગરમ પાણી એક થેલીની અંદર ભરી અને તેના દ્વારા જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ શેકવૂ જોઈએ. સાથે-સાથે તેને તકિયાના ટેકે બેસાડવાથી પણ આ દુખાવો ઓછો થઇ શકે છે.

એપેન્ડિક્સ નાં દર્દીઓ માટે સોયાબીનના લીલા પાન નો રસ નિચોવી અને તેને બરાબર પકવવા. ત્યારબાદ 100 ml જેટલા આ રસ ની અંદર 50 ml જેટલો દાડમનો રસ ભેળવી અને તેનું સવાર-સાંજ સેવન કરવાથી દુખાવામાં ઘણી રાહત મળે છે. એપેન્ડિક્સની સમસ્યામાંથી રાહત મેળવવા માટે અડદના 250 ગ્રામ લોટમાં મીઠું, હિંગ, સૂંઠ અને સોયાબીનના બીજને પાંચ ગ્રામ જેટલી માત્રા ની અંદર ભેળવી અને ત્યારબાદ આ લોટને બકરીના દૂધથી બરાબર લોટ બાંધી, અને ત્યારબાદ તેની એક મોટી રોટલી બનાવી અને તેને બરાબર એક સાઇડથી શેકી લેવી. ત્યારબાદ તેમાં એરંડિયા નું તેલ બરાબર ચોપડી લઇ અને જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ ગરમાગરમ બાંધી દેવો. આમ કરવાથી એપેન્ડિક્સની સમસ્યામાં રાહત મળે છે.

જો દર્દીને તીવ્ર દુખાવો થતો હોય તો તેવી પરિસ્થિતિમાં ઉપવાસ કરવો જોઇએ, અને જ્યારે તરસ લાગે ત્યારે ખૂબ ઓછી માત્રામાં થોડું-થોડું પાણી પીવું જોઈએ, અને આ દુખાવાને દૂર કરવા માટે થોડા દિવસો સુધી સંતરાનો રસ પીવો જોઈએ. આ ઉપરાંત દૂધ અને ગ્લુકોઝ જેવા તરલ પદાર્થો વધુ માત્રામાં આપવા અને બને ત્યાં સુધી વજનદાર વસ્તુઓ ખાવાથી દૂર રહેવું. નિયમિત રીતે ત્રણ મિનિટ પાદ પશ્ચિમોત્તાનાસન કરવાથી એપેન્ડિક્સનું શૂળ મટી જાય છે. બે ગ્રામ સૂંઠ તથા એક એક ગ્રામ સિંધવ અને હિંગ વાટીને પાણી સાથે લેવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થશે.

ત્રણ દિવસ સુધી આહાર લેવો નહીં. પ્રવાહી પર રહેવું. ચોથા દિવસે મગનું પાણી અડધી વાટકી લેવું. પાંચમા દિવસે એક વાટકી મગનું પાણી લેવું. છઠ્ઠા દિવસે મગ એક વાટકી અને સાતમા દિવસે ભૂખ પ્રમાણે મગ ખાવા. આઠમા દિવસે મગ અને ભાતનો ખોરાક લેવો. નવમા દિવસથી શાક, રોટલી શરૂ કરવા. આ પ્રયોગ કરવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થાય છે.

દુખાવાથી રાહત મેળવવા માટે હંમેશા પેટ સાફ રાખવુ જોઈએ. પેશાબને વધુ સમય સુધી રોકી રાખવી પરેશાનીનું કારણ બની શકે છે. એલોવેરા જ્યુસ દ્વારા પણ અપેંડિક્સના દુખાવામાં છુટકારો મેળવી શકાય છે. રોજ એલોવેરા જ્યુસ પીવાથી આંતરડામાં જમા ગંદકી સાફ થઈ જાય છે. જેનાથી પેટમાં ઝેરીલા તત્વો પેદા થતા નથી. રોજ જમતા પહેલા ટામેટા અને આદુ પર સંચળ નાખીને ખાવાથી પણ ખૂબ લાભ થાય છે. તેનાથી ખાવાનુ સહેલાઈથી પચી જાય છે અને આંતરડામાં જામતુ નથી.

અપેંડિક્સની સમસ્યા થતા કાચુ દૂધ ક્યારેય ન પીવુ જોઈએ. હંમેશા ઉકાળીને જ તેનુ સેવન કરવુ જોઈએ.તીખા અને મસાલેદાર ભોજન ખાવાથી પરેશાની વધી શકે છે. તેનાથી પેટમાં ગેસ થઈ જાય છે અને દુખવો શરૂ થઈ શકે છે. તેથી અપેંડિક્સ થતા સાદુ ખાવુ જ આરોગ્ય માટે લાભકારી હોય છે. સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2-3 કળીઓ ખાવાથી ખૂબ રાહત મળે છે. રોજ છાશમાં સંચળ નાખીને પીવું આ બીમારીમાં ખૂબ અસરદાર સાબિત થાય છે. ફાઈબર યુક્ત ફળ, શાકભાજીઓ ખાવી અને વધુમાં વધુ પાણી પીવાથી આ સમસ્યામાં ખૂબ લાભકારી હોય છે.

એક કપ જેટલા પાણીમાં પા થી અડધી ચમચી જેટલું કરિયાતાનું ચૂર્ણ રોજ રાત્રે પલાળી રાખવું. સવારે નાસ્તો કરતાં પહેલાં આ દ્વવ્ય પી જવું. બે અઠવાડિયા સુધી આ ઉપચાર કરવાથી પેટના કૃમિ મટી જશે. કૃમિ પણ એપેન્ડિક્સ થવામાં કારણભૂત છે. મેથીનો પાઉડર પા તોલો સાકર સાથે રોજ સવારે ખાવાથી એપેન્ડિક્સના સોજામાં ફાયદો થાય છે. કડવા લીમડાનાં પાનને બાફી , તે સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરી જાય છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top