કેલ્શિયમની ખામી સર્જાતાં શરીર માં થાય છે આ ફેરફાર, જાણો તેના લક્ષણો અને દૂર કરવાના ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેલ્શિયમ એ શરીર માટે જરૂરી પોષકતત્વો માંનું એક છે. કેલ્શિયમ એ કોઈપણ વ્યક્તિના શરીરના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.શરીરના હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે.  આથી જ દરેક ઉંમરના લોકોએ પર્યાપ્ત માત્રામાં કેલ્શ્યિમ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓને એક દિવસમાં ૧૨૦૦ થી ૧૩૦૦ મિલિગ્રામ કેલ્શિયમ ની જરૂર પડે છે.તેમ છતાં મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવાનું ટાળે છે.  સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓને કેલ્શિયમની ઉણપ વધુ હોય છે. પરંતુ આજના સમયમાં યુવાન વ્યક્તિઓ થી માંડી બાળકોને પણ કેલ્શિયમની ઊણપ સર્જાતી હોય છે.

વધતી ઉંમરની સાથે સાથે વ્યક્તિઓ નું પાચનતંત્ર કમજોર થતું જાય છે. સામાન્ય રીતે ૩૦ વર્ષ પછી કોઇપણ વ્યક્તિના શરીરની અંદર જેટલા માત્ર ની અંદર કેલ્શિયમ લેવામાં આવે છે, તે બધું જ કેલ્શિયમ શરીરની અંદર જતું નથી. જેથી કરીને લોકોને શરીરની અંદર કૅલ્શિયમની ઊણપ સર્જાતી હોય છે. જ્યારે વ્યક્તિઓના શરીરની અંદર કેલ્શિયમની ઉણપ સર્જાય છે, ત્યારે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય શકે છે.

કેલ્શિયમયુક્ત આહાર માં બ્લેકબેરીઝ, બ્લૂબેરી, સ્ટ્રોબરી,નારંગી, કિવી, કાંદા, પાલક, શક્કરિયા, ભીંડાં, લીલા પાનવાળા શાકભાજી, બદામ, ચોકલેટ, મગફળી, કાજૂ, ચોખા, સોયાબીન, ઘઉં, દૂધ, દહીં, બ્રોકોલી વગેરે નું સેવન કરી કેલ્શિયમ ની ખામી દૂર કરી શકાય. કેલ્શિયમનો અભાવ વાળને પણ વધુ અસર કરે છે અને વાળ ખરવા લાગે છે. એટલું જ નહીં, તેમની તેજ પણ અદૃશ્ય થઈ જાય છે. તેથી, જો વાળ સંપૂર્ણ રીતે ખરવા લાગે છે, તો સમજી લેવું કે શરીરમાં કેલ્શિયમની માત્રા વધારે નથી.

કેલ્શ્યિમ યુક્ત આહારનો નિયમિત રીતે સેવન કરવાથી શરીરનું હાડકા અને દાંત મજબૂત બને છે. શરીરના લગભગ ૯૯ ટકા કેલ્શ્યિમ દાતમાં જોવા મળે છે. બાકીનું કેલ્શ્યિમ રક્ત, માંસપેશી, અને અન્ય અંગોમાં જોવા મળે છે. ૨૦ થી ૨૫ વર્ષની વય સુધી કેલ્શ્યિમ હાડકાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઉપરાંત હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે. કેલ્શિયમ ની ખામી દૂર કરવામાં ભીંડો પણ ઉપયોગી છે, એક કપ ભીંડાના શાકમાં પણ ૧૭૫ મિલીગ્રામ કેલ્શ્યિમ હોય છે.

કેલ્શિયમની ઉણપ સર્જાતાં આ પ્રકાર ના લક્ષણો જોવા મળે છે,  હાડકા બનાવવા માટે કેલ્શિયમ સૌથી અગત્યની વસ્તુ છે, અને જો શરીરની અંદર કૅલ્શિયમની ઊણપ સર્જાય તો તમારા હાડકા ની અંદર કમજોરી આવતી જાય છે. જેથી કરીને વારેવારે ફ્રેક્ચર થવાની અને હાડકાંની અંદર દુખાવો થવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. શરીરની અંદર કેલ્શિયમની ઉણપ સર્જાવાના કારણે માંસપેશીઓની અંદર વધુ પડતો સ્ટ્રેસ પડે છે. જેથી કરીને તેની અંદર ખેંચાણ ઉત્પન્ન થાય છે. જો શરીરની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળતું હોય તો તેની સીધી જ અસર નખમાં જોઈ શકો છો, અને નખ એકદમ ફિક્કા બની જતા હોય છે. સાથે સાથે શરીરમાં કેલ્શિયમની ઊણપના કારણે નખ એકદમ કમજોર બની જાય છે. જેથી કરીને તે તરત જ તૂટી જતા હોય છે.

મોટેભાગે જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે. ત્યારે મોટાભાગના લોકોના દાંતમાં દુખાવો થાય છે અને દાંતની અંદર સડો પણ થતો હોય છે. આ ઉપરાંત શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાવાને કારણે વ્યક્તિઓ વારેવારે થાકી જતા હોય છે. જેના શરીરની અંદર કેલ્શિયમની ઊણપ સર્જાતી હોય છે. તેવા લોકો ખૂબ ઝડપથી બીમાર પડી જતા હોય છે. તે વ્યક્તિના શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોય તેવા વ્યક્તિઓ કોઈ પણ વાયરલ બીમારીની જપેટ માં આવી જતા હોય છે. દરરોજ બે ગ્લાસ દૂધ પીવાથી પણ જરૂર પ્રમાણ માં કેલ્શિયમ મળી રહે છે.

કેલ્શિયમની કમી દૂર કરવાના માટે આ ઘરેલુ ઉપાય જરૂર અપનાવો, એક ગ્લાસ પાણી ની અંદર એક ચમચી જેટલું જીરું આખી રાત પલાળી રાખી અને ત્યારબાદ સવારમાં તેને ઉકાળીને સવારે તે પી જવું. દરરોજ બે ચમચી જેટલા શેકેલા તલનું સેવન કરવાથી પણ શરીરની અંદર જરૂરી કેલ્શિયમ મળી રહે છે. કેલ્શિયમ વધારવા માટે તમે 2 ચમચી શેકેલા તલ ખાવા, જો એકલા તલ ન ભાવતા હોય તો, તો તેના સ્વાદને બદલવા માટે તલની ચિકકી અને તલના લાડુ પણ ખાઈ શકાય. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત રાગી માંથી બનાવેલી કોઈ પણ વાનગી ખાવામાં આવે તો તેના કારણે શરીરને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે.

 

એક કપ જેટલા પાણીની અંદર એક ઈંચ આદુનો ટુકડો ઉમેરી અને પાણીને બરાબર ઉકાળી, અને ત્યારબાદ આ પાણીનું સેવન કરવાથી શરીરને જરૂરી એવું કેલ્શિયમ મળી રહે છે. દરરોજ  દિવસ માં એક વખત એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી શરીરને કેલ્શિયમ મળી રહે છે. એક ગ્લાસ પાણીમાં ચાર બદામ અને બે અંજીરને આખી રાત પલાળી રાખી સવારમાં તેનું સેવન કરવાથી શરીર ને જરૂરી એવું કેલ્શિયમ મળી રહે છે. સોયાબીન માં ભરપૂર માત્ર માં કેલ્શિયમ હોય છે. અઠવાડિયામાં એક થી બે વખત સોયાબીનનું સેવન કરવાના કારણે શરીરને જરૂરી એટલું કેલ્શિયમ મળી રહે છે. શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ માટે સોયાબીન શાકભાજીને અઠવાડિયામાં એકવાર અવશ્ય ખાવું જોઈએ.

દિવસમાં સવારના નાસ્તામાં અથવા તો સાંજે એક કપ ફણગાવેલા મગ લેવાથી આ સમસ્યાથી રાહત મળે છે.બદામમાં વિટામિન ઈ અને એન્ટીઑકિસડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. બદામ શરીરના સાંધાઓને બગાડથી રક્ષણ આપે છે. અને તે બળતરા અને પીડા સામે પણ રક્ષણ પૂરું પાડે છે. દરરોજ સવારમાં આઠ વાગ્યાની આસપાસ અંદાજે ૧૦ મિનિટ સુધી તડકામાં બેસવાથી શરીરની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ઉત્પન્ન થાય છે. ગ્રીન ટી માં એન્ટીઑકિસડન્ટ હોય છે. અને તે મુક્ત રેડિકલથી હાડકાંને નુકસાન થવા દેતું નથી. રોજ એક કપ ગ્રીન ટી નું સેવન કરવાથી કેલ્શિયમ ણી ઉણપ થી થતાં સાંધા ના દુખવાથી બચી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top