ડાયાબિટીસ વિષે થોડીક માહિતી
ડાયાબિટીસની સમસ્યા હવે કોમન થતી જાય છે. હવે એવું પણ નથી રહ્યું કે અમુક ઉંમર બાદ ડાયાબિટીસ થાય, હવે ના સમયે નાની ઉંમરની વ્યક્તિને પણ ડાયાબિટીસની સમસ્યા થઇ હોય તેવા અનેક ઉદાહરણો આપણી પાસે છે. અલબત્ત તેની પાછળ ઘણા બીજા કારણો પણ જવાબદાર હોય છે.
ઘણીવાર સ્વાદુપિંડ ની અંદર ગ્લુકોઝનું ગ્લાયકોજન માં રૂપાંતરણ થતું હોય છે. જો સ્વાદુપિંડ માં કઈ સમસ્યા સર્જાય તો આ રૂપાંતરણ થતું બંધ થાય છે અને તેના લીધે ડાયાબિટીસની સમસ્યા સર્જાય છે. આને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવામાં આવે છે.
ઘણીવાર મેદસ્વિતાને કારણે પણ ડાયાબિટીસ થઈ શકે છે તેને ટાઈપ 2 ડાયાબિટીસ કહે છે. ઘણીવાર વધારે પડતાં ટેન્શનના કારણે પણ ડાયાબિટીસની સમસ્યા સતાવતી હોય છે. જે ઘરમાં પિતાને અને દાદાને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના બાળકોમાં પણ આ સમસ્યા થવાના ચાન્સીસ વધી જતા હોય છે.
ડાયાબિટીસના જોખમને તમે જમવા ની પાંચ વસ્તુ થી કાયમ માટે તમારાથી દૂર રાખી શકો છો.
ફાઇબર યુક્ત અનાજ
જે લોકો પોતાના ખોરાકમાં ફાઇબર યુક્ત ખોરાક નો સમાવેશ કરે છે અને તે ખોરાક ખાય છે તે લોકોમાં ડાયાબિટીસ થવાનું જોખમ ૨૫ % જેટલું ઓછું થઈ જાય છે અને તેથી બને તો બપોરના જમવામાં ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરવું.
અખરોટ
અખરોટ પણ ડાયાબિટીસ ને શરીરમાંથી દૂર રાખવાનું કાર્ય કરે છે. અખરોટ થી વજન વધવાનો ભય પણ થતો નથી તેમ જ અખરોટમાં રહેલા તત્વ વજન ઓછું કરવામાં કામ કરે છે. તેથી રોજ જો તમારા નાસ્તા માં અખરોટ નો સમાવેશ કરશો તો તેનાથી ડાયાબિટીસનો 30% જેટલો ઓછો થઈ જશે. અખરોટ શરીર માટે ખૂબ જ ગુણકારી છે તે માત્ર ડાયાબિટીસને નિવારવાનો જ કાર્ય નથી કરતા અખરોટ ખાવાથી બીજા પણ ઘણા લાભ શરીરને થાય છે.
ટામેટા બટાકા અને કેળા
બટાકા, ટામેટા અને કેળાંમાં પોટેશિયમ અને મિનરલ્સ હોય છે જે ડાયાબિટીસને શરીરથી દૂર રાખવાનું કાર્ય બખૂબી કરી જાણે છે. એટલું જ નહીં તેના કારણે કીડની ને તકલીફ થઇ હોય તો પણ તેને રિપેર કરવાનું કાર્ય પણ આ ત્રણે ખાદ્ય પદાર્થ કરે છે.
દહીં
દહીં પણ ડાયાબિટીસમાં ખૂબ ગુણકારી છે અલબત્ત અહીં ડાયાબિટીસ ટાઇપ-૨ માટે વધારે લાભદાયી છે માટે જો તમારું વજન વધારે હોય તો તમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે આ માટે વજન ઘટાડવું તો ખૂબ જ જરૂરી છે. સાથે સાથે રોજ એક વાટકી દહીં ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે. દહીં ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા 18 ટકા ઘટી જાય છે.
કસરત અને જીવનશૈલીમાં સુધારો
ખાદ્ય પદાર્થોની સાથે સાથે થોડી કસરત કરતા રહેશો તો પણ શહેર માટે ઉત્તમ રહેશે પણ જીવનશૈલીમાં પણ થોડો સુધારો લાવી તમારા રૂટીન ને રેગ્યુલર બનાવવું, સમયસર જમી લેવું, લગ્ન પ્રસંગ કે પાર્ટી માં બાફેલું ફરસાણ જેવુ ઇદડાં, ઢોકળા ખાવું. મીઠાઈઓ થી થોડું અંતર બનવું રાખવું. પૂરતી ઊંઘ લેવી તેમજ આરામ કરવો અને મને ચિંતા મુક્ત રાખવો અને સૌથી વધારે મહત્વની વાત નિયમિત ચાલવાનું રાખો, પૂરતું ચાલો, ઘણો ફાયદો થસે.