આપણે ત્યાં શિયાળામાં દમ અથવા શ્વાસ, સૂકી ઉધરસ અને શરદીથી લોકો ખૂબ હેરાન થતાં હોય છે. આમાંથી દમ અથવા શ્વાસ એક એવો રોગ છે કે, જેમાં વિભિન્ન કારણોથી શ્વાસનળીઓમાં સોજાને લીધે સંકોચ ઉત્પન્ન થાય છે. આ અવરોધને લીધે દર્દી છૂટથી બોલી પણ શક્તો નથી, અને તે અટકી અટકીને બોલે છે. ફેફસાંને તેની આવશ્યક્તા પ્રમાણે પ્રાણવાયુ ન મળતાં શ્વાસોચ્છવાસની ગતિ વધી જાય છે.
દમથી પીડાતા વ્યક્તિ જે રૂમમાં સૂતા હોય ત્યાં સ્વચ્છતા રાખવી, ગાલીચા કે કાર્પેટ ન રાખવા, ઓછું ફર્નિચર રાખવું, પાલતુ પ્રાણીઓ ન રાખવા, ગાદલાં કે ઓશીકા પર ડસ્ટપ્રુફ કવર રાખવા, બીછાના-ચાદર, ધાબળા અવાર-નવાર ગરમ પાણીમાં ધોવા અને તડકે સુકવવા. ધુમ્રપાન કે અન્ય કોઈ બીજી વાસ ન આવવા દેવી.
જમવામાં પેટ ભરીને ખોરાક લેવાને બદલે સમયાંતરે થોડું-થોડું જમવું જોઈએ. સાંજે વહેલા જમી લેવું જોઈએ. વાસી, આથાવાળો, તીવ્ર વાસ વાળો, ખૂબ ખાટો આહાર, ફૂડ કલર, ફૂડ પ્રિર્ઝવેટીવ વગેરે લેવાનું ટાળવું જોઈએ. નવા રંગ-રોગાન કરાયેલા ઘરમાં થોડા દિવસ રહેવા જવાનું ટાળવું.
દમના દર્દીઓમાં દમનો હુમલો મોટાભાગે રાત્રે ૩થી સવારના ૭ના ગાળામાં આવતો હોય છે. શ્વાસનો હુમલો આવતાં પહેલાં દર્દીને બેચેનીનો અનુભવ થાય છે, ત્યાર પછી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય છે, અને તેને લીધે શ્વાસ ઘૂંટાતો હોય એવો તીવ્ર અનુભવ થતા દર્દી સૂઈ શક્તો નથી. આવા દર્દીને સુવા કરતાં બેસવામાં રાહત મળે છે.
દમની પ્રારંભિક અવસ્થમાં છો તો લસણ એક સારો વિકલ્પ છે. તે ફેફસામાં થયેલ જમાવને દૂર કરે છે અને હવા માર્ગને સાફ કરે છે. એક ચોથાઈ કપ દૂધમાં લસણની ત્રણ કળીયો ઉકાળો. તેને સૂતા પહેલા પીવો. મેથીમાં ફેફસાને સાફ કરવાનો ગુણ હોય છે. એક કપ પાણીમાં એક ટેબલસ્પૂન મેથીના બીજ ઉકાળો. તમે તેમાં એક ચમચી આદુંનો રસ અને એમ ચમચી મધ મિક્સ કરીને તેને દિવસમાં બે વખત પીવો.
આદુનો રસ ૩ ગ્રામ એક ચમચી મધ અને તુલસીનો રસ ૩ ગ્રામ સાથે લેવાથી શ્વાસની તકલીફ મટે છે. તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી લેવાથી પણ શ્વાસની તકલીફ મટે છે. હળદર અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી પણ લાભ થાય છે. ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી દમ મટે છે.
આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં મેળવો. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરો. તેનાથી શ્વાસ લેવાના રાસ્તાનો સોજો ઓછો થાય છે, એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ભેળવીને ચાટવાથી દમ મટે છે.
દસ પંદર લવિંગ ચાવીને તેનો રસ પીવાથી દમ મટે છે. દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે. દમને નિયંત્રણ કરવા માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટેસરસોના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. સરસોના તેલમાં થોડું કપૂર નાંખીને ગરમ કરો અને આ તેલથી છાતીમાં અને પીઠના ઉપરના ભાગમાં માલીશ કરવાથી રાહત મળે છે.
દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ, તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે. હળદર, મરી અને અડદ એ ત્રણેય ને દેતવા પર નાખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે. તલ, ઘઉં નો લોટ, અડદ નો લોટ ને તેલ કે ઘી મેળવી ને ગરમ કરી ને કપડા ની પોટલી માં બાંધી ને હળવો સેક છાતી ઉપર કરવો આનાથી કફ છૂટે છે અને ફેફસા ને બળ મળે છે.
બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.નિલગિરી ના તેલમાં રહેલા યુકેલિપ્ટલ ઘટક બલગમને નીકાળવામાં સહાયક થાય છે. નિલગિરીના તેલના થોડા ટીંપા કોટન બોલ પર નાંખો અને તેને સૂંઘો અને સૂતા સમયે તેને માથા પાસે રાખો.
આમળા, જીરુ અને ભોંયરીંગણી નો ઉકાળો પીવાથી શ્વાસ મા તત્કાળ રાહત મળે છે. ગરમ- ગરમ પાણી પીવાથી, કાળા મરી ને મધ સાથે ચાટવાથી, હળદર ની સાથે અજમો ને ગોળ ખાવાથી દમ માં તાત્કાલિક રાહત મળે છે.. હળદર ને ગાય ના ઘી માં શેકી, એલાયચી, કાળા મરી, તજ, સાકર સાથે ખાવાથી કહેવાતી એલર્જી ની ખાંસી અને શ્વાસ માં લાભ થાય છે.