ગમેતેવી ઉધરસ, પિત્ત અને વાયુના દરેક રોગો માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પગતિના મૂળિયાની ગાંઠ છે. ગંઠોડાના નામે જાણીતું વસાણું આપણા ઘરમાં જ હોય છે. આપણે એનો ઉપયોગ ગેસ, અરૂચી અને ઉપવાસ છોડતા વખતે વાયુ અને બીજી વિકૃતિ ન થાય એટલે ગોળ અથવા સાકર સાથે કરીએ છીએ.

આ પીપરીમુળને ગંઠોડા પણ કહે છે અને સંસ્કૃતમાં ગ્રંથિક કહે છે. છેડે ડાંડલી અને વચ્ચે ગાંઠવાળું પીપરીમુળ ઉત્તમ ગણાય છે. પીપરીમુળમાં વચ્ચે ગાંઠ છે કે કેમ એ જોઇને લેવા જોઇએ.

પાતળી ડાંડલી વધારે હોય તો એ ભેળસેળવાળા પીપરીમુળ હોવાનો સંભવ વિશેષ રહે છે. આવા પીપરીમુળની ઔષધીય અસર પણ ઓછી હોય છે. આ વનસ્પતિની બંગાળ, નેપાળ, આસામ, ઓરિસ્સા, આંધ્ર, મલબાર વગેરે પ્રદેશોમાં ખેતી કરવામાં આવે છે.

ખરેખર તો ગંઠોડા આયુર્વેદનું એક ઉત્તમ ઔષધ છે. એનો ઉપયોગ વાત અને કફથી થતા ઘણાં વ્યાધિઓમાં જુદાજુદા અનુપાન સાથે કરેલ છે. પીપરીમુળ ખુબજ ઉપયોગી હોવાથી ન રાખતા હોય તેઓ ઘરમાં રાખવાનું શરૂ કરે કારણ કે કેટલીક નાની મોટી બિમારીનું એ ઇન્સ્ટન્ટ ઔષધ છે.

ઘણાં કુટુબોમાં શરદી, ઉધરસમાં ગંઠોડાની રાબ પીવાય છે. ગંઠોડા ચા- શાકના ગરમ મસાલામાં પણ વપરાય છે. આયુર્વેદની શરદી, વાયુની દવાઓમાં ગંઠોડા વપરાય છે. છોટા નાગપુરના પ્રદેશમાં બહેનોના માસિક સ્ત્રા વની ગરબડમાં તથા શરદીના વિકારોમાં ગંઠોડાનો ઉકાળો ગોળ નાખી પીવાય છે.

પ્રસૂતા સ્ત્રીરઓના પહોળા થયેલા ગર્ભાશય તથા યોનિમાર્ગને મૂળ સ્થિતિમાં લાવવા માટે ઘી- ગોળમાં કરેલી ગંઠોડાની રાબ ઉમદા ટોનિક જેવું કામ કરે છે.જે પ્રસૂતા બહેનોની પ્રસૂતિ થઈ જાય પણ પછી ઓર ન પડે તો તે પડવા માટે ગંઠોડાનો ઉકાળો ગોળ નાખી આપવાથી ઓર બહાર આવી જાય છે.

વાયુ કે વૃધ્ધાવસ્થાને કારણે વાયુ વધી જવાથી રાતની ઊઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ ૨ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવું અથવા દૂધમાં ખાંડ તથા ગંઠોડા નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે. ગંઠોડા સૂંઠ અને બહેગંદળનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, કફની ઉધરસ મટે છે. ટાઢિયો તાવ ગંઠોડાનું ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું મધમાં ચાટીને ઉપરથી ગરમ દૂધ પીવાથી તાવ મટે છે.

ગંઠોડા ૨ ગ્રામ તથા સાકર ૪-૫ ગ્રામ મેળવી સવાર-સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.પીપરીમૂળ ખરલમાં ૨૪ કલાક સુધી સતત ઘૂંટી લઈ, શીશી ભરી લો. તેમાંથી ૨ ગ્રામ દવા મધમાં રોજ સવાર- સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.

પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી ઉલટી મટે છે. પીપરીમૂળ તથા એલચી બન્ને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ૩ ગ્રામ જેટલી દવા મધ સાથે લેવાથી કફજન્ય હ્રદયરોગ મટે છે.

શરીરના કોઈ પણ અંગના વાયુ કે કફના સોજા પર પીપળીમૂળને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેમ જ ગંઠોડૉ દેવદાર, ચિત્રક અને સૂંઠ નાખી ગરમ કરેલું પાકું પાણી જ ખાવા- પીવામાં વાપરવું. ગંઠોડા અને કાળા મરી પાણી સાથે બારીક વાટીને તે દૂધમાં મેળવી (ખાંડ નાખી) માતાને રોજપીવડાવવાથી તેના ધાવણમાં વધારો થાય છે.

ઊંઘ બરોબર આવતી ન હોય, ઊઠયા પછી તાજગી લાગતી ન હોય, સ્વપ્ના બહુ આવતા હોય તેઓએ પીપરીમુળ ૧ ગ્રામ, શંખપુષ્પી ૧ ગ્રામ, જટામાસી ૧ ગ્રામ મેળવી ૩ ગ્રામ, સાકરના ચૂર્ણ સાથે રાત્રે સૂતી વખતે લેવું. ઉપર એક કપ દૂધ લેવું. આથી શાંતિપ્રદ ઉંઘ આવશે, ઉંઘની ટીકડીઓ લેવાની ટેવ હોય તો ધીમે ધીમે ડોઝ ઓછો કરતા જવું અને ઉપરનો પ્રયોગ ચાલુ રાખવો નિર્દોષ છે. (મધુપ્રમેહીએ સાકર નહીં લેવી.)

પીપરીમુળ ૧ ગ્રામ હળદર ૧ ગ્રામ અને તાલીસાદિ ૧ ગ્રામ મેળવી સવાર સાંજ મધ અથવા પાણી સાથે લેવું. હરિદ્રાખંડ એક ચમચી જમ્યા પછી લેવો. કફ અને શરદી કરે તેવો ખોરાક ત્યજવો. આ પ્રયોગ લાંબો વખત કરવાથી જૂની શરદી કફમાંથી મુક્ત થવાય છે. ઉધરસ ચડી હોય ત્યારે પીપરીમુળ, બહેડા અને સૂંઠનું ચૂર્ણ સમભાગે મેળવી મધ સાથે લેવાથી ઉધરસનો વેગ બેસી જાય છે.

પ્રસવ થવામાં ઢીલ થતી હોય, પ્રમાણસર વેણ આવતી ન હોય તો નાગરવેલના પાનમાં પીપરીમુળ ૧ ગ્રામ અને એક, ચણોઠીભાર હીંગ મૂકી ધીમે ધીમે ચાવી ખાવાથી વેણ શરૂ થઈ પ્રસવ થાય છે. પીપરીમુળના ઉકાળામાં ગોળ ઉમેરી આપવાથી પણ વેણ શરૂ થાય છે. બાળક અવતર્યા પછી પીપરીમુળનો ફાટ આપવાથી ઓર (પ્લેસન્ટા) સરળતાથી પડે છે. સુવાવડ પછી સ્ત્રીનું ગર્ભાશય પૂર્વસ્થિતિમાં લાવવા માટે પીપરીમુળનો ઉપયોગ જાણીતા ડૉક્ટર એ કર્યો હતો અને ફાયદો થયો હતો.

આયુર્વેદના મતે ગંઠોડા કે પીપરીમૂળ સ્વાદમાં તીખા, તીક્ષ્ણ, ગુણમાં લૂખા (રુક્ષ) ગરમ પિતદોષ કરનાર, આમ કફ તથા વાયુદોષ મટાડનાર ભૂખ તથા રુચિ વધારનાર, ઝાડાને ભેદનાર અને પેટનાં (અજીર્ણ વાયુના) દર્દો, આફરો, બરોળ, ગોળો, કૃમિઘ દમ, શ્વાસ, ક્ષય, મગજની નબળાઈ, ગાંડપણ, વાયુપ્રકોપ, પ્રસૂતાને થયેલ (સૂતિકા) રોગ, માસિક સાફ ન આવવું, અનિદ્રા, ઉધરસ, શ્વાસ અને વાયુહર, ઉત્તેજક, ઝાડો સાફ લાવનાર, રકતશુધ્ધિ લાવનાર છે. તે વનજીકર અને સૂતિકા રોગ મટાડનાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top