ડિટોક્સ ડ્રિંકના ઘણા પ્રકારો છે. ઘણાં પ્રકારના ફળો અને શાકભાજીનું મિશ્રણ કરીને વિવિધ પ્રકારના ડિટોક્સ પાણી તૈયાર કરવામાં આવે છે. આ વજન ઘટાડવામાં પાચન તંત્રને ઘટાડવામાં મદદ કરે છે. નિષ્ણાત માને છે કે તમે ફક્ત ડિટોક્સ પાણીથી વજન ઘટાડી શકો છો. આ પીણું ચરબી રહિત છે અને ઓછામાં ઓછી કેલરી ધરાવે છે.
તમામ પ્રકારના ડિટોક્સ પાણીમાં ફાઇબર વધારે છે કારણ કે ફાઇબર શરીરને હાઇડ્રેડ કરવાનું કામ કરે છે. માટે ઉનાળામાં ડિટોક્સ પાણી પીવું લાભકારી માનવામાં આવે છે. ચાલો જાણીએ ડિટોક્સ પાણી વીશે. શિયાળાની ઋતુ માં લીંબુ અને મોસંબીનું ડિટોક્સ વોટર રામબાણની જેમ કામ કરે છે. તેમાં વિટામિન સી હોય છે.
જે લોકોને શિયાળામાં શરદી, તાવ જેવા રોગ થતાં હોય તેઓએ દિવસમાં એકવાર લીંબુ અને મોસંબીનું ડિટોક્સ પાણી બનાવીને પીવું જોઇએ. તેનાથી લાભ મળે છે. તરબૂચ અને રોઝમેરી ઠંડા હોય છે. તેને ઉનાળાની ઋતુમાં પીવું જોઈએ, તરબૂચ એ ઉનાળાની ઋતુનું ફળ છે માટે આનું પાણી પીવાથી તે શરીરને તાજું રાખે છે. આ એક પ્રકારનું ડિટોક્સ પાણી છે જે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે.
સફરજન ટુકડાઓ અને તજના ટુકડાને અડધો લિટર પાણીમાં મિક્સ કરો અને સ્વાદ માટે તેમાં લીંબુના રસના થોડા ટીપા નાખીને 4 કલાક ફ્રિજમાં રાખો. તેનો ઉપયોગ સવારે ખાલી પેટ પર કરો. વારંવાર આ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. સફરજનને ડિટોક્સ વોટર બનાવીને તેનું સેવન કરવાથી કિડનીની ગંદકી પણ સાફ થાય છે અને કિડનીની કામગીરી પણ સુધરે છે.
નારંગી અને સ્ટ્રોબેરીમાંથી બનાવેલ ડિટોક્સ પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેના કારણે શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. જો તેને દિવસમાં એકવાર પીતા હોવ, તો તેનાથી ઘણો ફાયદો મળે છે, આ ડિટોક્સ પાણી ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ થી ભરેલું છે જે થોડા દિવસ સતત પીધા પછી શરીરને સારો લાભ મળે છે.
કીવી અને સ્ટ્રોબેરી બંને એન્ટીઓકિસડન્ટો છે. તમે તેમનામાંથી બનાવેલુ ડિટોક્સ પાણી પીવાથી વજન ઓછું થાય છે. તેને પીધા પછી વધારે મહેનત લાગે છે અને તમારું વજન ઓછું થાય છે કારણ કે તે શરીરને ડિટોક્સ કરે છે સાથે સાથે મેટાબોલિઝમમાં વધારો કરે છે, જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે.
કાકડીના ટુકડા કાપીને તેને અડધા લિટર ઠંડા અથવા સામાન્ય તાપમાનના પાણીમાં રાખવા. અને સ્વાદ મુજબ સંચળ, લીંબુના ટુકડા અથવા લીંબુનો રસ ઉમેરો અને તેને 4 કલાક ફ્રિજમાં રાખો. 4 કલાક પછી તેને બહાર કાઢો. દરરોજ સવારે ખાલી પેટ પર તેનું સેવન કરી શકો છો. તેને દિવસભર પણ પી શકો છો.
જે લોકોને પાણીની રીટેન્શનની સમસ્યા હોય છે એટલે કે જેમના પગમાં સોજો આવે છે, આવા લોકોએ કાકડી અને સ્ટ્રોબેરીમાંથી બનાવેલું ડિટોક્સ પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી ઝેર શરીરમાંથી દૂર થાય છે અને દર્દીનુ શરીર ડિટોક્સ થઈ જાય છે જેના કારણે દર્દી હળવાશ અનુભવે છે.
સાઈટ્રસ ફળોથી બનાવેલું ડિટોક્સ પાણી શરીરની પાચનક્રિયાને સુધારે છે, આ ઉપરાંત અપચો અને મંદાગ્નિ જેવી સમસ્યાને દૂર કરે છે અને ત્વચાને નિખારે છે, કારણ કે દરેક ફળમાં ત્વચાની ખૂબસૂરતીને નિખારતાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
ડાયેટિશિયન ડિટોક્સ પાણીમાં તજનો ટુકડો ઉમેરવાની ભલામણ કરે છે. તજ અને આદુનું ડિટોક્સ પાણી શરીરના ચયાપચયને જાળવી રાખે છે, અને બળતરા દૂર કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તજ અને આદુંથી બ્લડ સુગર પણ સંતુલિત છે. પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસ કે ઠંડા પીણાંની સરખામણીમાં ડિટોક્સ વોટર વધુ બહેતર વિકલ્પ છે.
સેલરીના પાંદડા, ૧ કાકડી, ૨ કેળા, પાલક, ધાણા, લીંબુ, ૧ સફરજન અને ૨ ટીસ્પૂન ચિયાના બીજ ઉમેરીને જ્યુસ બનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા આ જ્યુસ પીવાથી 4 દિવસની અંદર ફરક જોવા મળે છે. આ જ્યુસ પીવાથી શરીરની ચરબી ગાયબ થઈ જાય છે અને મેદસ્વીપણા થી રાહત મળે છે.