ડાયાબીટીસ અને અન્ય 50થી વધુ જટિલ બીમારીઓમાં જરૂર કરો બીલીપત્ર નો આ રીતે ઉપયોગ, 100% ગરેન્ટી સાથે જોવા મળશે રિજલ્ટ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બીલી અને તેના પાનનું ધાર્મિક દ્રષ્ટિએ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ તેનું સ્વાથ્યની દ્રષ્ટિએ પણ છે. આયુર્વેદ પ્રમાણે બીલી સ્વાદમાં મધુર, તૂરી કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા રૂચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે, બીલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, પાચનકારક, સંગ્રહણી, કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે.

બીલીના મૂળ પણ એક મુખ્ય ઔષધ છે. શિયાળામાં એનાં ફળ લાવી, ભાંગી, સૂકવી અંદરનો ગર્ભ દવા માટે સંભાળીને રખાય છે. બિલી નું ફળ કાચું હોય ત્યારે તેની છાલ લીલી અને નરમ હોય છે, પણ પાછળથી થોડી કઠણ થાય છે. પાક્યા પછી પીળાશ પડતી જાય છે. તેનો ગર્ભ મીઠો, સહેજ તૂરો જાંબુ જેવો હોય છે. બીલી ગુણમાં ગ્રાહી, દીપન, વાતનાશક છે. અને મગજ માટે સ્નિગ્ધ તથા આંતરડાને બળ આપનાર છે. એનાં પાન પૌષ્ટિક તથા સોજા ને હરનાર છે. વગેલા ઘા રુઝાવે છે. તથા નિદ્રા લાવનાર છે.

બીલીના પાન એ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો આપનાર ઔષધી  છે. બીલીના પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવા. પછી બહાર કાઢી, વાટી ને વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એકથી બે ચમચી જેટલો આ રસ પીવાથી ડાયાબિટીસમાં ઉત્તમ લાભ થાય છે.

ઝાડામાં જો લોહી પડતું હોય તો તેમાં પણ બીલીનો ગર્ભ લાભકારી છે. બીલીનો ગર્ભ, શતાવરી અને કડાછાલ એ ત્રણે ઔષધો સરખા વજને લઈ તેનું ચૂર્ણ કરી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ ઈસબગુલ સાથે દિવસમાં ત્રણ વખત પીવું. ઝાડામાં પડતું લોહી બંધ થઈ જશે. બે-ચાર દિવસ આહારમાં દૂધ અને દૂધની બનાવટ નો  વધારે ઉપયોગ કરવો.

વારંવાર પાતળા ઝાડા થતા હોય અને મટતા ન હોય તો બીલીના ગર્ભને સ્વચ્છ પથ્થર ઉપર ઘસીને ચણાના દાણા જેટલો ઘસારો એક ગ્લાસ છાશમાં મેળવી ધીમે ધીમે પી જવી. આ રીતે ચારેક વખત ઘસારો બનાવી ઉપયોગ કરવો. ઝાડા બંધ થઈ જશે. લોહી પડતું હોય તેવા હરસ-મસામાં પણ બીલી ઉત્તમ પરિણામ આપે છે. આ માટે ઉપર મુજબ બીલીના ગર્ભનો ઘસારો છાશ સાથે આપવો. આયુર્વેદના મહર્ષિ ચરકે આ માટે એક ઉત્તમ ઉપચાર બતાવ્યો છે.

વ્યક્તિ એ પોતાના વજન અનુસાર કિલોગ્રામ દીઠ દસ ગ્રામ બીલીપત્ર ના ચૂરણ ને ખાવુ જોઈએ. આના સેવન થી કેન્સર નો ભય પણ ઘટી જાય છે તથા તમામ પ્રકાર ના સોજા મા અસરકારક છે. પેટ ને લગતી સમસ્યાઓ તથા લીવર ને ખૂબ જ લાભ પહોચે છે.

બીલા ના રસનુ નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમા રહે છે. બીલીના રસમા ૨-૩ ટીપા ઘી મિક્સ કરી, આ પીણાને નિયમિત એક ચોક્કસ માત્રામા લો. તેના નિયમિત સેવનથી હૃદય સાથે સંકળાયેલ બીમારી સામે રક્ષણ મળી શકે છે. તે બી.પી. ની સમસ્યાને નિયંત્રિત કરવામા સહાયરૂપ સાબિત થાય છે.

બીલા મા રહેલ ટેનિન ડાયરિયા તેમજ કોલેરા જેવી બિમારી ને દૂર કરવા માટે ઉપયોગી છે. આ સાથે જ આ ફળ મા રહેલ પલ્પ એ સફેદ ડાઘ ના રોગ મા ઉપયોગી બને છે. આના સેવન થી એનીમીયા, નેત્ર ને લગતા રોગ તથા કાન ને લગતા રોગ મા ફાયદો થાય છે. કેન્સર થવા ના ભય મા થી મુક્તિ મળે છે. ભૂતકાળ ના સમય મા વૈદો આ બીલા ના પલ્પ ને હળદર સાથે મિક્સ કરી તૂટેલા હાડકા પર લગાવતા.

જે વ્યક્તિ ને લુ લાગી હોય તેણે બીલીપત્ર ને ક્રશ કરી તેને પગે તથા હાથ , પગ તેમજ છાતી ના ભાગે લગાવવા થી રાહત મળે છે. આ ઉપરાંત બિલાનું શરબત પણ પીવુ જોઈએ. વ્યક્તિ ના મોઢા મા રહેલા ચાંદા તેમજ પેઢા ને લગતી સમસ્યા ને દૂર કરવા માટે બીલા ના પલ્પ ને પાણી મા ઉકાળી કોગળા કરવા. આમ કરવા થી ફાયદો થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top