આજકાલ દરેક યુવક યુવતીઓ સુંદર દેખાવવાના સ્વપ્ન જોતા હોય છે. પરંતુ આજકાલની ભાગંભાગ વાળી જીવનશૈલી અને ખાનપાનને કારણે શરીર પર વિપરિત અસરો પડી રહી છે. જેથી અનેક રોગો તો થાય જ છે આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થય રહ્યો છે.
હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલદી મટે છે. સંતરાની છાલને સૂકવી તેનો પાઉડર કરી ગુલાબજળમાં મેળવી તેને મો પર લગાડી અર્ધા કલાક રહેવા દઈ પછી ચેહરો ધોવાથી ચામડી મુલાયમ બનશે, ડાધા નીકળી જશે અને ચહેરાની કરચલી પણ નીકળી જશે.
ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખવો. આ મિશ્રણની માલિશ કરવાથી હાથપગમાં ચીરા પડયા હોય તે સારા થઈ જાય છે. મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચેહરો સુંવાળો અને ચમકીલો બને છે. ફોડલી થતી હોય ત્યાં લસણનો રસ લગાવવાથી રાહત મળે છે.
બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નિર્મૂળ થઈ જાય છે અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે. કફ કરનાર આહાર ન લેવો.
હાથ કે પગમાં ચીરા પડયા હોય,અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ તેનાથી ત્રણગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે. કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી ચામડી સુંવાળી બને છે.
દૂધની મલાઈનો લેપ સ્નાન કરવા પહેલાં અડધા કલાક અગાઉ ચહેરા પર લગાવવો. સુકાયા બાદ મો પર હાથથી માલિશ કરવી. જેથી બધી મલાઈ ચહેરાનો મેલ લઈ પોપડા થઈ ઉખડી જશે અને ચામડી ગોરી, ચમકીલી અને લીસી બનશે. શીયાળામાં હાથપગની આંગળીઓની વચ્ચે ચળ આવે ચામડીમાં ચીરા પડે તો ઘઉંના ભૂસામાં એક ચમચી મીઠું નાખીને પાણી નવશેકું ગરમ કરી આ પાણીમાં હાથ પગ રાખીને શેક કરવાથી ચળ મટી જાય છે.
દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે તેના માટે રૂ ને મધમાં પલાળીને પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે. દૂધ અને દિવેલને સરખે ભાગે લઈ નિયમિત શરીરે માલિશ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે. લીમડાનાં સો પાન લઈ તેનું ચૂર્ણ રોજ ૬ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે.
ગરમ અથવા ઠંડું પાણીમાં એક લીંબુ નિચવી તેનાથી સ્નાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે. કારેલા નાં પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જૂના કોઈપણ રોગ મટે છે. તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી ચમક વળી બને છે. ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખી ઉકાળી તે પાણી થી સ્નાન કરવાથી ચામડી મુલામય બને છે.
રસ કાઢી લીધેલા લીંબુના ફાડિયાં ચહેરા પર ઘસવાથી ચામડી સહજ તમતમે છે. પરંતુ ચહેરાની લાલી એકદમથી આવે છે. થોડીવાર ચહેરા પર છાલ ઘસી પછી ઠંડા પાણીએ મોં ધોઈ નાંખવું. તેથી પસીનાના મેલથી બંધ થયેલાં ચામડીના છિદ્રો ખુલ્લાં થઈ જાય ને ચહેરા પર લોહી ફરવા લાગે અને લાલી આવે છે.
ચામડીના રોગોમાં સફરજનનો રસ પણ ખૂબ જ અસરકારક છે, જે જગ્યાએ દાદ, ખરજવું કે કરોળીયા થયાં હોય ત્યાં સફરજનનો રસ લગાવવાથી પણ રાહત થાય છે. સફરજન લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. લોહી શુદ્ધ થાય તો આપોઆપ ઘણી ચામડીની તકલીફ દુર થઇ જતી હોય છે, તેથી રોજે એક સફરજનનું સેવન કરવાથી પણ તેમાં રાહત થશે.
જેનો રંગ શ્યામ હોય, મોં દેખાવડું ન હોય તેને આમળાંના ચૂર્ણને હળદર પાઉડર સાથે દૂધમાં મેળવી કાયમી સ્નાન કરતી વખતે મોં પર ઘસીને લગાવવાથી ફાયદો થાય છે. ગરમીની સીઝનમાં પરસેવાને કારણે ચામડી ઉપર ફંગસ જલદીથી થઈ જતી હોય છે, તેને કારણે જ મોટાભાગના ચામડીના રોગ થાય છે. તેથી ખાસ ઉનાળામાં કડવા લિમડાને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવું.
વધારે પડતી સુકી ચામડીની સમસ્યા હોય, અને તેને કારણે આખા શરીરે ખંજવાળ આવતી હોય તો તેલમાં થોડી હળદર મિક્સ કરીને શરીર ઉપર માલીશ કરીને નાહવાથી તે સમસ્યામાંથી છુટકારો મળે છે. અળાઈ થઈ હોય તો હરડે અને ફટકડીનું પાણી બનાવી તે અળાઈ પર રોજ લગાડવાથી તરત ફાયદો થાય છે.