Breaking News

તાવ-કળતરથી ભૂખ ન લાગવી અને અપચો થવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો, તો તમારે તમારું ખાણું-પીણું સારું રાખવું પડશે. કારણ કે સ્વસ્થ રહેવા માટે સારું ખાણું-પીણું હોવું જરૂરી છે. પરંતુ આજની દોડધામની જીંદગીમાં લોકો ઉપર તાણ અને કામનું દબાણ વધારે છે, જેના કારણે લોકો ભોજન પર ધ્યાન આપતા નથી. એવા પણ ઘણા લોકો છે જેમને ભૂખ નથી લાગતી. લોકોને ભૂખ લાગવાની તકલીફ હોય છે, જો તેઓ સામે સ્વાદિષ્ટ ખોરાક રાખે તો પણ તેમને ખાવાનું મન થતું નથી.

ત્રિફળા ચૂર્ણ ઘણા ઘરેલુ ઉપચાર માટે ઉપયોગી છે. લોકો મોટે ભાગે કબજિયાતની સમસ્યામા તેનો ઉપયોગ કરે છે. જો તમને પણ સમયસર ભૂખ ન લાગે, તો તમે ત્રિફળા પાવડર લઈ શકો છો . આ માટે તમે નવશેકા દૂધમાં એક ચમચી ત્રિફળા પાવડર લો. તેનું નિયમિત સેવન કરવાથી ભૂખ વધે છે.

આબંળીના પલ્પમાં થોડા કાળામરીનો પાવડર, તજ અને લવિંગને મિક્સ કરીને પાણીમાં ઉકાળી લો. ત્યાર પછી તેને નિયમિત પીઓ. આ પાણી તમને ભૂખ વધારવામાં મદદ કરશે. દિવસમાં બે વખત ટામેટા પર સંચળ લગાવીને ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે. જેનાથી તમને ભૂખ લાગવા લાગે છે અને યોગ્ય પ્રમાણમાં ભોજન કરવું ખૂબ જરૂરી છે.

એક ચમચી અજમો ફાંકી લો અને એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. આવું દિવસમાં એકવાર કરો. અજમો ભૂખને વધારવાનું કામ કરે છે. ધાણા અને આદુના પાઉડરને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાણીમાં ભેળવો. હવે જ્યાં સુધી પાણી ઉકાળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. પછી તેને ઠંડુ કરીને ચાની જેમ પીઓ.

જો તમને પાણી પીવાના ફાયદા ખબર ના હોય તો જાણી લો કે તમારે કોઈપણ પ્રકારની કમજોરીમાં પણ દિવસમાં ઓછામાં ઓછું ૩ થી ૪ લિટર પાણી પીવું જોઈએ. જો તમે કોઈ તાંબાના વાસણમાં રાતે પાણી ભરીને રાખી દો અને સવારે તેનું સેવન કરો તો તે તમારા માટે ફાયદાકારક છે.

પાચનને મજબૂત કરવા અને ભૂખ વધારવા માટે યોગાસનની મદદ લઈ શકો છો. તમે દરરોજ સૂર્ય નમસ્કાર, કપાલભાતિ પ્રાણાયામ, પશ્ચિમોતન અને પવનમુક્તસન વગેરેનો અભ્યાસ કરી શકો છો. આ યોગ પ્રવૃત્તિઓ કરવા માટે, પ્રશિક્ષકની સહાય લો.આદુ બળતરા વિરોધી, એન્ટી-હાયપરટેન્સન, ગ્લુકોઝ-સંવેદનાત્મક અને ઉત્તેજક ગુણોથી સમૃદ્ધ છે. તે જઠરાંત્રિય માર્ગ પર અસરકારક રીતે કાર્ય કરે છે .

ભૂખ વધારવા માટે આમળાનું સેવન પણ કરી શકાય છે.તે વિટામિન-સી અને ગેસ્ટ્રોપ્રોટેક્ટિવ ગુણધર્મોથી સમૃદ્ધ છે. તે પાચક આરોગ્યને જાળવી રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કાર્ય કરી શકે છે. આમળાનો રસ ભૂખ વધારવા માટે દવા તરીકે પીવામાં આવે છે. જો તમને ભૂખ નથી લાગતી તો તમારે રોજ એક ગ્લાસ સફરજનના જ્યૂસમાં ખાંડ મિક્સ કરીને પીવું જોઇએ.

દાડમ એક ફાયદાકારક ફળ છે, જેમાં એન્ટીઓકિસડન્ટ અને વિટામિન ભરપૂર હોય છે. પાચન સ્વાસ્થ્ય માટે દાડમ ખૂબ ફાયદાકારક છે. દાડમનો રસ દરરોજ  પીવાથી ભૂખમાં વધારો થાય છે . લીલી કોથમીરનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ભૂખ ન લાગવા પર તેનો રસ નિકાળીને તેમા થોડૂક મીઠું ઉમેરીને પી શકો છો. જેનાથી તમને ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઇ જશે.

જો  ગ્રીન ટી ના પીતા હોય તો આજથી જ પીવાનું શરૂ કરી દો કેમકે તેનાથી ઘણી સમસ્યાઓ ઓછી થઇ જાય છે અને સમયસર ભૂખ પણ લાગે છે. દૂધની સાથે બનેલી ચા ભારે હોય છે એટલે તેનું સેવન ના કરો. બે ત્રણ ઈલાયચી, એક આદુનો ટુકડો, બે ત્રણ લવિંગ, અડધી ચમચી ધાણાને મિક્સરમાં મિક્સ કરો અને પછી તેમાં હૂંફાળું પાણી નાખી પીવાથી ભૂખ લાગે છે.

જ્યારે પણ ભૂખ ન લાગવાની સમસ્યાનો અનુભવ થાય તો તમે અજમામાં સંચળ ઉમેરીને ગરમ પાણીની સાથે પીવો. તેનાથી ભૂખ લાગશે. ઇલાયચી અપચો, પેટ ફુલવું, એસિડીટી અને પાચન તંત્રમાં સુધારો કરીને ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરે છે. તમે ઇલાયચીની ચા તેમજ તેને કાચી ખાઇને પણ આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

1 ચમચી વરિયાળી અને મેથીના દાણા લઈને તેને થોડીવાર ઉકાળો, સ્વાદ માટે અડધી ચમચી મધ ઉમેરો, હવે તેને ગાળીને પી શકો છો. દાડમના જ્યુસ અને મધને મિક્સ કરીને પીવું જોઈએ. આંબળાનો રસ પણ ભૂખ જગાડવા ઉપયોગી સાબિત થાય છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાથી પણ ફાયદો થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!