દલીયા શરીરને સ્ફૂર્તિલુ બનાવવામાં અને તેને ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો પૂરા પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સવારના હેલ્ધી નાસ્તામાં દલીયાનો સમાવેશ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર તેનો ઘણો ફાયદો થાય છે. દલીયા એક પ્રકારનું અનાજ જ છે, જે સવારનાં નાસ્તામાં આરોગવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.
દલીયા બનાવવામાં ખૂબ જ સહેલા છે, અને તે પચવામાં પણ હલકા હોય છે. દલીયાને દૂધ તેમજ ફળો સાથે બનાવવામાં આવે છે, તેને ગેસ પર બનાવવા છતાં તેમાં રહેલા પોષકતત્ત્વો તેમના તેમજ રહે છે. દલીયામાં હાઈ ફાઈબર, વિટામીન-બી અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, આયરન અને ફોસ્ફરસનો પણ સારો એવો સ્ત્રોત હોય છે.
તો ચાલો હવે આપણે જાણીએ દલીયા ખાવાથી આરોગ્યને થતાં લાભો વિશે. દલીયા લોહીને અત્યંત સાફ કરે છે અને ચામડી માં સુધારો લાવે છે. દલીયાને ગરીબોની બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, પાણી, કેલ્શિયમ, લોહતત્વ વગેરે વિટામિન મળી આવે છે.
દલીયામાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. દલીયા લોહીમાં હિમોગ્લોબીનના પ્રમાણમાં વધારો કરે છે. આ ઉપરાંત તે શરીરના તાપમાનને જાળવી રાખવામાં પણ મદદ કરે છે, અને તે પાચનક્રિયામાં પણ સુધારો કરે છે. દલીયામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.
થોડા સમય દલીયાનું સેવન કરવાથી તમને પેશાબને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળશે. પેટને લગતી કોઈપણ સમસ્યા જેવી કે કબજિયાત એસિડિટી વગેરે સમસ્યામાં રોજ ભૂખ્યા પેટે મુઠી દલીયા ખાવા જોઈએ. તેનાથી શરીરમાં કબજિયાત રહેતી નથી.
દલીયામાં લો કેલરી, હાઇ-ફાઈબર અને પચવામાં હલકા હોવાથી શરીરના વજનને નિયંત્રિત કરે છે. જો તમે નિયમિત રીતે દલીયાને સવારના નાસ્તામાં આરોગો તો શરીરને ફાયબરની સાથે સાથે પોષકતત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ડાયેટમાં દલીયામાં ફાયબરનો વધુ પ્રમાણમાં સમાવેશ થતો હોવાથી પાચનક્રિયા સારી રહે છે.
જો તમને વસ્તુઓ ભુલવાની બીમારી છે તો રોજ ગોળ અને દલીયા ખાવા જોઈએ. આમાં રહેલા વિટામિન B6 મગજમાં યાદશક્તિને વધારશે. જેનાથી યાદશક્તિ પણ વધશે. ગોળ અને દલીયામાં એમિનો એસિડ, ટ્રિપ્ટોફેન અને સેરોટોનિન હોય છે. જેનાથી તણાવ ઓછું થાય છે અને હતાશા પણ ઓછી થાય છે.
દલીયામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે. પ્રોટીનથી ભરપૂર દલીયા શરીરમાં રહેલા હાનિકારક પદાર્થો તેમજ અન્ય બીમારીઓથી બચાવે છે. તેની હાઇ-ફાયબર ડાયેટ શરીરને તંદુરસ્ત બનાવવાની સાથે સાથે હૃદયને અને પેટને પણ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલાં પોષકતત્ત્વો હૃદય સંબંધી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ રહે છે.
જો તમે શરીરે ખૂબ નબળા હોવ તો દરરોજ સવારે ભૂખ્યા પેટે દલીયા ખાવાનું શરૂ કરી દો. દલીયા માંથી આપણા શરીરને ભરપૂર પ્રમાણમાં પોષણ મળે છે. આ ઉપરાંત દલીયામાં ઘણાં બધાં વિટામિન હોય છે. દલીયા માંથી ઘણાં લોહતત્વ અને ફોસ્ફરસ જેવા ખનીજો પણ વધારે પ્રમાણમાં મળી આવે છે.
જે કોઈપણ પ્રકારના ગંભીર રોગથી આપણા શરીરનું રક્ષણ પૂરું પાડે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એટલા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટે બે જ મોટી મૂઠી દલીયા ખાવા જોઈએ. દલીયા ગ્લુકોઝનું પ્રમાણ શોષી લે છે. જે ડાયાબિટીઝને પણ નિયંત્રણમાં રાખે છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તે વ્યક્તિએ દલીયાનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. આને કારણે, બ્લડ સુગરનું સ્તર ઓછું થશે.
દલીયામાં ઝીંક હોય છે જે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. પુરુષોએ દરરોજ આનું સેવન કરવું જોઈએ જેનાથી તેમના ચહેરાની ચમક વધશે. રાત્રે સૂતા પહેલા ફકત એકાદ મૂઠ્ઠી જેટલા દલીયાનું સેવન કરવું જોઈએ અને તે પછી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. આમ કરવાથી શ્વાસને સંબંધિત રોગોમાં સારી અસર થઈ શકે છે.