Breaking News

શું તમે પણ ખાઈ રહ્યા છો અથાણાં? તો એકવાર જરૂર વાંચી લ્યો આ લેખ નહિ તો પસ્તાશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

અથાણામાં વિટામિન કે સારા પ્રમાણમાં હોય છે જે વિટામિન બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર હોય છે. ગર્ભાવસ્થા વખતે લીંબુ અને કેરીનું અથાણું ખાવાથી શરીરમાં દુર્બળતા ઓછી અનુભવાય છે.  જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો પણ અથાણું ખાવાથી વજન ઉતારી શકાય છે.

અથાણામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને ફ્રિ રેડિકલથી સુરક્ષિત રાખવાનું મદદ કરે છે. કેટલાક સંશોધનનું માનીએ તો ડાયાબિટીસમાં અથાણું ફાયદાકારક છે. આના સેવનથી પાચનની ક્રિયા સરળ બની શક છે.

પ્રેગ્નન્સીમાં યોગ્ય માત્રામાં અથાણાનું સેવન કરવું હાનિકારક નથી હોતું પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન રોજના ભોજનમાં અથાણાનો સમાવેશ ન કરવો જોઈએ. પ્રેગ્નન્સીમાં અથાણું વધારે ખાવાથી કેટલીક સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે. અથાણામાં વધારે પૌષક તત્વ હોતા નથી. જેથી ઉત્તમ એ જ રહેશે કે ઓછી માત્રામાં જ અથાણું ખાવું .

ગુંદાનું અથાણું બનાવીને તેને બારેય માસ વાપરી શકાય છે. ગુંદા એન્ટી ડાયાબિટીક રસાયન પણ છે. એટલે કે ઘડપણ અને ઘડપણનાં ચિહ્નોને રોકનાર છે. ગુંદા નું અથાણું પેટના દુ:ખાવાને મટાડનાર પણ સાબિત થયું છે.

વિટામીન- સી થી પ્રચુર લીંબુ ના અથાણું આંતરડા માટે લાભદાયક છે. વળી તે રોગપ્રતિકારકશકિત વધારનાર પણ છે. અને  તે એન્ટી બેક્ટેરિયલ પણ ગુણ ધરાવે છે. જે શરીરને ડીટોક્સ એટલે નુકસાનકારક તત્વો સામે સંરક્ષણ આપે છે. બહારનું ભોજન ખાધા પછી લીંબુના ચોથા ભાગના કટકા પર મરી અને મીઠું ભભરાવીને ચુસી લેવાથી ખોરાકનાં દૂષિત તત્વોની અસર ને નાશ કરી શકો છો .

ગર્ભાવસ્થા વખતે લીંબુ અને કેરીનું અથાણું ખાવાથી શરીરમાં દુર્બળતા ઓછી અનુભવાય છે. જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો અથાણું ખાવાથી ફેર પડે છે. અથાણામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને ફ્રિ રેડિકલથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ છે.

‘અથાણું હંમેશાં બપોરે જમવા સાથે અડધીથી એક નાની ચમચી જ ખાવું જોઈએ, એનાથી વધુ નહીં જ. એ સ્વાદ વધારવા માટે છે, એ જ સ્વાદ નથી. ગુણકારી છે એમ સમજીને વધુ પ્રમાણમાં ન ખાઈએ તો તે ફાયદા કારક બને છે.

બ્લડ-પ્રેશરના દરદીઓ જે ઉપરથી વધુ મીઠું ખાવાની આદત ન ધરાવતા હોય, જન્ક ફૂડ ન ખાતા હોય, દરરોજ એક્સરસાઇઝ કરી હેલ્ધી લાઇફ-સ્ટાઇલ જીવતા હોય, દવા દ્વારા તેમનું બ્લડ-પ્રેશર નૉર્મલ જળવાઈ રહેતું હોય તો ચોક્કસ એ લોકો પણ અથાણા ખાઈ શકે છે .

અથાણું ખાવાથી થતા નુકશાન :

અથાણાને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે તેમાં વધુ માત્રામાં તેલ, મીઠું અને મસાલા નાખવામાં આવે છે, જે હેલ્થ માટે સારા નથી. તમે તેને ઓછી માત્રામાં લો તો ચાલશે, પણ તેને રોજના આહાર સાથે ન લેવું જોઈએ .

અથાણાને સંરક્ષિત રાખવા માટે જેટલી પણ સામગ્રીનો ઉપયોગ થાય છે, તે બધા સ્વાસ્થ્ય માટે હાનિકારક મને છે. સામાન્ય રીતે અથાણામાં તેલ વધુ માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં ટ્રાયગ્લિસરાઈડના સ્તરને વધારવાનું કારણ બની શકે છે.

જે લોકો વધુ માત્રામાં અથાણું ખાય છે, તેને પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ શકે છે. એક સંશોધન અનુસાર, જે વ્યક્તિ અથાણું વધારે ખાય છે, તેને ગેસ્ટ્રીક કેન્સરની સમસ્યા થવાની શક્યતા પણ વધી શકે છે.

અથાણાને બનાવવા માટે મીઠાનો વધુ ઉપયોગ કરવામાં છે. જેમાં સોડિયમ વધારે હોય છે. આ સોડિયમને કારણે તમારું શરીર પાણીના વધુ રાશિને યથાવત રાખવા માટે પ્રતિક્રિયા આપતું રહે છે, જે આપણા શરીરના આસમાટિક સંતુલનને બનાવી રાખે છે. તેને કારણે શરીરમાં સોજા જેવી સમસ્યાઓ થાય છે.

અથાણું ખાવાથી ગળાને લગતી બીમારીઓ થઇ જાય છે જેથી ગળામાં દુઃખાવો અને સોજાની સમસ્યા થઇ જાય છે. કેરીના અથાણાંમાં જોવા મળતું તત્વ અસટામિપ્રિડ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. કેરી ના અથાણાંમાં અસટામિપ્રિડ એક કાર્બનિક સંયોજન છે. આ ઘટકો કેરીની સુરક્ષા માટે વપરાય છે. જે હાનિકારક સાબિત થાઈ છે.

જ્યારે પણ અથાણું તૈયાર કરવામાં છે ત્યારે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે વધુ તેલ અને વધુ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકર્તા હોય છે. અથાણામાં તેલ વધુ પ્રમાણમાં હોવાને કારણે અને તેમાં વપરાતા મસાલા પણ રાંધેલા હોતા નથી. જેના કારણે કોલેસ્ટરોલ અને અન્ય શારીરિક સમસ્યાઓ ઉભી કરી શકે છે.

અથાણાં થી આપણા શરીરમાં ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. વળી, તેમાં મીઠાની માત્રા વધારે હોવાને કારણે બ્લડપ્રેશરના દર્દીઓ માટે તે સારું હોતું નથી. આ સિવાય, આવા લોકોએ પણ અંતર બનાવવું જોઈએ, જે લોકો હાયપરટેન્શનના દર્દીઓ છે.

‘કિડનીના દરદીઓ ને અથાણાં ખાવાનું ટાળવું જોઈએ . ‘કિડનીના દરદીઓ સિવાય દરેક વ્યક્તિ નિશ્ચિત પ્રમાણમાં અથાણું ખાઈ જ શકે છે. અથાણાનું વધુ સેવન બ્લડ પ્રેશર માટે પણ તકલીફ કરે છે. ખાસ કરીને એવા લોકોને જેમના પરિવારમાં બ્લડ પ્રેશરની તકલીફો વારસામાં મળતી હોય છે. આવા લોકોએ અથાણાથી દૂર જ રહેવું.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!