શું તમારા શરીરના અંગોમાં પણ ચડી જાય છે સોજા? જરૂર જાણી લ્યો તેની પાછળ નું કારણ અને મટાડવાના આયુર્વેદિક ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તમને વારંવાર સોજા ચડી જવાની ફરિયાદ રહે છે? જેને કારણે ખૂબ જ તકલીફ થાય છે. સોજો થવા પાછળ અનેક કારણ હોય છે. તો શરીર પર અવારનવાર આવતા સોજા મટાડવાના ઘરેલૂ ઉપાય જાણો… જરૂર થશે ફાયદો… શરીર પર અચાનક સોજા થવા પાછળના કારણો જાણી લો, તેને રસોડાની ઔષધીઓથી સરળતાથી મટાડી શકાય છે…

જેમને કિડનીને લગતી કોઈ સમસ્યા હોય અને કેટલીક વાર દવાઓની આડઅસરને કારણે તો પણ દર્દીને સોજા ચડતા હોય છે. ઘણી વખત ચહેરા પર કે હાથ – પગના પંજા પર સોજા ચડી જતાં હોય છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી પણ સોજા ચડે છે. ઘણા લોકો ને ટ્રાવેલ કર્યા પછી પગમાં સોજા ચડે છે.

શરીર પર કોઈ ઇજા થઈ હોય તો શરીરનું કોઈ અંગ ફૂલી જાય કે પછી તેની પર સોજા ચડ્યા છે તેમ કહેવાય. તે સિવાય પણ શરીરમાં મીઠાનું પ્રમાણ વધવાથી એટલે કે બોડીમાં સોડિયમનો રેશિયો વધી જવાથી પણ સોજા ચડે છે. કોઈ અલેર્જી વસ્તુઓને કારણે કે સ્કીન ડિસીઝમાં પણ સોજા ચડતા હોય છે. ગર્ભવતી સ્ત્રીઓને પણ પગમાં સોજા ચડી જવાની ફરિયાદ રહેતી હોય છે.

આપણાં શરીરમાં કોઈને કોઈ ફેરફાર જણાય ત્યારે આપણને તરત ખ્યાલ આવી જાય છે. તેમાં પણ શરીરમાં સોજા ચડે તો આપણું શરીર ભારે થઈ જાય અને બેચેની અનુભવાય છે. એક રીતે જોઈએ તો શરીર પર સોજા ચડવાનું મૂખ્ય કારણ એ છે કે જો કોઈને હાડકાંમાં ફ્રેક્ચર આવી જાય તો ત્યાં તરત જ સોજો ચડેલો દેખાવા લાગે છે.

તેમ છતાં અનેક કારણો હોઈ શકે છે કે જેમાં હાથના પંજા ,આંગળાં, ખભ્ભા કે કોણી, પગના પંજા, પીંડી કે થાપા પર સોજા આવતા હોય છે કોઈને તો ચહેરા પર કે પછી આંખનાં પોપચાં પર પણ સોજા ચડી જતા હોય છે.

અનેક લક્ષણો હોય જેને કારણે શરીરમાં અચાનકથી સોજા ચડી જાય છે અને એ સ્નાયુઓની આસપાસની માસપેશીઓ ફૂલી જઈને દર્દ કરવા લાગતી હોય છે. કેટલાક એવા સરળ અને ઘરના રસોડાંમાંથી જ મળી જતા શરીર ના અંગો ના સોજા મટાડવાના આયુર્વેદિક ઉપાય.

હળદર માં એક ખાસ પ્રકારનું કુદરતી એન્ટિ બાયોટિક ઔષધ રહેલું હોય છે. હળદરનો ઉપયોગ હૂંફાળા દૂધ સાથે પીવાથી અસર કરે છે. જેમને દૂધ ન ભાવતું હોય કે ન પચતું હોય તો તેમણે હળદરને ગરમ નવસેકાં પાણીમાં નાખીને પી શકાય છે. લોહીની શુદ્ધતા વધારવા, લોહીનું ભ્રમણ નિયમિત કરવા હળદર ઉપયોગી છે. તેને કારણે તે સોજા ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. તે એક ઉત્તમ ઉપાય છે. જેને કારણે શરીરનો સોજો ઉતરી જાય છે અને શરીરનું શુદ્ધિકરણ પણ થાય છે.

એક ચમચી અળસીને એક ગ્લાસમાં ગરમ પાણીમાં લઈને પીસી લો. આ મિશ્રણને ગાળ્યા વિનાજ પી લો. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ઓમેગા ફેટ–૩ રહેલું હોય છે. જે શરીરમાં રહેલા વિટામીન અને મિનર્લ્સની ખામીને દૂર કરે છે. જેને કારણે ટોક્સીક્સ પણ નીકળી જાય છે. તેનાથી પાચનમાં પણ મદદ રહે છે. જો પેટને લગતી સમસ્યાને કારણે પગમાં સોજો હશે તો તુરંત રાહત મળશે.

શરીરમાં જો કોઈ કારણ વગર સોજો ચડેલો દેખાય, સૂસ્તી લાગે કે શરીરના સ્નાયુમાં ભાર વર્તાય તો અનાનસનો રસ પીવા થી સોજો ઉતારવા માં મદદ થાય છે. એક પાકું પાઈનેપલ લઈને તેના ટૂકડા કરી લો, મીક્ષરમાં ગ્રાઈન્ડ કરી તેને ગાળી લઈ તેમાં પાણી ઉમેરીને જ્યુસ બનાવીને પી શકાય. એ સમયે તેમાં ખાંડ કે નમક ન નાખવું. નેચરલ જ્યુસ દિવસમાં એકવાર પી લેવાથી ફ્રેશ ફિલ થશે અને સોજો ઉતારવામાં પણ મદદરૂપ થશે. તેમાં ઉત્તમ પ્રકારનું એન્ટિ ઓક્સીડન્ટ રહેલું છે.

શરીરમાં જો કોઈ ગંભીર બીમારી ન હોય તેમ છતાં પણ જો સોજો રહેતો હોય તો શરીરમાં સામાન્ય વિટામીન્સની ખામી છે. તમારે બી, ઈ, ડી અને સી વિટામીન ધરાવતો ખોરાક ભરપૂર માત્રામાં લેવો જોઈએ. તાજા ખાટાં અને મીઠાં દળવાળાં ફળો અને તેમનો રસ લેવો જોઈએ. દિવસમાં થોડા પ્રમાણમાં સૂકો મેવો પણ ખાવો જોઈએ જેના થી સોજો ઉતારવા માં રાહત મળે છે.

જો તમને વારંવાર સોજા રહેવાની ફરિયાદ રહેતી હોય તો તમારે મીઠું લેવા પર કંટ્રોલ કરવો જોઈએ. સલાડમાં કે રોટલી, રાયતું કે ભાતમાં ઉપરથી મીઠું છાંટીને ખાવાની ટેવ મૂકવી જોઈએ. મીઠાના બદલે સિંધવ મીઠું કે સંચળનો પણ ઉપયોગ કરી શકાય છે. કેમ કે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી કે પછી સોડિયમનું પ્રમાણ વધી જવાથી પણ ચહેરા પર પણ સોજો જોવા મળે છે કે પગમાં ગોટલા ચડેલા નજરે પડતા હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top