Breaking News

આયુર્વેદ અનુસાર આ ચીજો ભૂલથી પણ સાથે ખાવી જોઈએ નહીં, એકસાથે ખાવાથી થશે ગંભીર બીમારીઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આપણા શરીરને અલગ – અલગ વસ્તુથી અનેક પોષક તત્વો મળી રહે છે. અને દરેક ખવાયેલો ખોરાક તેની પ્રકૃતિ અનુસાર આપણા શરીરમાં તેનો પ્રભાવ પાડે છે. એવામાં બે એવી ચીજો કે જેની પ્રકૃતિ અલગ અલગ જોવા મળે છે. તેને એક સાથે ખાવામાં આવે તો આપના શરીર પર તેની વિપરીત અસર જોવા મળે છે. અને તેનાથી આપના શરીરને કેટલીય ગંભીર બીમારીઓ થવાની સંભાવના પણ રહે છે.

વિરૃધ્ધ આહાર આજે બધી જગ્યાએ જોવા મળે છે.  અને તેનો ઉપયોગ પણ તેજીથી થઈ રહ્યો છે. કેમ કે લોકો તેની જીભ માટે નવો નવો સ્વાદ મળી રહે તેથી રેસ્ટોરન્ટ તેમજ હોટલોમાં જઈ રહ્યા છે.  વિરુદ્ધ આહારનું ચલન તેજીથી વધી રહ્યું છે. અને આ વિષે લોકોને ખબર પણ નથી હોતી અને તે વારંવાર આવ આહારનું સેવન કરતા હોય છે.

કેટલીક વસ્તુઓની પ્રકૃતિ તો એટલી વિરુદ્ધ હોય છે.  કે, તે આપના શરીરમાં અસાધ્ય હોય તેવા રોગો આપણા શરીરમાં પેદા કરે છે. આપણી ભાષામાં આવી વસ્તુઓને “વિરુદ્ધ આહાર” કહેવામાં આવે છે. તમને ખબર પણ નહિ હોય કે આપના શરીરમાં વિરુદ્ધ આહારને લીધે જ મોટા ભાગની  બીમારીઓ ઉત્પન થાય છે ઉદાહરણ- વાળનું ખરવું, ચામડીના રોગો, કાયમ આળસ આવવી, કે પેટનું ખરાબ થઇ જાવું વગેરે

ડુંગળી અને દુધને આયુર્વેદમાં વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. જો આપના શરીરમાં દૂધ અને ડુંગળી એક બીજા સાથે કોઈ પ્રક્રિયા કરે તો આપના શરીરમાં ઘણા રોગો થઇ શકે છે જેમ કે, ચામડીના રોગો તેમાં દાદર, સફેદ દાગ કે કોઢ, કાળા દાગ તેમજ શીળસ પણ થઇ શકે છે. એટલે ભોજનમાં ડુંગળી અને દૂધ સાથે ક્યારેય સાથે ના લેવા જોઈએ. તેમજ ડુંગળી ખાધા પછી પણ દૂધ ના પીવાય .

દહીંની સાથે ક્યારેય અડદની દાળ ના ખાવી જોઈએ કેમકે તેનાથી આપણું બ્લડ પ્રેશર ખુબ જ વધી જાય છે, તેથી હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોએ તો ભૂલથી પણ આનું સેવન ના કરવું જોઈ. નહીતર તે પ્રાણઘાતક પણ સાબિત થઇ શકે છે. એટલા માટે દહીંવડા જેવી વાનગી થી તો દુર જ રહેવું યોગ્ય છે. તેમજ દહીં રાતના સમયે પણ ખાવું જોઈ નહિ કેમ કે, તેનાથી તે આપણા પેટની પાચનની ક્રિયા ધીમી કરી નાખે છે .

દહીં અને ફળને સાથે ક્યારેય ના ખાવા જોઈએ કેમ કે, દહીં ઠંડુ હોવાથી તેની સાથે ફળને જો ખાવામાં આવે તો તે આપના શરીરમાં કફની માત્રા માં વધારો કરી  દે છે. જેના કારણે વધુ પડતો કફ આપના ફેફસામાં જઈને નુકશાન કરી શકે છે, તેમજ શરીરમાં કફનું સંતુલન પણ ખોરવાઈ જાય છે. તેમજ બીજી વાત એ કે, દહીને ક્યારેય બહુ વધુ ગરમ કરીને ના રાંધવું જોઈએ તે પણ આયુર્વેદની બાબતે નુકશાન કારક સાબિત થાય છે.

દુધની સાથે ખાટા ફળો ખાવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે. કેમ કે, દુધની સાથે કે તેની આસપાસ ના સમયે જો ખાટા ફળોનું સેવન કરવામાં આવે તો તે પેટ પર અવળી અસર કરીને પેટની અનેક સમસ્યાઓ જેવી કે, ગેસ, પેટનું ઇન્ફેકશન, પેટ દર્દ ઉભો કરે છે. તેથી આયુર્વેદમાં દુધની સાથે આવા ફળ ખાવાની સખ્ત મનાઈ કરવામાં આવે છે. દુધની સાથે સામાન્ય રીતે બધા ફળ જેવા કે કેળાં, ચીકુ વગેરે જેવા ફળ ખાવાની સલાહ આપે છે.  પણ એ વાતનો ખ્યાલ રાખો કે, જયારે દૂધ તેમજ ફળો સાથે મળે છે ત્યારે તે એક બીજાને પચવામાં રોકે છે. કેમ કે બંનેને પચવાનો સમય અલગ અલગ છે.  જો લગાતાર આનું સેવન કરવાથી શરીરની પાચન પ્રક્રિયામાં બદલાવ આવવા લાગે છે. તેમજ રાતના સમયે અનિન્દ્રા જેવી બાબતોનો સામનો કરવો પડે છે.

ઘી અને મધ પણ ક્યારેય સાથે ના ખાવું જોઈએ કે પછી મિક્સ કરીને પણ ના ખાવું જોઈએ કેમ, કે આયુર્વેદમાં આ બંનેને સાથે રાખીને ખાવાથી તેને ઝેર સમાન ગણાવવા માં આવ્યા  છે. જો આ બંનેનું સાથે જ સેવન કરવા માં આવે તો તો શરીર પર ખુબ જ હાનિકારક અસર ઊભી થાય છે.

કેટલાક લોકો સલાડનું સેવન જમવાનું જમ્યા બાદ કરે છે, આ બાબત એકદમ ખોટી છે. કેમ કે, સલાડ ઠંડુ હોવાથી ભોજનની સાથે જ ખાવી જરૂરી છે. જો ભોજનની પછી સલાડ ખાવામાં આવે તો તે પાચનની પ્રક્રિયા ધીમી થઈ જાય  છે.  તેમજ તેનાથી ગેસ અને એસીડીટી થવાની શક્યતા વધે  છે. એક જાણકારી અનુસાર આપણે ક્યારેય કાકડી અને ટામેટા પણ સાથે ના ખાવા જોઈએ. કેમ કે તે બંને માં મળતા તત્વો એક બીજા થી વિરુદ્ધ હોય છે. તેમજ તેમનો પચવાનો સમય પણ અલગ અલગ હોય છે. જેનાથી આપના પેટને પાચનમાં તકલીફ ઊભી થાય છે. જેથી પેટમાં દુખાવો થાય છે.

સલાડમાં જયારે આપણે મુળા ખાતા હોઈએ ત્યારે ભૂલથી પણ આપણે સાથે દૂધ ના પીવું જોઈએ. કેમ કે, દૂધની સાથે મુળા ખાવાથી પણ ચામડીના રોગો થવાની સંભાવના રહે છે. કેમ કે, આયુર્વેદમાં દૂધ અને મુળાને પણ વિરુદ્ધ આહાર ગણાવવામાં આવ્યો છે.

ભોજન અને ઠંડી તેમજ ગરમ વસ્તુઓ- ભોજન બાદ બહુ ગરમ વસ્તુઓ અને બહુ ઠંડી વસ્તુઓ પીવામાં આવે તો શરીરને ખુબ જ નુકશાન થઇ શકે છે. જો ભોજન કર્યા બાદ કોલ્ડ્રીંક જેવી બહુ ઠંડી કે ચા જેવા  બહુ ગરમ પીણા પીવામાં આવે તો શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે તેમજ અપચો, પેટ બહાર આવવું, ચરબી વધી જવી જેવી સમસ્યા પણ ઉત્પન થઇ શકે છે. તેથી ભોજન બાદ બહુ ઠંડુ હોય તેવું પાણી પણ ના પીવું જોઈએ અને બહુ ગરમ હોય તેવું પાણી કે બીજી કોઈ વસ્તુ  પણ ના પીવી કે ના ખાવી જોઈ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!