Breaking News

વાળ ને લગતી કોઈ પણ સમસ્યા ઉપરાંત અન્ય રોગો માં પણ છે ફાયદાકારક આ ઔષધ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

અરીઠા ને સંસ્કૃત માં અરિસ્ટક અને  પિતફેન તથા અંગ્રેજ માં સોયબેરી કહેવામાં આવે છે . અરીઠા ના ઔષદીય ગુણ બોવ સારા હોય છે.  સાબુની જગ્યાએ માથાના વાળ ધોવા માટે ઘણા લોકો  હજી પણ તેનો ઉપયોગ કરે છે. અરીઠાને સૌ કોઈ જાણે છે. એનાં મોટાં ઝાડ થાય છે. તેનાં પાન ૬-૬ જોડાયેલાં હોય છે. તેનાં ફળ ગોળ અને ત્રણ ત્રણ સાથે હોય છે. તે પાકે ત્યારે તે નરમ ફીક્કાં અને  લીલા રંગનાં હોય છે. તેના ફળ પર જે પડ પણ હોય છે. તે દવાના કામમાં વપરાય છે.

અરીઠા ના ઉપરના પડ નીચે થોડું કઠણ પડ હોય છે. આ પડ ઉપરના પડ કરતાં કઠણ હોય છે. તે પણ ની અંદર કાળા રંગના કઠણ ગોળ ચળકતાં અને લીસ્સા બીજ હોય છે. એ બીજ નો ગર્ભ સફેદ અને મીઠો હોય છે. તેની છાલ કાળી રતાશ પડતી તથા કરચલીવાળી હોય છે. એનાં મોટાં ઝાડ મહુડા જેવા થાય છે. તેની છાલ ની નીચે ચીકણો, ભીનાશ પડતો પદાર્થ હોય છે. તે કડવો અને મીઠાશવાળો હોય છે. ઉપયોગમાં તેનાં ફળની છાલ લેવાય છે.

અરીઠા ના ઔષધીય ફાયદા:

અરીઠા સાબુ કરતા સસ્તાં, સરસ અને નિર્દોષ પણ છે.હવે આપણે અરીઠા ના ગુણ જોઈએ.  અરીઠા ગુણમાં ઉષ્ણ, વન, ગ્રાહી અને ત્રિદોષ નાશક છે. કડવું, સ્નિગ્ધ, કફઘ્ન છે. મોટી માત્રામાં લેવાથી ઉલટી થાય છે તથા રેચક બને છે. તેનો લેપ પીડા અને સોજા મટાડનાર છે. વિષનાશક તરીકે અરીઠાંનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો નસ્ય તરીકે ઉપયોગ કરી શકે .  અરીઠાના ઉપયોગી પાચનશક્તિ વધુ સક્રિય બને છે. ઝેરની અસર દૂર કરવામાં વપરાય છે.

અરીઠાને બેચાર પાણીથી સાફ કર્યા પછી જ વાપરવા થી નુકસાનકારક નથી. આ પાણી પીવાથી સર્પના ડંખ નો ઉતાર થાય છે. અરીઠાના પાણીથી માથાનો ખોડો દૂર થાય છે. એમાં ધુમાડાથી હિસ્ટોરિયા તથા ઉન્માદમાં ફાયદો થાય છે. એના ઝાડની જડ બે ગ્રામ ની માત્રામાં લેવાથી ફેફસાંના પડદાના વરમ, ખાંસી તેમજ છાતી માંથી પડતા લોહીને અટકાવવામાં ઉપયોગી ગણાય છે.

અરીઠાને ખાંડી  તેની સોગઠી યા બત્તી ગર્ભપાત કરવા માટે તેમજ દસ્તાન પૂરજોશમાં લાવવા માટે વપરાય છે.એનું ફીણ શરીરે લગાવવાથી દાહ મટે છે. એનું ફીણનું નસ્ય લેવાથી આધાશીશી પણ મટે છે. એનાં ફીણ નું પોતું બોળી યોનિમાં રાખવાથી તરત પ્રસવ થાય છે. એ જ કારણને લઈને ગર્ભપાત કરવાના કામમાં તેનો ઉપયોગ થાય છે. માથામાં ખોડો, જૂ પડી હોય, ગડગુમડાં હોય તો એના ફીણ થી એ બધી ફરિયાદો દૂર થાય છે.

અરીઠા ની છાલ, સરપંખો, હિંગળો, ગંધક, વરિયાળી અને એશિયા નાં બીજ દરેક અડધો તોલો, સાકર અને સીંધાલુણ એ દરેક ત્રણ તોલા લઇ તેની ગોળી બનાવી લેવી. આ ગોળીના ઉપયોગથી ગુલ્મ રોગ, બરળ તેમજ યકૃત, નળવાયુ દુખાવા, બંધ કોષ અને આમદોષ દર્દો મટે છે. અરીઠા ની છાલ, કલાઈ, સાજીખાર અને શિકાકાઈ એ દરેક પાંચ પાંચ તોલા લઇ મહેંદી ના ડોડવા, કપૂર તથા મીઠું તેલ એ દરેક અઢી તોલા લઈ એનું ચૂર્ણ કરી સોગઠી બનાવી.

આ સોગઠી શરીરે ચોળી સ્નાન કરવાથી શરીર પરનો મેલ તથા કીડા  મટે છે. આ ઉપરાંત ચામડી અને વાળમાં ઝીણાં જંતુ નાશ પામે છે.અરીઠાનું ફીણ બનાવી દમના દર્દીને આપવાથી ઊલટી થઈ કફ છૂટો થાય છે અને દર્દીને રાહત મળે છે. હિંગ અને અરીઠા ના ઘર નો લેપ બનાવી શકાય એને ગરમ કરી લગાવવાથી વાળ ના રોગોમાં રાહત જણાય છે. આ રીતે અરીઠા ના ઔષધીય ગુણ ખૂબ વધારે કહી શકાય.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!