વિરોધાભાસી પદાર્થો ખાવાથી અજીર્ણ ઉત્પન થાય છે. અજીર્ણ એક પેટનો દુખાવો છે. જેમાં જીણું જીણું પેટમાં દુખ્યા કરે છે તેના ઉપચાર કરવો જરૂરી છે આ માટે આમે લઈ ને આવ્યા છીએ અજીર્ણના ઘરેલુ ઉપચાર તમે પણ અપનાવો આ ઉપચાર અને કરો આ સમસ્યાને દૂર ચોખા ખાવાથી અપચો થાય તો દાડમ ખાવું જોઈએ.
ભાત ખાવાથી અપચો થાય તો બાવચી, ત્રિફળાં કે કુંવાડિયાનું ચૂર્ણ લેવું જોઈએ, જેનાથી આરામ મળે છે. સુખડી ખાવાથી અપચો થાય ત્યારે દૂધ-ખાંડ નરણે કોઠે એક મહિનો પીવું, ઘઉં, મગ, અડદ, જવ મઠ ખાવાથી અપચો થાય તો બિજોરનો રસ પીવાથી લાભ થાય છે.
સાકર વધુ ખાવાથી અપચો થાય ત્યારે છાશ પીવી અને છાશથી અપચો થાય તો મીઠું ખાવું, ચૂનો ખાવાથી અપચો થાય તો ઘી ચાટવું, દહીં-દૂધનું અપચો થાય તો ચણોઠી ની જડ ચાવવી જોઈએ લીબુ ખાવાથી વિકાર થાય તો મીઠું ખાવું જોઈએ, કેરીથી અપચો થયું હોય તો અંજીર ખાવું અને અંજીરથી અપચો થાય તો અખરોટ ખાવું જોઈએ.
ઘી ખાવાથી અપચો થયું હોય તો લીંબુનો રસ પીવો. ચણા ની વાનગી ખાવાથી પેટમાં વિકાર થયો હોય તો શતાવરી અને જેઠીમધનો ઉકાળો કરી પીવો, બાજરી ખાવાથી અપચોણ થાય તો પ્રાત:કાળે દૂધમાં ખડી સાકર મેળવીને એ દૂધ પીવું અને મલાઈ ખાવાથી અપચો થયું હોય તો સાકર અને નસોતરની ફાકી મારવી.
આંબલી ખાવાથી વિકાર થાય ત્યારે કેરડાનું મૂળ છાશ અથવા દૂધમાં ઘસીને પીવું, કેરી ખાવાથી અજીર્ણ થાય તો ચોખાનું ઓસામણ પીવું, કેરીના રસથી વિકાર થાય તો આંબાની છલનો ઉકાળો પીવો, બિજોરુ ખાવાથી અજીર્ણ થાય તો સિંધાલૂણ પાણી સાથે પીવું, ગાજરથી અજીર્ણ થયું હોય તો હીમજી હરડે ખાવી અથવા ચણાનો લોટ ગોળ સાથે ખાવો.
કારેલાં ખાવાથી વિકાર થાય ત્યારે અંકોળ વાટીને ખાવો, જૂનો ગોળ અને પીપર ખાવાથી અજીર્ણ મટે છે. સવારે ભૂખે પેટે પા શેર પાણીમાં ખાટું લીબુ આખું નીચોવી રોજ પીવાથી અજીર્ણ થતો નથી અને થયો હોય તો તે મટે છે. કોપરું ખાવાથી અજીર્ણ થયું હોય તો કાચા ચોખા ખાવા.
બોર વધુ ખાવાથી જાડા થયા હોય તો કોપરું ખાવાથી લાભ મળે છે. અજીર્ણમાં ધાણા અથવા પા તોલા જીરું પાણી સાથે ફાકી મારવાથી લાભ મળે છે. લૂણી ની ભાજીનો રસ બે તોલા પીવાથી અજીર્ણ મટે છે. દૂધની સાથે આ વસ્તુ લેવી નહિ મીઠું મગ, મૂળા, તાડી વગેરે થી અજીર્ણ થાય છે.
કેળાની સાથે છાશ-દહીં ન ખાવું. અપચો થાય તો ઉપવાસ કરવો જોઈએ. અપચો થાય તો ઉપવાસ દરમિયાન દાળનું પાણી કે મગના ઓસામણ સિવાય બીજું કશું લેવું નહિ દૂધ સાથે ખાટી ચીજો ન ખાવી, મૂળા સાથે દૂધ-દહીં ન લેવાં, મૂળા સાથે અડદનો કોઈ પદાર્થ ન ખાવો આવા વિરોધી ખોરાક ખાવાથી અજીર્ણ થાય છે.
કાચી કેરી ખાવાથી વિકાર થયો હોય ત્યારે પેશાબે બળતરા થાય, દમ, ઉધરસ, કફ, થાય છે, ત્યારે ચોખાનું ઓસામણ પીવાથી અજીર્ણમાં લાભ થાય છે. ભાંગનું અજીર્ણ થાય તો દાળનું ઓસામણ પીવું જોઈએ. ગાજર વધુ ખાવાથી ચળ, દાદર પિત્ત અને અજીર્ણ થાય ત્યારે ચણાનો લોટ અને ગોળ ખાવાથી ફાયદો થાય છે.
ખોરાક ન પચે ત્યારે આદુનો રસ 1 તોલો પીવો અથવા આદુનો મુરબ્બો ખાવો જોઈએ. ઉપવાસ ન ફાવે તો બપોરે એક સમય જમવું, જેથી અપચા ની પીડાથી મુક્તિ મળે છે, અનેઅપચો સારો થઈ જાય છે.અપચો થવા પર આ ઘરેલુ ઉપચાર ઘણા ફાયદેમંદ સાબિત થાય છે.