આજ કાલના ખોરાક અને જીવનશૈલી ને કારણે શરીરમાં અનેક રોગ ઉત્પન થાય છે. લોકોને શરીર પર અકારણે કોઈ અંગ સોજી જવું, ઘા પડવા, વ્રણ થવો વગેરે, આ સમસ્યા દૂર કરવા માટે અમે તમને અહીં કેટલાક ઘરેલુ ઉપચાર વિશે બતાવવાના છીએ.
લસણ 200 ગ્રામ ઝીણું કરી છૂંદી નાંખવું. તલનું તેલ 400 ગામ લઈ કડાઈમાં નાંખી ગેસ પર પકાવવું પછી તેમાં લસણ નાંખવું. તથા બકરીનું દૂધ 2 લિટર નાંખવું. દૂધ બળી જાય એટલે ઉતારી લેવું અને ઠંડુ થાય આટલે ગાળી લેવું અને પછી સોજાવાળા ભાગ ઉપર લગાવવું (માલિશ કરવું નહીં), આથી સોજો ઊતરી જશે.
જાંઘની જોડ પર ગાંઠ થઈ ને તેમાંથી નાસૂર થાય તો એક મહિના સુધી કેળાનું પાન તે જગ્યાએ બાંધવાથી લાભ મળે છે. ધતૂરાનાં લીલાં પાન 10 ગામ, એળિયો 10 ગ્રામ ગોળ, 10 ગામ અને ચૂનો 10 ગ્રામ ઘૂંટીને ગાંઠ પર લગાવવું, આનાથી ગાંઠ ઓગળી જશે.
શુદ્ધ ગંધક 250 ગ્રામ, ત્રિફળાં 100 ગામ મેળવી, ચૂર્ણ બનાવવું. પા ગ્રામ ચૂર્ણ ઘી-સાકર સાથે લેવાથી કંઠમાળ મટે છે. બાવળની છાલ પાણીમાં ઉકાળી પાણી ગાળી લેવું. આ પાણીથી જખમ, ધારાં, ગૂમડાં ધોવાથી તેમા જલ્દીથી આરામ મળે છે. આ પાણીથી વ્રણ ધોઈ ઉપલેટનો પાઉડર જખમ ઉપર ભભરાવવો. આથી વ્રણ પાકશે નહિ અને સુકાય જશે.
ફટકડીનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ જખમમાં ભરી ઉપર પાટો બાંધવો. આનાથી હાડકું પણ જોડાઈ જાય છે. કપીલો, મુરદારસંગ, શ્વેત કાથો, એલચી અને હીરાકસી, 10-10 ગ્રામ અને ઘી 100 ગામ લઈ તાંબાના પાત્રમાં નાંખવું. તેને છણાંની આગ ઉપર રાખવું. ત્રાંબાનો પૈસો જડેલ લીમડાના સોટાથી ઘૂંટતા જવું. પછી ઉતારવું. આ દવા કંઠમાળ પર લગાડવી.
કાંચનાર ગૂગળ સાથે આરોગ્ય વર્ધ ની 1 ગોળી, રસસિંદૂર, મલ્લસિંદૂર 1/8 ગ્રામ આપવાથી દર્દ મટે છે. મોરથૂથુ 1 ગામ, કપીલો 4 ગ્રામ, લીમડાનો રસ 40 ગામ ભૃંગરાજનો રસ 400 ગ્રામ, સિંદુર 2 ગ્રામ, ગંધ બેરજો 40 ગ્રામ, લિંબોળીનું તેલ 600 ગ્રામ અને સંગ જરાહત ભસ્મ ૪ ગામ-તમામ વસ્તુ ઘૂંટી લેવાં. તેને ગૂમડા ઉપર લગાવી પટ્ટી બાંધવી. આ ઘાવ અને ગડગૂમડનો અકસીર મલમ છે.
પારદ, ગંધક, કપીલો, રાળ, નૃસાર, ગૂગળ 10-10 ગ્રામ, મોરથૂથુ 3 ગ્રામ અને હર્તાલ 6 ગામ બારીક પીસી નાખવાં. તેને 200 ગ્રામ ઘીમાં પકાવવાં. પછી તામ્રપાત્રમાં નાંખી તાંબાના દસ્તાથી બે દિવસ ઘૂંટવું. પછી પાણી નાખી હાથ વડે મસળતા જવું. ત્યારબાદ પાણી કાઢી નાંખી કાચની શીશીમાં આ મલમ ભરવો, આને ઘા પર લગાવવાથી ઘાવ મટે છે.
સૂકા કોપરાને બાળીને રાખ કરવી અને તેને કોપરેલમાં ઘૂંટવી. એ મલમ ગુમાડા ના સ્થાને લગાવવાથી આરામ મળે છે. ભાંગરાનો અર્ક 50 ગ્રામ, સરસિયું તેલ 50 ગ્રામ અને દેશી મીણ 10 ગ્રામ આગ પર પકાવવું. રસ બળી જાય એટલે ઉતારી લેવું. લીમડાનાં પાન ઉકાળેલું પાણીથી જખમ ધોઈ તૈયાર કરેલા મલમ લગાવવાથી લાભ થાય છે.
તલનું તેલ 40 ગ્રામ, મીણ 10 ગ્રામ અને પીપરમેટ 6 ગ્રામ લેવું. તેલ-મીણ પીગળાવી ઠંડુ થાય ત્યારે તેમા પીપરમેટ ઊમેરવું અને રાત્રે હાથ-પગના વાઢિયા પર લગાવવું આનાથી રાહત મળે છે. સરસિયું તેલ અને પાણી સરખા ભાગે લઈ કાંસાના પાત્રના હાથથી ખૂબ હલાવવું. તેમાં રાઈ-મોરથુથુ અને બેરજો નાંખી ફરી હલાવવું, પછી પાણી નીતારી લેવું અને આ મલમ ઉપયોગમાં લેવો.
તલનું તેલ 200 ગ્રામ, સિંદૂર 500 ગ્રામ, મોરથૂથું 6 ગ્રામ, મુરદારસંગ 100 ગ્રામ, રાળ 100 ગ્રામ, બેરજો 25 ગ્રામ અને મીણ 30 ગ્રામ લેવું. તેલ લોહ પાત્રમાં ગરમ કરવું. તેલ કાળું થાય પછી સિંદૂર નાખવું. પછી અન્ય ઔષધોનું બારીક ચૂર્ણ નાંખવું. કડછીથી હલાવવું એકરસ થાય એટલે ઉતારવું.
વ્રણ સાફ કરી કપડાં ઉપર મલમ લગાવીને પટ્ટી મારવી. ભાંગરાનો પાલો વાટી લૂગદી બાંધવાથી નાસૂર-વ્રણ મટે છે. ઊંટનું હાડકું પાણીમાં ઘસીને નાસૂર-વ્રણ પર લગાવવાથી લાભ થાય છે. નાસૂર-ત્રણમાં લિંબોળીના તેલની માલિશ કરવાથી લાભ મળે છે. આ ઘરેલુ ઉપાય લાભદાયી સાબિત થાય છે.
જવનો લોટ ને જેઠીમધનું ચૂર્ણ ભેગાં કરી, તેમાં જરા ધી નાખી શેકવું. પછી તેમાં પાણી મેળવી પેટીસ જેવુ બનાવી. વ્રણ પર જરા ઘી ચોપડી સહન થાય એવી ગરમ ગરમ પેટીસ લગાવવી. બળતરા અને શૂળ થતી હોય એવો વ્રણ આ પ્રયોગથી કાં તો મટી જશે, અથવા અને જલદી પાકીને ફૂટી જશે. આથી બળતરા અને ચસકા મટી જશે.
આચાર્ય ચરકે ઘાના રુઝ માટે દારૂહળદરની છાલનો ઉપયોગ ખાસ સૂચવ્યો છે. દારૂહળદરની છલનું ઝીણું ચૂર્ણ બનાવી ઘા પર લગાવવાથી ઘા જલ્દીથી રુઝાઇ જાય છે. દારૂહળદરમાં ધાને રુઝવવાનો અદ્ભુત ગુણ રહેલો છે. અને દારુહળદર ગુમાડામાં પણ લાભ કરે છે.