આજે જ અપનાવો, ગાળાના તમામ ઇન્ફેક્શન અને ખાંસીને ચપટીમાં દૂર કરશે આ 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ કોઈપણ ઋતુ હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય થઈ ગયા છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનના કારણો જવાબદાર હોઈ શકે છે.

તો ચાલો આજે અમે તમને જણાવીશું ગાળાનું ઇન્ફેકશન અને ખાંસીને દૂર કરવાના ઉપચાર. ચૂલાની બળેલી માટી (લાલ થઇ હોય તે) 10 ગ્રામ અને 3 ગ્રામ મરીનું ચૂર્ણ સવાર-સાંજ થોડું થોડું કાકડા પર દબાવીને ચોળવાથી ત્રણ દિવસમાં કાકડા માં લાગેલું ઇન્ફેકશન મટી જાય છે. બે ગ્રામ ફૂલાવેલી ફટકડી 125 ગ્રામ ગરમ પાણીમાં નાખી કોગળા કરવાથી ગળામાં લાગેલું કોઈપણ ઇન્ફેકશન દૂર થઈને ખાંસીમાં રાહત મળે છે.

આંબાનાં પાન બાળી તેને ધુમાડો લેવાથી ગળાના અંદરના કેટલાંક દર્દોમાં ફાયદો થાય છે. ગળામાં બળતરા કે દુ:ખાવો થતો હોય તો એક ચમચો મધ, એક લીંબુનો રસ અને લાલ મરચાંનો થોડો પાઉડર દિવસમાં બે-ત્રણ વાર લેવાથી લાભ થાય છે. ગળામાં ઇન્ફેકશનના કારણે સોજો આવે તો કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી ગળાનો સોજો મટે છે.

એક અંજીર અને ¼ ચમચી હળદર પાણીમાં લસોટી અડધા ગ્લાસ પાણીમાં ઉકાળો કરવો. ઠંડો કર્યા પછી થોડી વાર મોંઢામાં રાખી ધીમેથી ગળી જવો. સવાર-સાંજ તાજો ઉકાળો બનાવવો. એનાથી ગળાનો સોજો, જીભનો સોજો, મોંઢાના ચાંદાં, અવાજ બેસી જવો વગેરે ફરિયાદો ચાર-પાંચ દિવસમાં મટે છે.

ખાંસી માટે આદુનો રસ મધમાં મેળવીને લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડું વાળી ઉપર લવીંગ નાખવું . એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.

આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મિક્સ કરી ભોજનની શરુઆતમાં લેવાથી ખાંસી મટે છે. આદુના રસમાં મધ મેળવી પીવાથી ખાંસીમાં ફાયદો થાય છે. દાડમના ફળની સૂકી છાલને બારીક ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી 5 ગ્રામ ચૂર્ણમાં સહેજ કપુર મેળવી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી ભયંકર ત્રાસ આપનારી ખાંસી મટે છે.

અજમાનો ઉકાળો અને અજમાનો અતિ બારીક પાઉડર દિવસમાં ચારેક વખત નિયમિત સેવન કરવાથી ગળાનો સોજો મટે છે. ગળું બેસી જાય ત્યારે આદુના નાના નાના ટૂકડા કરી મોંમાં રાખી મૂકી ચૂસીને રસ ગળા નીચે હળવે ઉતારતા રહેવું. સુકી ખાંસી થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ખાંસીના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે.

ફુલાવેલી ફટકડી ૨ ગ્રામ, અડધો ગ્લાસ (125 ગ્રામ) ગરમ પાણીમાં ઘોળીને દિવસમાં 2-3 વખત કોગળા કરવાથી ગળાનો સોજો અને દુ:ખાવો દુર થાય છે. તેનાથી ગળામાં દુ:ખાવો અને સોજા ઉપરાંત ગળું રૂંધાતુ રહેવું, 1-2 વખત ખાંસી લીધા વગર સ્પષ્ટ અવાજ ન નીકળવો, ગળાની બંને બાજુની ગાંઠો એટલે ટોન્સિલમાં પણ લાભ થાય છે અને ગળાની અંદરના છાલા પણ દૂર થઇ જાય છે.

ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી લો અને તેમાં થોડું એવી મીઠું ભેળવી દો. આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરો, તરત જ લાભ થશે. એક ચમચી મધનું દિવસમાં ત્રણવાર સેવન કરવું જોઈએ.

ગળાના ઇન્ફેકશન દૂર કરવા માટે લીલા શાકભાજીના ગુણો જાણીતા છે. મેથીમાં એન્ટિ-માઇક્રોબાયલ પ્રોપર્ટી હોય છે જેથી તે ગળાને આરામ આપે છે. તે ગળાનો દુખાવો, સોજો અને બળતરાથી પણ રાહત આપે છે. ડુંગળીના કચુમ્બરમાં જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. તે ઉપરાંત પાણીમાં જેઠીમધ નાખીને ઉકાળતા જાવ અને પછી પાણીને ઠંડુ કરી કોગળા કરતા જાવ તો તેની પણ સારી અસર થાય છે.

ગળાના કોઈપણ પ્રકારના ઇન્ફેકશન માટે સૂકા, દાણાદાર ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને 1 ચમચી દિવસ 2-3 વાર ચાવવાથી ગળાના ઇન્ફેકશનમાં આરામ મળે છે. કાયફળને પાણીમાં નાખીને ચાવવાથી ગળાના દુ:ખાવા અને કફ સબંધી રોગ દુર થઇ જાય છે. લસણના રસને પાણીમાં નાખીને પણ કોગળા કરવા ઘણા અસરકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top