પેશાબ, પથરી અને હરસ-મસા માંથી કાયમી છુટકારો અપાવશે આ સામાન્ય લગતી ઔષધિ નું ચૂર્ણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અધેડો ખાસ કરીને ભીની જગ્યા અથવા ગોચરની જમીનમાં થાય છે. ચોમાસામાં તેના છોડ સર્વત્ર ઊગી નીકળે છે તેમાં લાલ અને સફેદ બે પ્રકારના અધેડા જોવા મળે છે. સફેદ અધેડો ગુણમાં વધુ જલદ છે. અધેડાનું પંચાંગ ઔષધમાં વપરાય છે. એનાં પાન તાંદળાની ભાજી જેવા હોય છે, તેની લાંબી ડાળખી, ફળ અને બીજ વળગેલા જણાય છે.

અઘેડો ના બીજ ઝીણા, કાંટાદાર તથા અણીવાળા હોય છે. એના બીજમાંથી બાજરી જેવા દાણા નીકળે છે, જેને લોકો અધેડોના ચોખા કહે છે. એનાં પંચાંગને બાળીને જે રાખ થાય છે, તે દવાના કામમાં લેવાય છે. એનાં ક્ષારમાં પોટાશ, જવખાર, સુરોખાર તે અને ચૂનાના તત્વો મોટા પ્રમાણમાં હોવાથી તે ઘણી જ ઉત્તમ ઔષધી છે.

અઘેડો ગુણમાં મૂત્રલ, ગ્રાહી અને અગ્નિ દીપક છે. મલાવરોધક તથા શીતળ છે. એ રક્તવર્ધક અને શુદ્ધિકર છે. એમાં પથરીનાશક ગુણ રહેલા છે.અધેડો એ એક ઉત્તમ વનસ્પતિ છે. શીરો વિરેચન તરીકે નસની દવા માં એકલો કે અન્ય બીજી દવા સાથે લેવાય છે. અધેડોના મૂળ રક્તસ્ત્રાવ હરસ-મસા પર પણ ઉત્તમ પરિણામ આપે છે.

મસાની તકલીફ હોય તો અધેડોના મૂળ લાવી તેને ચોખાના ધોવરાવણ સાથે વાટી લેવા અડધી ચમચી જેટલાં આ પ્રવાહી સાથે એટલું જ મધ મેળવીને સવાર-સાંજ મંજન આપવાથી રક્તસ્ત્રાવ શીઘ્રતાથી બંધ થાય છે. બહેરાપણામાં પણ એનાં રસમાં પકવેલા તલના તેલનાં ટીપાં કાનમાં નખાય છે. કોઈ કોઈ વાર ઘા લાગે ત્યારે એનાં પાન વાટીને લુગદી કરી બાંધવાથી ઘણી રાહત થાય છે. રક્તપ્રદર કે લોહીવા માં એનો રસ માથા પર રેડવાથી ઘણો સારો લાભ થાય છે.

નવા તથા ઉથલો મારતા ટાઢિયો તાવ માટે તેના પંચાંગની રાખ કે મૂળનું ત્રિકટુ ચૂર્ણ સાથે લેવાથી તાવ ઊતરી જાય છે. કફ ખૂબ જ ચીકણો હોય અને ફેફસાંમાં સોજો હોય ત્યારે અધેડોની બહુ સારી અસર જણાય છે. એનાથી હૃદય અને નાડીઓમાં બળ આવે છે, અને પાચનશક્તિ સુધરે છે. માથાનો દુઃખાવો થવા પર અધેડોને પાણીમાં ઘસીને લેપ લગાવવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.

અધેડોના મૂળ મુખ ના રોગોનું સારું ઔષધ છે. દાંતમાં દુખાવો થતો હોય, પેઢા-મસૂડા માંથી રક્તસ્ત્રાવ થતો હોય કે પાયોરિયા રોગ ની પ્રારંભિક અવસ્થા હોય તો અધેડોના તાજા મૂળ લાવી તેનાથી સવાર-સાંજ મંજન કરવું અથવા મૂળનું ચૂર્ણ દાંત અને પેઢા પર હળવા હાથે ઘસવું. એક-બે દિવસમાં જ દાંતનાં દુખાવા અને રક્તસ્રાવમાં ખૂબ જ ફાયદો જણાશે.

અધેડાના મૂળ, બીજ, હળદર, પતંગની લાકડી તથા જટામાંસી એ દરેક ચીજનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી બાળક પીડાને કારણે હોય તો તે રડતું બંધ થઈ જાય છે અને બાળક શાંતિ અનુભવે છે. વડની વેલ, ખજૂર પત્ર અને અઘેડાના કવાથ થી કોગળા કરવાથી દાંત ની દરેક પ્રકારની સમસ્યા સમાપ્ત થઈ જાય છે.

ઉપલેટ, બળ, મૂળ,ધોળી સાટોડીના મૂળ, કાળીપાટ, પીલુડી ના મૂળ, સૂંઠ, પીપર, પીંપરીમૂળ, આમળા, બહેડા અને મોજા એ દરેક ચીજ દસ દસ ગ્રામ જેટલી લેવી અને પછી તેની નાની નાની ગોળીઓ બનાવી, આ ગોળીના ઉપયોગથી અનેક જાતના કફ મટે છે. અધેડોને પીસીને સ્તનો પર લેપ કરવાથી દૂધ વધારે આવે છે.

અધેડો, વાવડીંગ, કરિયાતું, સિંધવ, પીપર, ગજપીપર અને ઇન્દ્રજવ એ બધી ચીજોને ગોળમાં મેળવી ગોળી બનાવી લેવી. આ રીતે બનાવેલી ગોળીના સેવનથી અર્શ અને મસા ઉપર ઘણો ફાયદો થાય છે. અધેડોનું ચૂર્ણ અને કાળા મરીને મધ સાથે મિક્સ કરી ચાટવાથી શ્વાસની બીમારીઓમાં ફાયદો થાય છે.

અઘેડાનું પંચાંગ ૪૦ ગ્રામ અને તલનું તેલ ૧૬૦ ગ્રામ લઈ બંનેને પોણો લિટર પાણીમાં નાખી ધીમા તાપે ગરમ કરવું. એમાંનું બધું પાણી બળી જાય એટલે તેલ તૈયાર થઈ ગયેલું સમજવું. આ રીતે બનાવેલ તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના દર્દમાં ઘણી રાહત થાય છે. અધેડોના બીજની ખીર ખાવાથી ઘણા દિવસો સુધી ભૂખ નથી લાગતી અને શરીર નબળું નથી પડતું. શરીરમાં ઉર્જા બની રહે છે.

અધેડો જમ્યા પહેલા લેવાથી ભૂખ લગાડે છે તથા હોજરીની ખટાશ કાઢી નાખે છે. એનાથી હોજરીને બળ મળે છે. પેટનો કોઈ પણ દુખાવો મટાડે છે. ખૂબ જ ઓછી માત્રામાં આપવાથી લાભ થાય છે. અધેડોનું દૂધ સાથે સેવન કરવાથી ગર્ભધારણ કરવાની સંભાવના વધી જાય છે. અધેડોનું ચૂર્ણ 10 ગ્રામ પાણીમાં પીસીને ગાળીને, 3 ગ્રામ મધ અને 250 મિલી દૂધ સાથે પીવાથી શીઘ્રપતનની સમસ્યા ખતમ થઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top