વર્ષા ની સીજન માં આ અધેડો પુષ્કળ પ્રમાણ માં થાય છે. તેના ચાર થી છ ફૂટ ઊંચાઈ ધરાવતા છોડ આ ચોમાસા ની ઋતુ માં આપમેળે ગમે ત્યાં ઊગી નીકળે છે. ઉનાળા ના મોસમ માં તે સુકાઈ જાય છે. પરંતુ , અમુક સ્થળો એવા છે કે જ્યાં આ અધેડો બારેમાસ પ્રાપ્ત થઈ રહે છે.
આયુર્વેદ અનુસાર આ અધેડા માં અનેક પ્રકાર ના આયુર્વેદિક ગુણતત્વો સમાવિષ્ટ છે જે આપના શરીર ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આ અધેડા ને આપમાર્ગ ના નામ થી સંબોધવામાં આવે છે. આ ઘેરા લીલા રંગ ના છોડ પર સૂક્ષ્મ કાંટા જેવી ફાંસીઓ જોવા મળે છે. તથા તેમનો આકાર તુલસી ના પર્ણો સમાન લંબગોળ હોય છે.
આપણે ત્યાં ત્રણ વિવિધ પ્રકાર માં અધેડો જોવા મળે છે. શ્વેત-સફેદ , ક્રુષ્ણ-કાળો અને રક્ત-લાલ. આ ત્રણેય માં શ્વેત-સફેદ અધેડો સૌથી શ્રેષ્ઠ ગણાય છે તથા ક્રુષ્ણ-કાળો અધેડો મળવો અત્યંત દુર્લભ ગણાય છે.
અધેડો સ્વાદે તીખો , ગરમ , પાચક , જઠરાગનિવર્ધક તથા મળ-મૂત્ર ને સુરકાવનારો હોય છે. આ અધેડા ના સેવન થી કફ , ખંજવાળ , રક્તવિકાર , વાયુ , ઉલ્ટી , હરસ-મસા વગેરે જેવી સમસ્યાઓ માથી મુક્તિ મળે છે. નસ્ય ચીકીત્સા માટે શ્વેત અધેડો સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ અધેડો સ્વાદે તીખો , શીતળ , મળવરોધક , ઉલ્ટી કરાવનાર , વાયુ અવરોધક અને શુષ્ક છે.
રસાયણિક દ્રષ્ટિ એ આ અધેડા ના બીજ માં વિશિષ્ટ પોટાશ નામ નો ક્ષાર સમાવિષ્ટ હોય છે. જે તેને ઔષધિય ગુણો પ્રદાન કરે છે. આ અધેડા માં ક્ષાર નું પ્રમાણ વધારે હોવાથી તે આપણ ને મૂત્રમાર્ગ સાથે સંકળાયેલા રોગો માથી મુક્તિ આપવી શકે. જો મૂત્રાશય ને લગતા કોઈપણ રોગ થી પીડાતા હોવ તો આ અધેડા ના મૂળ ને એક પાત્ર માં ક્રશ કરી નિયમિત ૨ ચમચી જેટલો ભુક્કો ૨ ગ્લાસ હૂંફાળા પાણી માં ઉમેરીને તેને ઉકાળી ને ત્યારબાદ તેને ગાળી ને તેનું સેવન કરી લેવું. જેથી તમને આ મૂત્રમાર્ગ સાથે સંકળાયેલી સમસ્યા માથી મુક્તિ મળે.
આ ઉપરાંત અધેડા માં સમાવિષ્ટ ક્ષાર પથરી ને ઓગાળીને દૂર કરવાની કાર્યક્ષમતા પણ ધરાવે છે. માર્કેટ માં તમને આ અધેડા નો ક્ષાર વેંચાતો મળી રહે છે. નિયમિત ગોખરુ અને કાળીપાટ ના ૨ ચમચી ભૂક્કા ને અડધા કપ પાણી માં ઉમેરી તેને ઉકાળીને ને તેમાં ૧ ચમચી જેટલો અધેડા નો ક્ષાર ઉમેરી તેનું સેવન કરવામાં આવે તો તમે આ પથરી ની સમસ્યા માથી મુક્તિ મેળવી શકો.
પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકો એ આ અધેડા નું સેવન કરવું. અધેડા નું મૂળ એ મુખ ની બીમારીઓ ને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઔષધ ગણાય છે. જો દાંત ના દર્દ ની સમસ્યા , પેઢા માથી રક્ત વહેવાની સમસ્યા તથા પાયોરિયા ની સમસ્યા થી પીડાતા હોવ તો અધેડા ના તાજા મૂળ લાવી તેના વડે દાંત નું મંજન કરવું અથવા તો અધેડા ના મૂળ ના ચૂર્ણ ને દાંત માં ઘસવા થી તમે આ પ્રકાર ની સમસ્યા માથી રાહત મેળવી શકો.
અધેડા મૂળ હરસ-મસા ની સમસ્યા ને દૂર કરવા માટે પણ અસરકારક સાબિત થાય છે. જો મસા ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો અધેડા ને ચોખા ના ધોવરાવણ સાથે વાટી લઈ નિયમિત અડધી ચમચી મધ સાથે મિક્સ કરી તેને જે જગ્યા પર મસસો હોય ત્યાં લગાવવા માં આવે તો આ સમસ્યા માથી મુક્તિ મેળવી શકો. આ સમસ્યા થી પીડાતા લોકો એ ટીખ-તળેલા આહાર નું સેવન ઘટાડવું.