કેન્સર થવાનું મુખ્ય કારણ કોષોની વૃદ્ધિ ઉપરનો શરીરનો કાબૂ જતો રહે એ છે. સામાન્ય કોષોની વૃદ્ધિ રોજે રોજ ચાલ્યા કરતી હોય છે. જુના કોષો નાશ પામે એની જગ્યા રોજે રોજ નવા બનતા કોષો લેતા રહે છે. પરંતુ આ આખી પ્રક્રિયા પર શરીરનું નિયંત્રણ હોય છે. જેથી જેટલાં પ્રમાણમાં કોષા નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું ઉત્પાદન થતું રહે છે. જયારે જરૂરિયાત કરતાં ખૂબ વધારે પ્રમાણમાં અનિયંત્રણ પણે કોષોનું ઉત્પાદન થવા લાગે ત્યારે કેન્સર થયું એમ કહેવાય.
વધુ પ્રમાણમાં જે કોષો બનવા લાગ્યા હોય તે ગાંઠ બનાવે, આજુબાજુની અન્ય પેશીઓમાં ધૂસે અને લોહી કે લસિકા દ્વારા આખા શરીરમાં ફેલાઇ જાય છે. જયારે એક ભાગનાં કેન્સરનાં કોષો શરીરનાં બીજા અવયવમાં ફેલાઇને ત્યાં વૃદ્વિ પામે ત્યારે ‘મેટાસ્ટેસિસ’ તરીકે ઓળખાય છે. આ મેટાસ્ટેસિસ (કેન્સર ફેલાવા) ને કારણે અન્ય અવયવોની કામગીરી પણ ખોરવાઇ જાય છે.
કેન્સર એ અસામાન્ય કોષના વિકાસને લગતા રોગોનું એક જૂથ છે જે શરીરના અન્ય ભાગોમાં આક્રમણ કરવા અથવા ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. સૌમ્ય ગાંઠો સાથે આ વિપરીત, જે શરીરના અન્ય ભાગોમાં ફેલાઇ જતી નથી. શક્ય ચિહ્નો અને લક્ષણોમાં ગઠ્ઠો, અસામાન્ય રક્તસ્ત્રાવ, લાંબા સમય સુધી ઉધરસ, નબળા વજન નુકશાન અને આંતરડા ચળવળોમાં ફેરફારનો સમાવેશ થાય છે. 100 પ્રકારનાં કેન્સર મનુષ્યો પર અસર કરે છે.
આહારમાં કેલેરી અને ફેટનું પ્રમાણ વધુ થવાથી મોટા આંતરડા અને છતીનાં કેન્સર નીશક્યતા વધે છે. જેના માટે મેદમય પેશીમાં એન્ડોજન્સનું ઈસ્ટ્રોજનમાં રૂપાંતર જવાબદાર મનાય છે. માંસરૂપે વધુ પ્રોટીન લેતા લોકોમાં મોટા આંતરડાનું કેન્સર જોવા મળે છે, જ્યારે શાકાહારી લોકોમાં તેનુ પ્રમાણ ઓછુ જોવા મળે છે. વધુ ફેટથી છાતી અને મોટ આંતરડાના કેન્સર થાય છે.
દારૂ અને વધુ પડતા ધ્રુમપાનથી મોઢા, અન્નનળી, શ્વાસ નળીનું કેન્સર વધુ થાય છે. જ્યારે ફકત દારૂ લેતા લોકોમાં તેનુ પ્રમાણ સરખામણીમાં ઓછું હોય છે. એન્ટીઓક્સિડન્ટમાં સમૃધ્ધ ફળ અને શાકભાજીનો ઓછો ઉપયોગ કેન્સરનું જોખમ વધારે છે.
મોનોપોઝના લક્ષણોમાં રાહત માટે તથા ઓસ્ટિઓપોરોસીસ અટકાવવા અપાતા ઈસ્ટ્રોજનથી છાતી અને ગર્ભાશયનું કેન્સર થઈ શકે છે. હીપેટાઈટીસ વાઈરસ મનુષ્યમાં લીવરનું કેન્સર કરે છે.
ઉંમર સાથે આંતરડાના કેન્સરની શક્યતા વધે છે. ૬૫ વર્ષથી વધુ વયની વ્યક્તિમાં તેનું જોખમ વધે છે.
કેન્સર થવામાં સ્ટ્રેસ કે માનસિક તાણના ફાળા અંગે સંશોધન થઈ રહ્યા છે. માનસીક આઘાત જેમ કે અતિ નજીકની વ્યક્તિનો વિયોગ કેન્સર થવા માટેનું મજબૂત કારણ બની શકે છે. માનસિક તાણથી વ્યક્તિનું રોગપ્રતિકારક તંત્ર નબળું થાય છે. ખોરાકની ટેવમાં પરીવર્તન થવાથી પોષણ સ્તર જોખમાય છે.
તમાકુ એ મોટા ભાગના કેન્સર થવા માટેનું સૌથી વધુ જોખમી પરીબળ છે. જેવા કે, ફેફસાનું કેન્સર, મોઢાના, જીભના, સ્વરપેટી, શ્વાસનળી, અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, કિડની, બ્લડકેન્સર વગેરે જેવા કેન્સર થાય છે. એક પેકેટ સિગારેટ સતત દસ વર્ષ સુધી પીવાથી કેન્સર થવાનું જોખમ સામાન્ય માણસ કરતા લગભગ દસથી વીસ ગણું વધી જાય છે.
ઘણાં કુટુંબમાં એક કરતાં વધું સભ્યો ને સ્તન કેન્સરથાય છે. જેને કારણે જનીન અને સ્તન કેન્સર સંકળાયેલા છે એવો સિધ્ધાંત તારવ્યો છે. જેની મા કે બહેનને સ્તનકેન્સર હોય છે તેમને સ્તનકેન્સર થવાની શકયતા બે થી ત્રણ ગણી વધી જાય છે. મેદવૃદ્ધિ અને બેઠાડુ જીવન, કસરતનો અભાવ, વધુ ચરબીવાળો ખોરાક અને વધુ વજન સ્તનકેન્સરની શકયતા વધારે છે.
લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ. સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું. યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું. લાંબો સમય અવાજ બેસી જવો. ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ. લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર. શરીરમાં કોઇપણ ભાગમાં ગાંઠ હોવી. ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર. શરીરના કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું. તલ કે મસાના કદમાં અસામાન્ય ફેરફાર, આ પણ કેન્સર થવાના કારણો છે.