આંતરડાનો કચરો દૂર કરી આંતરડાને સાફ કરવાનો બેસ્ટ દેશી ઇલાજ, આજીવન પાચનની સમસ્યા નહીં થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંતરડામાં ખોરાકનું પાચન થાય છે. જેથી યોગ્ય સમયે આંતરડાની સફાઈ થયેલી હોવી જરૂરી છે. જો આંતરડા યોગ્ય રીતે સાફ હોય તો આપણેને કોઈ રોગ થવાની સંભાવના ઓછી રહે છે. ક્યારેક કબજીયાતના કારણે આંતરડા બરાબર સાફ થતા નથી, જેના લીધે તેમાંથી અનેક રોગો ઉદભવે છે. કબજિયાત અનેક રોગોનું મૂળ છે. માટે આંતરડાની સફાઈ કરીને કબજિયાત ઠીક કરવી જોઈએ.

પેટમાં કૃમિ પડવાથી બહુ જ તકલીફ થાય છે. આ સમસ્યા સૌથી વધારે નાના બાળકોમાં જોવા મળે છે. પરંતુ મોટાઓના આંતરડામાં પણ કૃમિ થવાની સમસ્યા થાય છે. આ કૃમિ લગભગ 20 પ્રકારના હોય છે. જેનાથી આંતરડામાં ચાંદા પડે છે. આંતરડા સાફ કરવા માટે અડધો ગ્રામ અજમાનું ચૂર્ણ અને એટલો જ ગોળ લઈ તેની ગોળી બનાવી દિવસમાં 3વાર લો. આમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ તત્વ આંતરડા અને પેટમાં થતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે.

લીમડાના પાનમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે. તેને પીસીને તેના રસ માં મધ મિક્ષ કરી પીવો. આનાથી કૃમિ મરી જશે અને આંતરડાના સાફ રહેશે. આ રસ સવારે લેવાથી વધારે ફાયદો થાય છે. જમતી વખતે ક્યારેય વચ્ચે પાણી ન પીવો. આયુર્વેદ અનુસાર, ભોજનની સાથે-સાથે પાણીનું સેવન હાનિકારક છે. જમ્યા બાદ 30 મિનિટે પાણી પીવું જોઈએ. આનાથી પાચનતંત્ર સારું રહેશે અને જમવાનું સરળતાથી પચી જશે.

દાડમની છાલને સૂકવી તેનું ચૂર્ણ બનાવો. તેને દિવસમાં 3વાર 1-1 ચમચી લો. થોડાં દિવસ આ ચૂર્ણ ખાવાથી પેટ અને આંતરડામાં થતાં કૃમિની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે. ટામેટાંને કાપીને તેમાં સિંધાલૂણ મીઠું અને કાળા મરીનો પાઉડર મિક્ષ કરીને રોજ ખાવાથી પેટમાં રહેલા કૃમિ મરીને ઝાડા વાટે બહાર નીકળી જાય છે.તેમ થવા થી આંતરડા સંપૂર્ણ રીતે સાફ થી જાય છે.

લસણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. પેટની સમસ્યા દૂર કરવાની સાથે આંતરડાને સંપૂર્ણ રીતે સાફ રાખવા માટે લસણનો આ પ્રયોગ જરૂર કરવો. ખોરાકમાં લસણની ચટણીનો ઉપયોગ કરો. જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે. તેમને વધુ પ્રમાણમાં સલાડ ખાવું જોઈએ. સલાડમાં તેમને ગાજર, મૂળા, ટામેટા, બીટ, ખીરાં ખાવા જોઈએ. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે આંતરડાઓની સારી રીતે સફાઈ કરે છે.

ત્રિફળાનું ચૂર્ણ લેવું, ત્યારબાદ એક તપેલીમાં 1 ગ્લાસ પાણી નાખી તેમાં તે ચૂર્ણ મિક્સ કરવાનું અને તેને ગરમ કરવા મૂકી દેવાનું. અડધું પાણી બળી જાય એટલે તેને ગાળી લો અને તેમાં 1 ચમચી એરંડિયું મિક્સ કરો. તેને તમારે સવારે નરણા કોઠે પીવાનું છે. આમ કરવાથી પેટ નો કચરો નીકળી જશે ને આંતરડા સાફ થઈ જશે. 4-5 વખત સંડાસ જવું પડશે પણ તમારા બધા આંતરડા સાફ થઈ જશે.

વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાતની તકલીફ થતી નથી. આવી સમસ્યાઓથી બચવા માટે વરીયાળી સાથે સાકર કે ખાંડ વાટીને એનું ચૂરણ બનાવી લો. અને રાત્રે સુતી વખતે લગભગ ૫ ગ્રામ ચૂરણનું હળવા હુંફાળા પાણી સાથે સેવન કરો. પેટની સમસ્યા નહીં થાય અને ગેસ અને કબજિયાત પણ દુર થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top