ફર્નિચર માંથી કાયમી ઊધઈને દૂર કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય, ગેરેન્ટી ઘરમાં ફરી ક્યારેય નહીં આવે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉધઈ ખાસ કરીને ઘરના જૂના દરવાજા, ખડકીઓ અને ફર્નીચરના ખુણામાં જોવા મળે છે. જો આ ઉધઈ લાગી જાય ત ઓ બધી વસ્તુઓને નુકશાન કરે છે. ઉધઈ એક પ્રકારે લાકડાને કોતરી ખાતી જીવાત છે. લાકડા વાળા અને કાચા મકાનોમાં ઉધઈનો ભય રહેવાની ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. આ ઉધઈ ફર્નિચરનો નાશ કરી શકે છે. ઉધઈ વર્ષની બધી જ ઋતુમાં જોવા મળે છે. ઘરના દરવાજા, લાકડાનો સામાન આ બધી વસ્તુઓમાં ઉધઈ ખુબ જ જલ્દી ફેલાય છે. કોઈ વસ્તુમાં એકવાર ઉધઈ લાગી જાય તો એ વસ્તુ પૂરી રીતે સમાપ્ત જ થઈ જાય છે.

ઘણી વખત તો અંદરને અંદર ફર્નીચર ખાઈ જાય છે જેની આપણને ખબર પણ પડતી નથી. ઉધઈ જોવામાં કીડી જેવી સફેદ રંગના કીડા જેવી હોય છે. ખાસ કરીને તે ભીની, ઢીલી અને અંધારા વાળી જગ્યાએ થાય છે. લાકડા સિવાય તે બુક, પુસ્તકોને પણ ઘણું નુકશાન પહોચાડે છે.

મીઠામાં આવા અનેક ગુણ હોય છે જે ઉધઈને દૂર કરે છે. આ માટે ઉધઈની દિવાલો પર મીઠું છાંટી દો. જેમ જેમ તેના પર મીઠું ફેલાતું જશે તેમ તેમ ઉધઈ મરતી જશે. એવું કહેવાય છે કે ઉધઈ કોઈપણ કડવી ગંધથી દૂર ભાગે છે. તેથી જ જ્યાં ઉધઈનો ઉપદ્રવ થયો હોય ત્યાં કારેલાના રસનો છંટકાવ કરવો. કારેલાના રસની કડવી ગંધ વાતાવરણમાં ફેલાતાં જ ઉધઈ મરવા લાગશે પણ તમારે આ ઉપાયને ઓછામાં ઓછા 5 દિવસ સુધી સતત કરતા રહેવું પડશે જેથી કરીને ઉધઈ ફરી ના આવે.

લીમડાના તેલના ઘણા બધા ફાયદા છે. લીમડાનું તેલ ઘણા જીવ જંતુઓ, ઉધઈ અને બેડબગ માટે ઝેરી છે. આ કુદરતી નાશકનો ઉપયોગ કરવા માટે ઉધઈ અસરગ્રસ્ત વિસ્તારને લીમડાના તેલથી એવી રીતે ઢાંકી દો કે ઉધઈને તેને ખાવા માટે પ્રોત્સાહિત થઇ જાય. નહિંતર આ પ્રયોગ કામ નહિ કરે.

ઘણીવાર કીટાણુઓના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે, બોરિક એસિડ અથવા બોરેક્સનો ઉપયોગ ઉધઈની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે કરી શકાય છે. દીવાલ પર લાગેલી ઉધઈ માટે વિનેગર ઘરેલું ઉપાય તરીકે મદદ કરી શકે છે. વિનેગર કોઈપણ ફુડસ્ટોરમાંથી ખરીદી શકાય છે. ઉ

ધઈને મારવા માટે ફક્ત પાણી અથવા લીંબુના રસમાં વિનેગરને મિક્સ કરીને છુપાયેલા તમામ સ્થળો પર તે મિશ્રણનો છંટકાવ કરો. ખાતરી કરવા માટે 2 દિવસ પછી ફરીથી આ ઉપાય કરો. એકવાર ઉધઈ નાબૂદ થઈ ગયા પછી તે ક્યારેય પાછી નહીં આવે કારણ કે આ મિશ્રણમાં રહેલા કેમિકલ્સ દિવાલની અંદર જ રહી જાય છે. તમે પણ આ ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરીને દીવાલમાં અને લાકડા પર લાગેલી ઉધઈથી છુટકારો મેળવી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top