Breaking News

તમાલપત્રનો માત્ર આ રીતે કરી લ્યો ઉપયોગ, વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ તેમજ મગજ અને શ્વાસના રોગમાં નહિ પડે દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

તમાલ વૃક્ષના પાંદડાને તમાલપત્ર કે તેજ્પત્ર કહે છે. તેના ઝાડ તજ ના ઝાડ જેવા જ હોય છે.ઔષધી તરીકે તમાલપત્ર નો ઉપયોગ કરવામાં આવે છે, મસાલા તરીકે તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં તમાલપત્ર બે પ્રકાર ના મળે છે. તમાલપત્ર અને તજ ના લગભગ ગુણ સરખા જ હોય છે. બન્ને નો ઔષધી તરીકે ઉપયોગ થાય છે. જો તમાલપત્રના સ્વાદની વાત કરીએ તો તેનો સ્વાદ કડવો હોય છે. એની સુંગંધ સામાન્ય હોય છે.

તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. જેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે.

તમાલપત્ર માં ફોલિક એસીડ ભરપૂર હોય છે. માટે જ ગર્ભાવસ્થા ના ૩ મહિના પહેલા અને ૩ મહિના પછી ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તમાલ પત્ર બાળક ને જરૂરી માત્રા માં ફોલિક એસીડ ની પુરતી કરે છે. જે વ્યક્તિઓને ડાયાબિટીસની ની સમસ્યા હોય તેઓ માટે તમાલ પત્ર ના પાંદડા ફાયદાકારક હોય છે. તે લોહીની અંદર કોલેસ્ટ્રોલ ગ્લુકોઝ અને ટ્રાઇગ્લાસિસરાઇડ નું સ્તર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. અને તમાલ પત્ર ના પાંદડા નો પાવડર નું પણ સેવન કરી શકાય છે.

વજન ઓછું કરનારી જડીબુટ્ટીઓમાં તમાલપત્રનો પણ સમાવેશ થાય છે. ખોરાકમાં તમાલ પત્રનું સેવન કરવાથી તે શરીરમાં વધારાની ચરબી જમા થવા દેતું નથી, અને શરીરમાંથી વધારાની કેલરીને દુર રાખે છે. સાથે તમાલ પત્ર વાળા ખોરાક ખાવાથી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જેના પરિણામે વજન વધતું અટકે છે.

જો તમારા વાળ ખરબચડા અને ખૂબ જ ખરી રહ્યા છે, તો તમે તમાલપત્રના તેલને માથામાં લગાડશો તો ખરબચડા વાળ તેમજ વાળ ખરવાની સમસ્યા મા ફાયદો થાય છે. ચહેરા પર ના ડાઘ દૂર કરવા, ખીલ ની સમસ્યા માંથી છુટકારો મેળવવા, માટે તમે તમાલપત્ર નો ઉપયોગ કરી શકો છો. તમાલપત્ર ને પાણી માં ઉકાળીને આ પાણીથી ચહેરો ધોવાથી અથવા તેનો લેપ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

તમાલપત્ર ના ઉપયોગ થી મગજ તેજ રહે છે. અને સાથે સાથે યાદશક્તિ પણ વધે છે. તેથી તમાલપત્રનો ભોજનમાં દરરોજ ઉપયોગ કરવો જોઇએ. તમાલપત્રને સળગાવી રૂમમાં ધૂમાડો કરવાથી માખી, મચ્છર અને જીવડાઓ આવતા નથી. શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓમાં પણ તમાલપત્ર ખુબ જ ઉપયોગી થાય છે. જેમાં ખાંસી, ફ્લુ, બ્રોકાઈટીસ, અસ્થમા અને ઈન્ફ્લુએન્જા જેવી શ્વાસો સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમાલ પત્ર ઉપયોગી છે.

આ તમાલ પત્રમાં એન્થોલિક એક્સટ્રેકટ અને બીજા અન્ય તત્વ મળી આવે છે. જેમાં એન્ટીઇન્ફલેમેટરી અને દર્દ નિવારક પ્રભાવ હોય છે. જેના કારણે તે શ્વાસ માર્ગ આવેલા સોજો અને લાગુ પડેલી બીમારીઓથી બચાવી શકે છે. તમાલપત્ર કેન્સર કોશિકાઓના વિકાસને અટકાવી દે છે. ખાસ કરીને તમાલ પત્રનું સેવન કરીને પેટના કેન્સરથી બચાવ કરી શકાય છે. તમાલ પત્રમાંથી બનાવેલા અર્કમાં પણ કેન્સર પ્રતિરોધી ગુણ હોય છે. જે સ્તનના કેન્સરના વિકાસને રોકે છે. તમાલ પત્રમાં આવેલા ગુણના લીધે જ તે કેન્સરથી બચાવે છે.

તમાલપત્રમાં સિનીયોલ, પિનેને, એલિમિસિન જેવા તત્વો છે. આ તત્વોને જ્યારે બાળવામાં આવે ત્યારે તે ઉર્જા આપે છે. અને સ્ટ્રેસ ઓછો કરે છે. આ કેમિકલ હવામાં ભળે અને તેમને શ્વાસમાં લેવામાં આવે ત્યારે માનસિક તણાવ સાવ ઓછો થઈ જાય છે. તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!