Breaking News

પ્રેગ્નેન્સી દરમિયાન મિસકેરેજથી બચવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

પ્રેગ્નન્સીમાં દરેક મહિલાનું જીવન સૌથી મહત્વપૂર્ણ અને નાજુક દૌરથી પસાર થઈ રહ્યું  હોય છે. આ પિરિયડમાં મહિલાએ તેની સાથે ગર્ભમાં રહેલા શિશુનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જ્યાં સુધી આ નાનકડો જીવ આ દુનિયામાં ન આવી જાય ત્યાં સુધી મહિલાએ તેના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડે છે. પરંતુ કેટલીક વખત કેટલીક ગર્ભવતી મહિલાના સપના સાકાર થતાં પહેલા જ તૂટી જાય છે.

ગર્ભપાત મહિલાને ભાવાનાત્મક રીતે પણ તોડી નાખે છે. ઉપરાંત તેની શારીરિક પીડા પણ ખૂબ હોય છે. આયુર્વેદમાં કેટલાક એવા એકસીર ઔષધ છે. જે અનચાહે ગર્ભપાતથી બચાવે છે. પ્રેગ્નન્સી દરમિયાન આહારમાં હીંગનો પ્રયોગ કરીને પણ મહિલા અનચાહે ગર્ભપાતથી બચી શકે છે. શરૂઆતના મહિનામાં મહિલાઓએ ગર્ભપાતની જોખમથી બચવા માટે આહારમાં સારા પ્રમાણમાં હીંગનો પ્રયોગ કરવો જોઇએ.

જો ગર્ભાવસ્થામાં અચાનક મહિલાને રક્તસ્ત્રા થવા લાગે તો દાડમના તાજા પાન 100 ગ્રામ પીસીને તેને ગાળીને ગર્ભવતી મહિલાને પીવડાવવો. આટલું જ નહીં પીસેલા પાનને પેટની નીચેના ભાગમાં લગાવવાથી પણ રકતસ્ત્રાવ તરત રોકાય જાય છે. આ બંને પ્રયોગ સાથે કરી શકાય છે.

ગર્ભાવસ્થામાં મહિલાઓને વિટામિન સીની ખૂબ જ જરૂરિયાત હોય છે. આ માટે ગર્ભવતી મહિલાઓએ લીંબુ અને નમકવાળી શિકંજી લેવી જોઇએ તે ગર્ભપાતથી બચાવે છે. ગર્ભપાતનો ભય સતાવતો હોય તો એવી હાલતમાં કાળા ચણાનો ઉકાળો ખૂબ લાભદાયક છે. તે પણ ગર્ભપાતની શક્યતાને ટાળે છે.

અંકુરિત અનાજ પણ ગર્ભપાત રોકવામાં કારગર છે. તેમાં વિટામીન ઈ પુષ્કળ માત્રમાં હોય છે.  ગર્ભાવસ્થા દરમિયાન જો અંકિરત અનાજ, કઠોળ લેવામાં આવે તો ગર્ભપાતની સ્થિતિને રોકી શકાય છે.  સૂકામેવાનો પ્રયોગ પણ કારગર છે. સુકામેવાનું સેવન પણ ગર્ભાવસ્થા દરમિયાન કરવું જોઈએ.

ગર્ભઘારણ કરવા માટે કેસૂડો વરદાન સમાન છે. ગર્ભઘારણના પહેલા મહિનામાં એક પાન,બીજા મહિનામાં બે પાન, ત્રીજા મહિનામાં ત્રણ પાન તે રીતે દરેક મહિલનામાં ચડતાક્રમમાં દૂઘમાં મિક્સ કરીને દરરોજ પીવાથી ગર્ભ સુરક્ષિત રહે છે.

જો ગર્ભઘારણ બાદ રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય તો ગર્ભપાતના સંકેત છે. આ સ્થિતિમાં એક ચમચી ફટકડીને કાચા દૂધમાં મિક્સ કરીને પી જાવ. રક્તસ્ત્રાવ બંધ થઈ જશે અને ગર્ભપાતની સ્થિતિને  ટાળી શકાશે. સૂંઠ અને જેઠીમધ ગર્ભધારણ બાદ મહિલાએ રોજ 250 ગ્રામ દૂધમાં અડધી ચમચી સૂંઠ અને અડધાની અડધી ચમચી જેઠીમધ મિક્સ કરીને પીવાથી ગર્ભપાતના ખતરાને ટાળી શકાય છે.

પ્રેગ્નન્સીમાં પાઈનેપલ, પપૈયા, એલોવેરા કાચા ઈંડા, કાચું માંસ, આર્ટિફિશિયલ સ્વીટનર, આલ્કોહોલ, ચા-કોફી,  સીફૂડ,  રેડીમેડ ફૂડ, ફ્રોઝન ફૂડ આ તમાત ચીજોને અવોઈડ કરવી જોઇએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!