મૂત્રમાર્ગનુ ઈન્ફેક્શન હાનિકારક જીવાણુઓ (બેક્ટેરિયા)ના મૂત્રમાર્ગમાં આવવાથી થાય છે. હવે હાનિકારક જીવાણું મૂત્રમાર્ગમાં કોઈ પણ ભાગમાં પ્રવેશ કરી શકે છે, તો તે ભાગમાં સોજો આવી જાય છે, અને ઈન્ફેક્શન ફેલાતું જાય છે. પેશાબ માર્ગમાં બળતરા, ગુપ્તાંગમાં ખુજલી થવી, વારંવાર પેશાબ જવું, પેશાબ કરતી વખતે પીડા થવી, પેશાબમાં દુર્ગંધ આવવી, ક્યારેક-ક્યારેક પેશાબની લાથે લોહી આવવું, ધ્રૂજારી સાથે તાવ આવવો, નબળાઈ લાગવી અને શ્રમ વગર થાકનો અનુભવ થવો વગેરે.
પેશાબ માર્ગમાં ઈન્ફેક્શનના કારણે બળતરા થવી સામાન્ય છે. પરંતુ તેને નજરઅંદાજ કરવી ભયંકર પરિણામ લાવી શકે છે. ક્યારેક-ક્યારેક આ સમસ્યા થોડો સમય માટે રહે છે તો ક્યારેક મહિનાઓ સુધી રહે છે. મૂત્રમાગ્રના ઈન્ફેક્શનથી એન્ટિબાયોટિક દવાઓની સાથે સુરક્ષિત રીતે કરવામાં આવે છે. ઈન્ફેક્શનને ગંભીર માનીને ત્રણથી 7 દિવસ સુધી દવા લેવી પડે છે. તેની સાથે-સાથે તેનો ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે.
‘જળ એજ જીવન’ આ વાત સાચી છે. પાણીથી ઘણી બીમારીઓનો ઈલાજ થઈ શકે છે. મૂત્રમાર્ગના ઈન્ફેક્શનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની અછત થવાથી પેશાબ પીળા રંગનો થઈ જશે. દહી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમારા દૈનિક આહાર માં દહીં 1 થી 2 કટોરા નું સેવન જરૂર કરો.
જો મૂત્રમાર્ગનું ઈન્ફેક્શન થયું હોય તો દિવસ દરમિયાન અમુક કલાક પછી 2-3 પાણી પીઓ. જો પેશાબ પછી લાંબા સમય સુધી પેશાબમાં બળતરા થતી હોય તો તે ઈન્ફેક્શન છે. આવા સમયે વધુ પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાંથી ઈન્ફેક્શન દૂર થાય છે. પેશાબ કરતા સમયે બળતરા અને દુખાવાથી છુટકારો મેળવવા માટે લીંબુ અસરદાર છે. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી ૧ લીંબુ નો રસ અને મધ નાખો અને તેને પીવો તમને સમસ્યામાં રાહત મળશે.
સેટ્રિક ફ્રૂટ એટલે કે ખાટા ફળોમાં વિટામિન C સારી માત્રામાં હોય છે. મૂત્રમાર્ગના ઈન્ફેક્શન દરમિયાન ખાટા ફળો રામબાળ ઈલાજ માનવામાં આવે છે. સેટ્રિક ફ્રૂટમાં બેક્ટેરિયા સામે લડવાની તાકાત હોય છે. જો ગરમીમાં આવી તકલીફ થાય ત્યારે અથવા તો આવા ઈન્ફેક્શનથી દૂર રહેવા માટે નારિયેળ પાણી ઉત્તમ છે. નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ, ઈલેક્ટ્રોલાઈટ્સ, એમિનો એસિડ અને સાઈટોકાઈનનું સારું પ્રમાણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ડિહાઈડ્રેશન વખતે પણ પેશાબમાં બળતરા થાય છે અને આવા સમયે નારિયેળ પાણી ઉત્તમ છે.
કાકડીનો રસ પીવાથી આ સમસ્યામાં ઘણી બધી રાહત મળી રહે છે. તમારે એક કાકડીનો રસ કાઢવાનો છે અને તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ નીચોવાનો છે. આ જ્યુસને પીવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. આ જ્યુસ દિવસમાં બેથી ત્રણ વાર પી શકો છો.
એલચી માં ઘણા બધા ગુણધર્મો હોય છે. એલચીના સેવનથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાં રાહત થાય છે. માટે તમે એલચીવાળી ચા પી શકો જો તમે ચા નથી પીતા તો દૂધ પણ પી શકો. એલચી ને ચાવી ને પણ ખાઈ શકો છો જેનાથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાંથી છુટકારો મળશે.
ઘરેલુ ઉપચાર ની વાત કરીએ તો સફરજનનું જ્યુસ ઘણી બધી બીમારીઓ માં વપરાય છે. ઉનવા એટલે કે પેશાબમાં થતી બળતરા દુખાવા થી રાહત મેળવવા માટે સફરજનનો ઉપયોગ કરી શકો છો.આ જ્યુસ બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણી એક નંગ સફરજનનો રસ અને એક ચમચી મધ ભેળવી પીવું જે પેશાબમાં થતી બળતરા અને દુખાવામાં મદદ કરે છે. એપલ સાઈડર વેનિગરમાં એંટિબેક્ટિરીયલ અને એંટીફંગલ ગુણ હોય છે, જેનામાં સંક્રમણથી લડવા માટે રાહત મળે છે. આ ઉપરાંત આ શરીરના પ્રાકૃતિક પીએલ લેવલને પણ બેંલેન્સ કરે છે. ૧ ચમચી એપલ સાઈડર વેનિગરમા ૧ ચમચી શુદ્ધ ગરમ પાણી મિક્સ કરો. પછી તેને દરરોજ બે વાર પીવો.
ખાવાનો સોડા આ એક અલ્કલાઈન કંપાઉન્ડ છે જે યુરીનની એસિડીટીને ઓછી કરે છે અને દુખાવો પણ ઓછો કરે છે.
શરીરના પીએલ લેવલને બેંલન્સ પણ કરે છે. એક ગ્લાસમાં ૧ ચમચી બેકિંગ સોડા મેળવો. પછી તેને ખાલી પેટ પી લો. એક અઠવાડિયા સુધી રોજ આમ કરો. સંક્રમણને દૂર કરવા માટે આદુ ખૂબ જ સારું ગણવામાં આવે છે. તેમાં એંટીવાઈરલ અને એંટીબેક્ટિરીયલ ગુણો મળી આવે છે. દરરોજ દિવસમાં એકવાર ૧ ચમચી આદુની પેસ્ટમાં શુદ્ધ મધ મિક્સ કરો અને સેવન કરો. તમે હૂંફાળા ગરમ દૂધમાં ૧ ચમચી આદુના રસને મિક્સ કરીને રોજ એકવાર પી શકો છો. કે પછી દરરોજ બે વાર આદુની ચા બનાવીને પીવો.
૧ કપ પાણીમાં ૧ નાની ચમચી આખા ધાણા ઉકાળો. જ્યારે તે ઠંડું થઈ જાય ત્યારે તેને દિવસમાં બે વાર પીવો. કે પછી તમે ૩ કપ પાણીમાં ૧ ચમચી આખા ધાણા પાઉડર મિક્સ કરો અને તેને આખી રાત ઢાંકીને રાખી દો. પછી બીજા દિવસે તેમાં થોડો ગોળ નાંખીને મિક્સ કરી અને ૧ કપ, દિવસમાં ૩ વાર પીવો.