હળદર અને દૂધ, સ્વાસ્થ્ય માટે આ બન્ને ફાયદાકારક છે. પણ દૂધની સાથે હળદરનો કોમ્બો એક અલગ પ્રકારની દવાનું કામ કરે છે અને ઘણી બીમારીઓને દૂર ભગાવે છે. હળદર એ એક એવું દ્રવ્ય છે, જે ઔષધ ગુણોથી ભરપુર છે. હળદર અને દૂધનું મિશ્રણ થવાથી તેની પૌષ્ટિકતામાં અપાર વૃદ્ધિ થાય છે. દુધમાં હળદર ભેળવવાથી સોનામાં સુગંધ ભળે છે. હળદર વાળું દૂધ પીવાથી અનેક બીમારીઓ તથા મુશ્કેલીઓનો અંત આવે છે.
હળદર એન્ટી માઈક્રોબિયલ છે માટે ગરમ દૂધ સાથે લેવાથી અસ્થમા, બ્રોંકાઈટિસ, ફેફસામાં કફ અને સાઈનસ જેવી સમસ્યામાં આરામ મળી શકે છે. તે બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન સાથે લડવામાં મદદગાર છે. ગરમ દૂધની સાથે હળદર પીવાથી શરીરમાં જામા થયેલું ફેટ ઘટે છે. તેની સાથે કેલ્શિયમ અને મિનરલ્સ કુદરતી રીતે વેટ લોટ કરવામાં મદદરૂપ થાય છે. વજન જલદી ઉતારવું હોય તો સ્કિમ્ડ મિલ્કમાં હળદાર નાખી પીઓ.
હળદરમાં એમીનો એસિડ હોય છે. માટે દૂધની સાથે તેને પીવાથી સારી અને મીઠી ઉંઘ આવે છે. અનિંદ્રાની સમસ્યા હોય તો ઉંઘવાના અડધા કલાક પહેલા ગરમ દૂધની સાથે હળદરનું સેવન કરો. હળદર વાળું દૂધ પીવાથી વાથી લઈને કાનના દર્દ જેવી સમસ્યામાં રાહત મળે છે. તેનાથી શરીરમાં રક્ત સંચાર પણ સારો થાય છે. જેના કારણે દર્દમાં જલદી આરામ પણ મળે છે. તો હવે ‘પેઈન કિલર’ ગોળીઓને મારો ગોળી.
હળદરમાં ઘાવ ભરવાનો પણ ગુણ રહેલો છે. જો તમને ઇજા થઇ હોય અને લોહી નિકળી રહ્યું છે તો ઘા પર હળદર નાંખી દો. તેનાથી લોહી નિકળવાનું બંધ થઇ જશે. આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શરીરની સફાઈ માટે કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન દૂર કરે છે અને લિવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આરામ મળે છે. હળદર વાળું દૂધ પીવાથી પીરિયડ્સમાં થનારા ક્રેમ્પ્સમાં રાહત મળે છે અને માંસપેશિઓમાં થનારા દર્દમાંથી છૂટકારો મળે છે.
દૂધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને હળદરમાં એન્ટિઓક્સીડેન્ટ્સ હોય છે માટે તેનું સેવન કરવાથી હડકાં મજબૂત થાય છે અને શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે. ચહેરા પર પડેલી કરચલીઓના કારણે તમે સમયથી વહેલા વૃદ્ધ દેખાવા લાગો છો. હળદર વાળું દૂધ પીવાથી તે પણ દૂર થાય છે. કાચું દૂધ, વટાણાનો રસ, ચોખાનો લોટ અને હળદર ભેળવીને તેની પેસ્ટ જનાવો. તેને ચહેરા પર લગાવીને થોડું સૂકાવા દો. દૂધમાં રહેલા લેક્ટિક એસિડ તમારી ડેડ થયેલી સ્કિનને રિપેર કરશે.
કાકડાનો સોજો પણ હળદર વાળું દૂધ પીવાથી શાંત થાય છે. શરદી અને ઉધરસમાં ખુબ જ અરુચિ થઈ જતી હોય છે. ક્યાય ગમતું ન હોય તેવું થાય, મન પણ તાપ અનુભવે છે. આવા સમયે હળદર વાળું દૂધ રામબાણ ઈલાજ છે. લોહીમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી જવા પર હળદરવાળા દૂધનું સેવન ફાયદાકારક રહે છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી શુગર લેવલ ઓછું થાય છે. પરંતુ યાદ રાખો કે હળદરનું વધારે સેવન બ્લડ શુગરના નિર્ધારિત પ્રમાણને પણ ઘટાડી શકે છે.
દૂધની સાથે હળદરનું સેવન ત્વચાની સમસ્યાઓ જેવી કે – ઇન્ફેક્શન, ખંજવાળ, ખીલ વગેરેથી રાહત મળે છે. તેનાથી તમારી ત્વચા સાફ, સ્વસ્થ અને ચમકદાર બની જાય છે. આ સાથે જ તમે તેમાં બેસન મિક્સ કરીને ચહેરા પર પણ લગાવી શકો છો. હળદર વાળું દૂધ બનાવવાની ખુબ જ સાદી રીત છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી નાખીને દૂધ ઉકાળવું. જો ડાયાબીટીસ ન હોય તો અડધી ચમચી સાકરનું ચૂર્ણ ઉમેરવું. દૂધ ઠરીને હુંફાળું થાય, હુંફાળા જેવું રહે ત્યારે ઘૂંટડે ઘૂંટડે પીવું.
હળદરવાળું દૂધ પીવાથી ચામડીના રોગોમાં ખુબ જ ફાયદો થાય છે. ખાસ કરીને હળદર વાળું દૂધ પીવાથી ધાધર, ખાજ, ખુજલીના રોગો માટે ખુબ જ લાભ થાય છે. અને આ દૂધ રોગો માટે રામબાણ ઈલાજ છે. હળદર વાળું દૂધ પીવાથી શરીરની ચામડી સુંવાળી અને ચમકીલી રહે છે તથા ચામડી ક્યારેય કરમાતી નથી કે તેમાં વલીપલીત થતું નથી.
હળદર વાળું દૂધ પીવાથી વૃદ્ધાવસ્થામાં લીવર, પ્રોસ્ટેટ, કીડની, ફેફસા કે આપણા લોહી સંબંધી કે વાયુ વિકારના કોઈ રોગ થતા નથી. જેમને ડાયાબિટીસના કારણે મૂત્રનો પ્રોબ્લેમ હોય તેમને હળદર અને આમળાનો ભૂકો ઉકાળીને તે ક્વાથ દૂધ સાથે પીવાથી ચમત્કારિક ફાયદા થાય છે.
ગઠીયા વાના દર્દમાં હળદર વાળું દૂધ ઘણી જ રાહત આપનારું છે. પેટ સંબંધી રોગોમાં હળદર વાળું દૂધ ખુબ જ ઉત્તમ છે. હળદર વાળા દુધના સેવનથી પાચન સારી રીતે થાય છે. આ દુધથી અપચાની કોઇપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી નથી. હળદર વાળું દૂધ પીવાથી આંતરડા સાફ રહે છે. લીવર માટે હળદર વાળું દૂધ મહાઔષધી તરીકે કાર્ય કરે છે. ઋતુમાં ફેરફાર થવાથી ગળામાં કફ જામી જતો હોય, બે ઋતુનું મિશ્રણ થાય છે ત્યારે હંમેશા કફ પ્રકોપ થાય છે. આવા સમયે હળદર વાળું દૂધ પીવાથી તરત જ રાહત મળે છે.