જ્યારે લોહીમાં ફરતા યુરિક એસિડ નામના રસાયણનું પ્રમાણ ખૂબ વધી જાય અને પરિણામે એ લોહીમાં દ્રાવ્ય રહેવાને બદલે એના કણ બાઝવા માંડે ત્યારે “ગાઉટ” તરીકે ઓળખાતી સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવે છે. યુરિક એસિડની માત્રા શરીરમાં સતત વધારે રહેવાને કારણે સાંધાઓમાં સોજો અને દુખાવો રહ્યા કરે છે. જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો સાંધાઓને કાયમી નુકસાન થઈ શકે છે તથા યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે કિડનીને પણ નુકસાન પહોંચી શકે છે.
યુરિક એસિડ એટલે શું?
જ્યારે કોઇ પણ કોષના કેન્દ્રમાં આવેલ ન્યુક્લીઇક એસિડનું વિઘટન થાય ત્યારે એમાંથી યુરિન અને પીરામીડીન નામના ઘટક છૂટા પડે છે અને જ્યારે આ ઘટકો તૂટે ત્યારે લિવર અને આંતરડામાં યુરિક એસિડ ઉત્પન્ન થાય છે જે સામાન્ય રીતે કિડની વાટે ગળાઈને લોહીની બહાર ફેંકાઈ જાય છે. આમ, યુરિક એસિડ એક ઉત્સર્ગ દ્રવ્ય છે જેનું શરીરમાં કોઇ કામ હોતું નથી. માંસાહાર, કઠોળ, બીન્સ, વટાણા, મસૂર, મશરૂમ, પાલક, ફ્લાવર, યીસ્ટ, ચોકલેટ, કોકો, ચા-કોફી વગેરેનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવાથી પણ યુરિક એસિડ વધી શકે છે.
લોહીમાં યુરિક એસિડ વધવાનાં કારણો:
એકદમ અચાનક જ શરીરના સાંધાઓમાં અને તેમાં પણ ખાસ કરીને પગના અંગૂઠાના સાંધાઓમાં સૌથી વધારે દુખાવો થાય છે.આ દુખાવો એટલો અસહનીય હોય છે કે દર્દી સામાન્ય કામ પણ કરી શકતો નથી. જેમ કે પગનાં મોજાં પણ પહેરી શકતો નથી. શરૂઆતમાં આ દુખાવામાં વધઘટ થયા કરે છે. જેને ફરતો વા કહે છે. જેમાં પાંચ-સાત દિવસ દુખાવો રહે છે અને ફરી પાછો ઠીક થઈ જાય છે. આવું વારંવાર થઈ શકે છે. યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે દર્દીને પથરીની સમસ્યા પણ થઈ શકે છે.
જે દર્દીઓને ડાયાબિટીસ કે હૃદય સંબંધી બીમારીઓ હોય તેમને ગાઉટ થવાની શક્યતા વધારે રહે છે. સ્ત્રીઓ કરતાં પુરુષો માં આ સમસ્યા વધુ જોવા મળે છે. કેમકે પૂરૂષોમાં માત્ર એક જ એક્સ જનિન હોય છે જ્યારે સ્ત્રીઓમાં બે એક્સ જનિન હોય છે. પરિણામે માત્ર એક એક્સ જનિનની ખામી પૂરૂષોમાં ઝડપથી યુરિક એસિડ વધારી દે છે જ્યારે સ્ત્રીઓમાં અન્ય એક્સ-જનિન તંદુરસ્ત હોય તો આવું થવાની શક્યતા ઓછી રહે છે.
યુરિક એસિડના વધુ ઉત્પાદનની સાથે સાથે જ્યારે એનું ઉત્સર્જન ઘટી જાય ત્યારે વધુ મુશ્કેલી પડે છે. જેમના લોહીમાં યુરિક એસિડ વધી ગયું હોય એવા દર્દીમાંથી ૯૦ ટકા દર્દીઓમાં કિડનીની યુરિક એસિડ શરીર બહાર ફેંકી દેવાની બિનકાર્યક્ષમતા જવાબદાર હોય છે. કોઈ પણ કારણસર કિડનીનું કામ ખોરવાય જેમકે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર તો યુરિક એસિડ વધી જવાની શક્યતા રહે છે.
આ ઉપરાંત કેટલીક ખૂબ જાણીતી દવાઓ કિડની પર વિપરિત અસર કરીને યુરિક એસિડનું પ્રમાણ વધારી શકે છે. ખૂબ જાણીતી દર્દશામક અને લોહી પાતળું કરતી દવા, હાઈબી.પી અને સોજા ઘટાડતી વધુ પેશાબ થાય એવી ડાઇયૂરેટિક દવાઓ વગેરે લેવાથી લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જઈ શકે છે.
યુરિક એસિડ શરીરમાંથી ઓછુ કરવાના ઉપાયો:
દિવસ દરમિયાન 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. આખો દિવસ થોડુ થોડુ પાણી પીવું હિતાવહ છે. પાણીથી કિડનીમાં જમા થયેલ યુરિક એસિડ શરીરમાંથી બહાર અડધી ચમચી બેકિંગ સોડાને 8 ગણા પાણીમાં ઉમેરીને પીવું. આ મિશ્રણ દિવસમાં વધારેમાં વધારે 8 વખત પી શકાય. સાવરે ઉઠીને પહેલા ,રાતે સૂતા પહેલા અને દિવસ દરમિયાન 2-3 કલાકમાં એકવાર. જ્યાં સુધી વધેલા યુરિક એસિડના લક્ષણો ઓછા ન થઈ જાય ત્યાં સુધી આ લેવું હિતાવહ છે. જે વ્યક્તિ ને હાઈબ્લડ પ્રેશર હોય તેમણે આ પ્રયોગ કરવો નહીં.
૧ ચમચી અશ્વગંધા પાવડરમાં ૧ ચમચી મધ ભેળવીને ૧ ગ્લાસ હુફાળા દૂધ સાથે પીવું. રોજ રાત્રે સુતા પહેલા ૩ અખરોટ ખાવા. કુવારપાઠુંના જ્યુસમાં આંબળાનો રસ ભેળવીને પીવાથી પણ આરામ મળે છે. સફરજન, ગાજર અને બીટનું જ્યુસ દરરોજ પીવાથી શરીરનું pH લેવલ વધે છે, અને યુરિક એસીડ ઓછું થાય છે. નારીયેળ પાણી રોજ પીવું. ભોજન કર્યા પછી અડધો કલાક પછી ૧ ચમચી અળસીના બીજ ચાવીને ખાવાથી ફાયદો થાય છે. સવારે ખાલી પેટ દુધી નું જ્યુસ કાઢીને, એક ગ્લાસ જ્યુસમાં ૫-૫ પાંદડા તુલસી અને ફુદીનો પણ નાખી, તેમાં થોડુ સિંધવ મીઠું ભેળવી અને તેને નિયમિત પીવું ઓછામાં ઓછું ૩૦ થી ૯૦ દિવસ સુધી.
રાત્રે સુતી વખતે દૂધ કે દાળનું સેવન ખુબ નુકશાનકારક છે. જો દાળ ખાવ છો તો તે ફોતરા વાળી દાળ ખાવી. યુરિક એસીડની તકલીફ માટે સૌથી મોટી વાત ખાવાનું ખાતી વખતે પાણી ન પીવું, પાણી ખાવના દોઢ કલાક પાહેલા કે પછી જ પીવું જોઈએ.રાત્રે સુતા સમયે દોઢ ગ્લાસ પાણીમાં અર્જુનની છાલનું એક ચમચી ચૂર્ણ, અને તજ પાવડર અડધી ચમચી નાખીને ચા ની જેમ ઉકાળી અને થોડું પાક્યા પછી ગાળીને નીચોવીને પીવું. તે ૩૦ થી ૯૦ દિવસ સુધી કરો.
અજમો પણ શરીરમાં હાઈ યુરિક એસીડને ઓછું કરવા માટે સારી દવા છે. તેથી ભોજન રાંધવામાં અજમાનો ઉપયોગ કરો. લીંબુ પાણી પીવું. તે શરીરને ડીટોકસીફાઈ કરે છે અને ક્રિસ્ટલને ઓગાળીને બહાર કાઢી નાખે છે. કુકિંગ માટે તલ, સરસીયુ કે ઓલીવ ઓઈલનો ઉપયોગ કરવો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.