સવારે જાગીને માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, ગળામાં કાકડા, શરદી-કફ થી કાયમી રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

યોગાસન કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ઘણા ફાયદાઓ થાય છે. યોગસન એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે વ્યક્તિના માનસિક સંતુલનને પણ નિયંત્રિત કરે છે. યોગાસનની સંખ્યા ઘણી બધી છે. મન અને શરીરને સ્વસ્થ અને ખુશ રાખવા માટે વ્યાયામને વૈકલ્પિક સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાય છે. યોગનો અભ્યાસ કરવાથી સંતુલન, સહનશક્તિ ,અને શક્તિમાં સુધારો થાય છે. જ્યારે ધ્યાન મનને મજબૂત રાખવામાં મદદ કરે છે, તાણ અને ચિંતા દૂર કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.જો તમે હજી સુધી સ્વસ્થ જીવન માટે યોગ નથી અપનાવ્યો તો જાણો તેના ફાયદા.

બદલાતી જીવનશૈલી સાથે લોકો ઘણા ફેરફારોમાંથી પણ પસાર થાય છે. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે અને આ સ્થિતિમાં દરેક અન્ય વ્યક્તિને મોટી સમસ્યા હોય છે, વધતું વજન. જો કે, આ સમસ્યાનું સમાધાન ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે તમારી હેલ્થ માટે થોડો સમય આપો અને યોગસન કરો તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

યોગમાં ધ્યાન અને શ્વાસનો સમાવેશ વ્યક્તિની માનસિક સુખાકારીને સુધારવામાં મદદ કરી શકે છે. “નિયમિત યોગાસનથી માનસિક સ્પષ્ટતા અને શાંતિ મળે છે. શરીરની જાગૃતિ વધે છે અને તણાવથી રાહત તથા મનને હળવું કરે છે. તણાવ દૂર કરવા માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન એ અસરકારક રીતો છે. યોગ શરીરને તાણ અને હાનિકારક પદાર્થોથી મુક્ત કરે છે.

યોગા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ ઉપયોગી છે. શરીરમાં થતી કોઈપણ ગેરરીતિઓ મનને અસર કરે છે. નિરાશા અને મનમાં થાક એ શરીરમાં રોગનું કારણ બને છે. યોગાસન અંગોને સામાન્ય સ્થિતિમાં રાખે છે અને સ્નાયુઓને શક્તિ આપે છે. ધ્યાન તણાવ દૂર કરે છે અને મનને સ્વસ્થ રાખે તથા રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.

તંદુરસ્ત, સંતુલિત જીવનશૈલી જીવવા માટે તમારે પૂરતા આરામની જરૂર છે જેથી તમે બીજા દિવસે કાર્ય કરી શકો. જો તમને સૂવામાં તકલીફ હોય અથવા અનિદ્રાથી પીડાતા હોવ, તો યોગ તમારી ઊંઘમાં ખૂબ સુધારો કરી શકે છે. યોગા કરવાથી ઊંઘ આવે છે, અને તનાવ ઓછો થાય છે અને ચિંતા ઓછી થાય છે. ધ્યાન અને શ્વાસ લેવાની તકનીકીઓ તમારા મનને સાફ કરવામાં પણ મદદ કરે છે જેથી તમે તમારા વિચારોને આરામ અને ધીમા કરી શકો, જેનાથી તમને મનની શાંતિ અને સારી ઊંઘ મળી શકે.

એવા વિવિધ આસન જેનાથી તમે થોડા સમય માટે શ્વાસ રોકી શકો છો, તે તમારા હૃદય અને ધમનીઓને સ્વસ્થ રાખે છે. યોગ એ લોહીના પરિભ્રમણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનાથી લોહી ઘટ્ટ નથી થતું અને હૃદય હમેશા સ્વસ્થ રહે છે. યોગ કરવાથી શરીરમાં લચીલાપણું અને શક્તિ વધે છે જેથી શરીરમાં થતાં દુખાવા, કમરનો દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. નિષ્ણાંતો મુજબ જે લોકો બેસીને કાર્ય કરે છે અથવા તો લાંબા સમય સુધી ડ્રાઈવિંગ કરે છે તેમને નિયમિત રીતે યોગ કરવો જોઈએ કારણ તે યોગથી કરોડરજ્જુમાં દબાણ અને જકળાઈ જવાથી રાહત મળે છે. આ સાથે જ તમારા શરીરના બંધારણને સુધારે છે જેથી ખરાબ મુદ્રાને કારણે દુખાવાથી બચી શકાય છે.

ખરાબ શારીરિક મુદ્રાથી વૃદ્ધાવસ્થાની સાથે સંતુલન બગડવાની સંભાવના રહે છે. એવું આપણી વ્યસ્ત જીવનશૈલીમાં ઓછું કે જરા પણ કામ ન કરવાને કારણે થાય છે. જેના કારણે પડી જવું કે વાગી જવું, હાડકા ટૂટી જવા, પીઠ સંબંધી સમસ્યાઓ અને અન્ય વિકારો થાય છે. યોગથી ગુમાવેલા સંતુલન અને નિયંત્રણને ફરી પામી શકાય છે. યોગ કરવાથી તમારી સંતુલન ઈન્દ્રિય પ્રબળ બને છે. જેથી શક્તિ અને લચીલાપણું પ્રાપ્ત થાય છે.

જેથી મગજ તેજ ચાલે છે અને તમે તમારી પ્રતિક્રિયાઓને સારી રીતે નિયંત્રિત કરી શકવામાં સક્ષમ બનો છો. જો તમે ગર્ભવતી છો અને સ્વસ્થ રહેવા માગો છો તો નિયમિત રીતે યોગ અવશ્ય કરો. આ દરમિયાન યોગ કરવાથી તમારું શરીર મજબૂત બનશે. રોજ યોગ કરવાથી થાક દૂર થશે, તણાવ ઘટશે, સ્નાયુઓમાં ખેંચાણ અને લચીલાપણું આવશે અને લોહીનું પરિભ્રમણ, પાચન, શ્વસન અને સ્નાયુ તંત્ર પર નિયંત્રણ જેવા આંતરિક લાભ પણ થશે. જો ગર્ભવતી સ્ત્રીઓ યોગ કરે તો તેમને ઉંઘ ન આવવી, કમરનો દુખાવો, પગમાં ખેંચાણ અને અપચા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. પરંતુ કોઈ કોઈ ચિકિત્સકની સલાહ મુજબ યોગ કરવું હિતાવહ છે.

જેનું હિમોગ્લોબીન ઓછું રહેતું હોય તેમણે નિયમિત શીર્ષાસન કરવાથી હિમોગ્લોબિન વધારી શકાય છે. ગળામાં કાકડા, શરદી, કફની તકલીફમાં પણ સુધારો થાય છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે શરદી થઇ હોય ત્યારે શીર્ષાસન ન કરવું. શરીરમાં આવેલા પાંચ વાયુ અપાન, પ્રાણ, સમાન, ઉદાન, અને વ્યાન આ બધાનું સંતુલન સરસ રીતે થાય છે. કબજિયાત ઓછી થાય છે. શરીર હળવું ફૂલ થઇ જાય છે અને મનને સારો આરામ મળે છે,રિલેક્સ થાય છે.

આસનો વહેલી સવારે કે સાંજે કરી શકાય. સવારે કરવાથી વધુ લાભ થાય છે, કારણ કે સવારે વિચારો ઓછા હોય છે, મન પ્રફુલ્લિત હોય છે અને આસનો કર્યા પછી આખો દિવસ તાજગીનો અહેસાસ રહે છે. સ્નાન કર્યા પછી આસનો કરવા એ વધુ સારું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top